________________
ગઈ અને કહેવા લાગી કે, જે આ પુરુષ મારા પતિ નહીં બને તે મારે એ નિશ્ચય છે કે એના વિયોગમાં હું મારા પ્રાણ આપી દઈશ. જ્યારે તેની આ પરિસ્થિતિ તેના માતાપિતાના જાણમાં આવી ત્યારે તેમણે મને કહ્યું કે જે રીતે બની શકે તે રીતે તું તેને અહીં લઈ આવ. જો તું તેનું હરણ કરીને લાવી શકતી હોય તે તે પ્રમાણે લઈ આવ. પરંતુ લાવવામાં ઢીલ ન કર. આ કારણે હું આપનું હરણ કરીને ત્યાં લઈ જાઉં છુ, આ કારણે આપ મને મારો નહીં,
આ પ્રકારનાં એ વિદ્યાધરીનાં વચન સાંભળીને કુમારને પણ તે કન્યા ઉપર અનુરાગ જાગૃત થયે. આ પછી વિદ્યાધરીને તેણે કહ્યું કે, તું જેટલી ઝડપથી મને ત્યાં જઈ શકતી હે એટલી ઝડપથી ત્યાં લઈ જ. કુમારની આ પ્રકારની વાત સાંભળીને એ વિદ્યાધરી. પિતાની વિદ્યાના પ્રભાવથી એકદમ ઝડપી ગતિથી તેને લઈને જલદીથી વિદ્યાધરોના અધિપતિ ઇન્દ્રધનુની પાસે આવી પહોંચી. વિદ્યાધરના અધિપતિએ અત્યંત રૂપરાશી વિશિષ્ટ કુમારને જોઈને તેનું મન ઘણું જ હર્ષિત થઈ ગયું. શુભ મુહૂર્ત જોઈને કુમારની સાથે પોતાની કન્યા જયચંદ્રાને વિવાહ આનંદની સાથે કરી દીધા. જ્યારે આ સમાચાર ગંગાધર અને મહિધર નામના બે વિદ્યાધરને માલુમ પડયા ત્યારે તેઓએ આવીને યુદ્ધ કરવાની ઇચ્છાથી સુરદયપુરને ઘેરે ઘા. કારણ કે એ બન્નેની ઈચ્છા એવી હતી કે, જયચંદ્રાને વિવાહ પિતાની સાથે થાય, પરંતુ તેવું બન્યું નહીં. આથી આ લોકેએ યુદ્ધ કરવા માટે સુરેદયપુરને ઘેરી લીધું. મહાપદ્રકુમાર પણ વિદ્યાધર સૈનિકોને સાથે લઈને યુદ્ધસ્થાન ઉપર પહેર્યો અને ગંગાધર તથા મહિધર વિદ્યાધરોના સૈન્યની સામે યુદ્ધ કરવા તત્પર બન્યા. બંને બાજુથી યુદ્ધનો પ્રારંભ કર્યો, પરંતુ મહાપદ્મની સામે ન કઈ રથી ટકી શકો કે ન કોઈ અશ્વારેહિ, નિદિ (હાથીદળ સિન્ય કે પદાતિ. પ્રતિપક્ષને કોઈ પણ માણસ જ્યારે કોઈ પણ પ્રકારથી તેને સામનો કરી શકે નહીં. પરંતુ તે એવા દબાઈ ગયા કે દક્ષિણના પવનને કાજેણે જળવાદળી જેવી રીતે આમતેમ વિખરાઈ જાય છે. તથા જે સેનિકો તદ્દન હતાશ બની ગયા હતા તેઓ યુદ્ધભૂમિ છેડીને આડાઅવળા ભાગવા માંડયા, ત્યારે મહાપાને ખૂબ જ પરાક્રમી જાણીને ગંગાધર અને મહિધર વિદ્યાધર પણ યુદ્ધભૂમિમાંથી ભાગી છૂટયા. આ પ્રકારે મહાપદ્રકુમાર જીતીને ઈન્દ્રધનુની પાસે જઈ પહે વિજયના લાભથી ઈન્દ્રધનુએ ખૂબ વિજયઉત્સવ મનાવ્યું. પછી કેટલેક સમય કમાર ત્યાં જ રહ્યો. ત્યાં તેના શસ્ત્રાગારમાં ચક્ર આદિ રત્નની ઉત્પત્તિ થઈ. આથી તેમણે છ ખંડ ભરતક્ષેત્ર ઉપર પોતાના વિજયની ધજા ફરકાવી. આટલું સઘળું હોવા છતાં પણ એક મદનાવલી સિવાય કુમારને તે ચક્રવતીને વૈભવ સાવ ફિક્કો લાગતું હતું. કોઈ સમયે તે મહાપદ્મ ચક્રવતી કૌતુકવા આમ તેમ ધૂમતાં ધૂમતાં એ તપસ્વીના આશ્રમમાં જઈ પહોંચ્યા. ચક્રવતીને આવેલ જાણીને તપસ્વીઓએ તેમનું ખૂબ સ્વાગત કર્યુંઆ સમયે જનમેજય સજા પણ ત્યાં આવી પહોંચ્યા.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૮૧