________________
કાય કરેલ છે. આવા મહત્વના કાર્યની સાધકતાના બદલામાં તમારી ઈચ્છા થાય તે માગી લે. રાજાને પોતાના ઉપર આ રીતે પ્રસન્નચિત્ત જાણીને નમુચિએ રાજાને કહ્યું, મહારાજ ! જયારે જરૂરત જણાશે ત્યારે આપના તરફથી આપવામાં આવેલ વરદાનને હું અવશ્ય માગી લઈચ્છ. મહાપ રાજાએ નમુચિની એ વાતને સ્વીકારી. આ પછી નિષ્ક ટક બનીને પોતાના રાજ્યના સંચાલન કાર્યમાં તે લાગી રહ્યા.
એક સમયની વાત છે કે સુત્રતાચાર્ય પોતાની શિષ્યમંડળી સાથે વિહાર કરતાં કરતાં હસ્તિનાપુર આવી પહોંચ્યા. એ સમયે ત્યાં પરિવ્રાજક પણ આવેલા હતા. પિતતાના ધાર્મિક મત અનુસાર બન્નેએ ધાર્મિક દેશના આપવાને પ્રારંભ કર્યો. પોત્તર રાજાની મોટી રાણી કે જેનું નામ વાલાદેવી હતું અને જે મહાપની માતા હતી અને જિનધર્મની ભક્ત હતી, તથા બીજી રાણી કે જેનું નામ લહમીદેવી હતું જે વૈદિક ધર્મને માનનાર હતી. અને રાણીઓના હય પિતપિતાના માન્ય એવા ધર્મોની દેશના સાંભળવાને વિચાર આવ્યું. આ સમયે રાજ્યમાં
એક જ રથ હતો. જવાલાદેવીએ પ્રતિજ્ઞા કરી કે હું આજ રથમાં બેસીને જિન ધર્મની દેશના સાંભળવા જઈશ નહીં તે અનશન કરીશ. આવી રીતે લહમીદેવીના દિલમાં પણ વૈદિક ધર્મની દેશના સાંભળવા જવાનો વિચાર થયે અને એણે પણ નકકી કર્યું કે, આ રથમાં બેસીને જ હું વૈદિક ધર્મની દેશના સાંભળવા જઈશ, નહીંતર અનશન કરીશ. આ પ્રમાણે બને રાણુઓનો પરસ્પર વિવાદ સાંભળીને રાજા પક્વોત્તરે એવું કહી દીધું કે એ રથ ઉપર બેસીને કોઈ પણ ધાર્મિક દેશના સાંભળવા ન જાય. મહાપદ્મ પુત્રે પિતાની માતા જ્વાલાદેવીની અભિલાષા પૂરી ન થતી જોઈને તે દુઃખથી અતિશય દુઃખી થઈને એ વિચાર કરવા લાગ્યું કે એ ઘણા આશ્ચર્યની વાત છે કે મારા જે પુત્ર હોવા છતાં પણ મારી માતાની અભિલાષા પૂર્ણ થઈ શકતી નથી. જે રીતે કૃપણનું ધન જમીનમાં દટાયેલું રહીને આખરે અદૃશ્ય બને છે. આ જ પ્રમાણે મારી માતાની અભિલાષા પણ તેના અંતરમાં દટાયેલી જ હ છે. શક્તિશાળી હોવા છતાં પણ જે પુત્ર પોતાની માતાના મનોરથને પૂરા કરી શકતો નથી, તે સુપુત્રોની ગણનામાં પોતાનું સ્થાને કઈ રીતે પ્રાપ્ત કરી શકે ? પિતાએ પણ મારી માતાના મેટાપણાની રક્ષા ન કરી. આ કારણે હવે મારે અહીં ન રહેવું જોઈએ. આ પ્રકારને વિચાર કરી જ્યારે રાજમહેલમાં સઘળા સૂઈ ગયા ત્યારે રાત્રે એક ઘરથી બહાર નીકળીને અહીંતહીં ભટકીને જંગલમાં રહેતા તપથીઓના આશ્રમમાં પહોંચી ગયા. ત્યાં તપસ્વીઓએ તેને સારે સત્કાર કર્યો. આ પ્રકારે તપસ્વીઓને સત્કાર પામીને એ ત્યાં જ આનંદથી રહેવા લાગ્યા.
આ તરફ ચંપાપુરીને કાળ નામના કેઇ રાજાએ ઘેરી લીધી. જ્યારે ત્યાંના અધિપતિ જનમેજયને આ સમાચાર મળ્યા ત્યારે તે પિતાની સેનાને સાથમાં લઈને તેની સાથે યુદ્ધ કર્યું. પરંતુ તેઓ હારી ગયા આથી એ પલાયન થઈ કેઈ અજ્ઞાત સ્થાને જઈને છુપાઈ ગયો. શત્રુ સાનક કિલ્લાની અંદર દાખલ થયા. આથી નગરમાં મહાન
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
७८