________________
તેના ઉત્તરમાં પણ રાજાએ આ પ્રમાણે કહ્યું કે તમારી કુખેથી અવતરનાર પુત્ર એક જમ્બર મહારથી થશે. આ સ્વપ્ન મનોરમાએ એવા સમયે જોયેલ હતું કે તેના ગર્ભમાં શ્રેયકથી ચ્યવીને સહસ્ત્રાયુદ્ધના. જીવને સંચાર થયો હતો. ગર્ભને સમય અને રાણીઓને પૂરે થયે ત્યારે બન્નેને નયનને આનંદ પમાડે તેવા શુભ લક્ષણોન ધારક પુત્રનો જન્મ થયે. પ્રીતિમતીના પુત્રનું નામ મેઘરથ અને મનેરમાના પુત્રનું નામ વજારથ રાખવામાં આવ્યું. કેમે કમે વધીને જ્યારે એ બન્ને યુવાવસ્થાએ પહોંચ્યા ત્યારે ઘનારથે તે બન્નેના લગ્ન રાજકન્યાઓની સાથે કરાવ્યાં. અને પુત્રો કામભેગોને ભોગવતા રહીને પિતાનો સમય આનંદમાં વ્યતીત કરવા લાગ્યા.
એક સમયની વાત છે કે રાજા ઘરથને લેકાન્તિક દેએ આવીને પ્રતિબેધિક કર્યા ત્યારે તેણે નિનિદાન, વાર્ષિકદાન, દીન અનાથ અને સાધમિક જનને દઈને રાજપદના અધિકારપદે મોટા પુત્ર મેઘરથને સ્થાપી તેમ જ વાસ્થને યુવ રાજપદ આપી દીક્ષા અંગીકાર કરી. દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમણે ખૂબ તપ કર્યું અને ઘાતીયા કર્મોનો વિનાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને અહંત કેવલી બની ગયા. આ પછી ભગવાન ઘનારથે ભવ્ય અને પ્રતિબંધિત કરવા માટે ભૂમંડળ ઉપર વિહાર કરવાને પ્રારંભ કર્યો. આ બાજુ મેઘર પણ ઈન્દ્રની માફક સઘળા વસુધામંડળનું શાસન કરવાને પ્રારંભ કર્યો.
એક સમયની વાત છે કે જ્યારે મેઘરથ સિંહાસન ઉપર બેઠેલા હતા ત્યારે ભયથી કંપી રહેલું એક કબૂતર તેમના ખોળામાં આવી પડ્યું. આથી રાજાને ઘણું જ આશ્ચર્ય થયું. રાજાને આશ્ચર્યચકિત જાણીને ખેાળામાં પડેલા એ કબૂતરે વાણી દ્વારા એવું કહ્યું કે હે રાજન! હું મારી રક્ષાની યાચના માટે જ આપના શરણે આવેલ છું. આથી આપનું કર્તવ્ય છે કે આપ મારી રક્ષા કરો. કબૂતરની આ પ્રકારની વાણી સાંભળીને રાજાએ તેને ધીરજ આપતાં કહ્યું કે, હે કબૂતર ! તું ગભરા નહીં. નિર્ભય થઈને મારા ખોળામાં બેસી રહે. અહીં તને કઈ પ્રકારને ભય નથી. આ પ્રકારનું રાજનું અભયવચન સાંભળીને તે કબૂતર ત્યાં સુખપૂર્વક શાંત બન્યું. સાપની પાછળ જેમ ગરૂડ ફરે છે એ જ પ્રમાણે કબૂતરની પાછળ પડેલ શિકારી આ સ્થળે આવી પહોંચે અને ઉચ્ચ સ્વરથી રાજાને ઉદ્દેશીને કહેવા લાગ્યું કે હે રાજન ! આ કબૂતર મારો ભક્ષ છે, આથી આપ તેને છેડી દે, શકરાની વાત સાંભળીને મેઘરથ રાજાએ કહ્યું કે, હે શિકારી ! મારા શરણે આવેલા આ કબૂતરને હું છેડી શકે નહીં. કેમકે ક્ષત્રિની એ પ્રકૃતિની ટેવ હોય છે કે તેઓ પોતાને પ્રાણ આપીને પણ શરણાગત પ્રાણીની રક્ષા કરે છે, તથા હે શિકારી તારા જેવા વિવેકી જનને માટે બીજાના પ્રાણુનો નાશ કરીને પિતાના પ્રાણનું રક્ષણ કરવું એ વ્યાજબી નથી. તને જેમ તારો પ્રાણ પ્રિય છે એવી જ રીતે બીજા પ્રાણીઓને પણ પિતાને પ્રાણ પ્રિય હોય છે. આથી તારે વિચારવું જોઈએ કે તું તાશ પ્રાણની જે રીતે રક્ષા કરે છે એજ રીતે બીજાઓના પ્રાણેને પણ રક્ષક
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
६४