________________
પદ્મને કહ્યું કે, કુમાર! ક્રોધિષ્ટ થયેલા કાળના જેવા આ હાથીની સામેથી તમે જલદીથી દૂર જાવ અને પોતાની જાતને બચાવે, નહીં તે એ તમને મારી નાખશે. રાજનાં આ પ્રકારનાં વચન સાંભળીને મહાપદ્રકુમારે તેમને કહ્યું કે, હે રાજન ! તમારૂં કહેવું ઠીક છે, પરંતુ આપ જુઓ કે આ હાથીની હું કેવી હાલત કરું છું ? હવે થોડી જ વારમાં હું તને મદ ઉતારી દઉં છું. એમ કહીને મહાપદ્મ કુમારે એ વખતે નીચું મોઢું કરીને ઉત્તરીય વસ્ત્ર ઉપર પ્રહાર કરી રહેલા એ ગજરાજને મારવાને પ્રારંભ કર્યો. આથી ગજરાજ ઉત્તરીય વસ્ત્રને છેડીને એના તરફ વળે. હાથી એની તરફ ફરતાં જ કુમાર ઉછળીને તેના ઉપર ચડી બેઠો અને બેસતાંની સાથે જ કુમારે તે ગજરાજને મુઠી અને પાટુથી તથા બીજી રીતે માર મારીને તેમ જ વિવિધ પ્રકારના શિષ્ટ વચનથી તથા અંકુશ વગેરેથી પિતાના વશમાં કરી લીધો તથા હાથીના બચ્ચાની માફક તે હાથીને ખૂબ નચાવ્યા. કમારના આ સાહસે મહાન રાજાને ચકિત બનાવી દીધું. કુમારથી વશ કરવામાં આવેલા તે હાથીને બીજા મહાવતેની સાથે તેના સ્થાને મોકલી દીધે. રાજાએ કુમારનું ખૂબ સન્માન કર્યું અને પિતાની સાથે રાજમહેલમાં લઈ ગયા. ત્યાં જઈને રાજાએ વિચાર કર્યો કે આ કઈ મહાન કુળમાં જન્મેલ વ્યક્તિ છે, આથી જ એ આટલે પ્રભાવશાળી છે. આ વિચાર કરીને રાજાએ તેના કુળ વગેરેને પરિચય મેળવીને વિચાર કર્યો કે પુણ્યથી જ આ જમાઈ મળી શકે. આથી પોતાની એક સે કન્યાઓ તેની સાથે પરણાવી દીધી. એક દિવસની વાત છે કે કુમાર જ્યારે રાત્રિના વખતે સુખશૈયા ઉપર સૂતે હતું ત્યારે અર્ધી રાત વિત્યા પછી હેમવતી નામની વિદ્યાધરીએ તેનું અપહરણ કરી તેને આકાશમાગે લઈ ચાલી રસ્તામાં જ્યારે તેની આંખ ખુલી ત્યારે તેણે તે વિદ્યાધરીને મારવાનો વિચાર કરીને મુઠી ઉગામીને તેને
, બતાવ તું કેણ છે? અને મને આ રીતે ઉપાડીને અપહરણ કરીને કયાં લઈ જાય છે? જો નહીં બતાવે તે એક જ મુઠીના પ્રહારથી તારો પ્રાણ કાઢી નાખીશ. આ પ્રકારે જ્યારે કુમારે કહ્યું ત્યારે વિદ્યાધરી બેલી, હે કુમાર ! ક્રોધ કરવાની કઈ જરૂરત નથી આપનું હરણ કરવાનું કારણ શું છે તે હું આપને બતાવું છું તે સાંભળ. તે આ પ્રમાણે છે
વૈતાઢય પર્વત ઉપર સુદય નામનું એક નગર છે. તેના અધિપતિ એક વિદ્યાધર છે તેમનું નામ ઈન્દ્રધનું છે. તેમની સ્ત્રીનું નામ શ્રીકાન્તા છે. આ શ્રીકાન્તા સિચિત બધા ગુણોથી અલંકૃત છે. તેને એક પુત્રી છે જેનું નામ ચંદ્રા છે. આ વખતે તે યુવાવસ્થામાં છે છતાં પણ કોઈ પુરુષમાં તે અભિલાષાવાળી થઈ નથી. આ પ્રમાણેની તેની પરિસ્થિતિ જોઈને તેમના માતાપિતાએ મને કહ્યું કે, તું ભરતક્ષેત્રના રાજવીઓનાં ચિત્રો દેરીને તેને બતાવ. આથી મેં એ પ્રમાણે કર્યું, છતાં પણ તે પૈકી કોઈની પણ ચાહના કરતી નથી. અંતમાં મેં જ્યારે તેને આપનું ચિત્ર બતાવ્યું તે એને જોઈને તે આપનામાં અત્યંત અનુરક્ત બની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩