________________
બન. બીજી એક વાત એ પણ છે કે તેને તે આ કબૂતરને ખાઈ જવાથી એક ક્ષણ પૂરતી તૃપ્તિ થશે. પરંતુ આ બિચારાના પ્રાણને તે નાશ જ થઈ જવાને. સંસારમાં ભૂખની તૃપ્તિ માટે પદાર્થોને તેટે નથી. દ્રાક્ષ, ખજૂર આદિ સારા સારા પદાર્થો પુરતા પ્રમાણમાં છે અને તેને ખાઈને તું જ્યારે તારી ભૂખને સંતોષી શકે તેમ છે તે પછી શા માટે નકામે આ તુચ્છ પેટને ભરવા માટે નરક નિગેદાદિકને આપનાર એવી ઘેર પ્રાણીહિંસા કરે છે ? હે દેવાનુપ્રિય! મારું તો તને એ કહેવાનું છે કે, તું આ હિંસાને પરિત્યાગ કરી અહિંસારૂપ ધર્મ આશ્રય લે કે જેના પ્રભાવથી તું આલોકમાં તેમ જ પરલોકમાં ઉત્તમ સુખને ભક્તા બની શકે. રાજાનું આ પ્રકારનું વચન સાંભળીને શકરાએ કહ્યું કે, હે રાજન ! આ કબૂતર મારાથી ભયભીત થઈને આપની શરણમાં આવેલ છે અને હું આ સમયે ભૂખથી પિડાઈ રહ્યો છું તે કહો ! અત્યારે હું કે આશ્રય લઉં? હે રાજા ! તમે જે રીતે આ કબૂતરનું રક્ષણ કરવાનું ચાહી રહ્યા છે તે એજ રીતે આપ મારી પણ શરણંગત જાણીને રક્ષા કરે! મનુષ્ય જ્યારે સ્વસ્થ હોય છે ત્યારે તેને ધર્મ અધર્મનો વિચાર આવી શકે છે. ભૂખથી પિડાતે મનુષ્ય સઘળી વાતે ભૂલી જાય છે. આથી આ અવસ્થામાં પ્રાણીથી જે પાપ ન થાય તેટલું ઓછું છે આપ પણ આ વાતને જાણે જ છે. આથી હે રાજેન્દ્ર ! આપ એ વાત નિશ્ચિત માને કે, બીજી કઈ પણ વસ્તુથી મારી ફુધાની તૃપ્તિ થવાની નથી. કેમકે, હું પ્રાણીના તાજા માંસને ખાવાના સ્વભાવવાળ છું. આ કારણે આપ આટલા દયાળુ છે તે સુધાથી વ્યાકુળ બનેલા મારા આ ભક્ષને મને સોંપી દેવાની કૃપા કરે. જે આપ આ પ્રમાણે કરવા ન ઈચ્છતા હે તો તેના વજન જેટલું માંસ આપ આપના દેહથી મને કાઢી આપે. આ પ્રકારનું શકરાનું વચન સાંભળીને તને રાજાએ કહ્યું, તમે ભૂખથી મરી ન જાવ આ માટે હું આ કબૂતરના વજન જેટલું માંસ મારા શરીરમાંથી તમને આવું છું. આ રીતે પિતાના શરીરને કાપીને કબૂતરના વજન જેટલું માંસ આપવા તત્પર બનેલા રાજને મંત્રી અદિકાએ કહ્યું, દેવ ! આપ આ શું કરી રહ્યા છે? વિચારો તે ખરા ! આપના આ શરીરથી સઘળી પૃથ્વીનું પાલન પિષણ થઈ રહેલ છે. માટે આપે આપના શરીરને આવા તુચ્છ પક્ષિના કારણે નષ્ટ કરવું એ ઉચિત નથી. મંત્રીજનોનાં આ પ્રકારના વચનને સાંભળીને રાજાએ તેમને ધર્મનું મહાગ્ય સમજાવ્યું, સમજાવીને એવું કહ્યું કે, પિતાના ધર્મને માટે સ્વેચ્છાએ કરવામાં આવેલા પ્રાણનો પરિત્યાગ પણ કલ્યાણકારકજ મનાયેલ છે. આ પ્રકારે કહીને રાજાએ ત્રાજવામાં એક તરફ એ કબૂતરને રાખ્યું અને સામા ત્રાજવામાં પિતાના શરીરમાંનું માંસ કાપી કાપીને રાખવા માંડયું. શરીરથી કાપી કાપીને જેમ જેમ માંસ ત્રાજવામાં મૂકાતું ગયું તેમ તેમ તે કબૂતરનું વજન પણ વધવા માંડયું. છેવટે રાજાએ પોતાના શરીરને ત્રાજવામાં રાખી દીધું. રાજાનું સઘળું શરીર ત્રાજવામાં મુકાઈ જવા છતાં પણ કબૂતરની ભારેભાર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૬૫.