________________
તેમણે પિતાની પુત્રી મદનાવલીને વિવાહ ઘણા જ આનંદ સાથે મહાપદ્રકુમાર ચકવતાંની સાથે કરી આપ્યું. આ પછી મહાપ ચક્રવર્તી પિતાની સમગ્ર વિભૂતિ સાથે પોતાની હસ્તિનાપુર નગરીમાં જઈ પહોંચ્યા. ત્યાં પહોંચીને તેણે પોતાના માત પિતાના ચરણોમાં વિનયપૂર્વક પ્રણ મ કર્યા. માતાપિતા પુત્રની આવી અસાધારણ વિભૂતિ જાણીને ઘણા જ ખુશ થયા. આ બાજુ મુનિ સુવ્રત ભગવાનના શિષ્ય સુવ્રતાચાર્યની કે જેઓ આ સમયે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં હસ્તિનાપુર આવી પહોંચ્યા હતા. તેમનું આગમન જાણીને રાજા પક્વોત્તરના રાણી પુત્રાદિ સહિત વંદના કરવા માટે ગયા હતા. તેમની ધર્મદેશના સાંભળીને પિતાના મોટા પુત્ર વિષ્ણુકુમાર સહિત દીક્ષા અંગીકાર કરી. ત્યારબાદ મહાપદ્મ ચક્રવતીએ આ ભૂમિમંડળ ઉપર જૈનધર્મની સારી રીંત પ્રભાવના કરી. ચક્રવર્તીની માતા જવાલાદેવી પણ પોતાના પુત્રને જૈનધર્મની પ્રભાવના કરવામાં પરાયણ જાણીને પરમ સંતોષી બની. પદ્મોત્તર મુનિએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિને લાભ કરી લીધો. વિષ્ણુકુમાર મુનિને પણ તપશ્ચર્યાના પ્રભાવથી અનેક લબ્ધિઓની પ્રાપ્તિથી તેઓ સુમેરૂ પર્વતની સમાન ઉતુળ થઇ શકતા હતા, ગરૂડની માફક આકાશમાં ગમન કરી શકતા હતા, દેવેની સમાન વિવિધરૂપ બનાવી શકતા હતા તથા કંદર્પના સમાન વિશિષ્ઠ રૂપ સંપન્ન બની શકતા હતા. લબ્ધિઓના પ્રતાપથી તેમનામાં આ પ્રકારની શક્તિ આવી હતી. પરંતુ તેને કદી પણ પિતાની આ લબ્ધિઓને પ્રયોગ કરવાને અવસર મળ્યા ન હતા. આથી એ લબિધઓ તેમનામાં લબ્ધિ. રૂપથી જ વિદ્યમાન હતી કારણ કે જૈનમુનિ વગર કારણે કદી પણ લબ્ધિઓને પ્રયેાગ કરતા નથી.
એક સમયની વાત છે કે વર્ષાકાળ આવવાથી સંયમ અતિશય સંપન્ન સુત્રતાચાર્ય વર્ષાકાળ વ્યતીત કરવા માટે હસ્તિનાપુરમાં પધાર્યા. આ સમયે નમુચિએ પિતાના વેરનો બદલે લેવાના વિચારથી ચક્રવતીને નિવેદન કર્યું, સ્વામિન! આપે જે વરદાન મને પહેલાં આપેલ છે તેની આજે મારે આવશ્યકતા છે, તે આપ મને તે આપવાની કૃપા કરો. નમુચિની વાત સાંભળીને ચક્રવતીએ કહ્યું. ઠીક છે. જે તમારી ઈચ્છા હોય તે માગી લે. એ વરદાન પૂરું કરવામાં આવશે. ત્યારે નમુચિએ કહ્યું, મહારાજ ! હું યજ્ઞ કરવા ચાહું છું. આથી આપને પ્રાર્થના છે કે આપ જ્યા સુધી યજ્ઞની સમાપ્તિ ન થાય ત્યા સુધી આ દેશનું આધિપત્ય મને પ્રદાન કરી દે. સત્યપ્રતિજ્ઞા ચક્રવતીએ નમુચિની આ વાતને સ્વીકારી તેને રાજ્ય સિંહાસન ઉપર સ્થાપિત કરી દીધું. અને આપ પોતે અંતપુરમાં ચાલ્યા ગયા. રાજયનું આધિપત્ય પામીને બગલાની માફક ફૂટનીતિ સંપન્ન નમુચિ પણ નગરની બહાર યજ્ઞશાળામાં જઈને માયાચારીથી યજ્ઞકર્મમાં નિયુક્ત બની ગયે. નગરનિવાસીઓએ જ્યારે આ વાત સાંભળી કે નમુચિને રાજ્યગાદી સુપ્રદ કરવામાં આવેલ છે ત્યારે તે સઘળા તેને વધાઈ આપવા માટે આવ્યા, સાધુસંત પણ આવ્યા,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩