________________
સેવવંદ, નવનિધિ અને વિદ્યાધર રાજા વગેરે છ મહિના સુધી ફરતા રહ્યા. પરંતુ તણે એમનો તરફ આંખ ઉઠાવીને પણ જોયું નહીં.
પ્રથમ ષષ્ઠભક્ત કરીને જ્યારે તે પારણા માટે કેઈ ગૃહસ્થને ત્યાં ગયા ત્યારે ત્યાં તેમણે અજાતક-બકરીની છાસથી પારણું કર્યું. આ પ્રમાણે તેઓ ષષ્ઠભક્ત કરતા રહ્યા અને પારણું અન્નપ્રાન્ત નિરસ આહારથી કરતા રહ્યા. આ પ્રકારના અન્તપ્રાન્ત નિન્સ આહારના કારણે એમના શરીરમાં જીણેજવર, કાસ, શ્વાસ, સ્વરભંગ, અક્ષિપિંડા અને ઉદરવ્યથા એવા અનેક રોગો ઉત્પન્ન થયા. આ સઘળા રેગોને ચકવતીએ સાતસો (૭૦૦) વર્ષ સુધી સહન કર્યા. તપસ્યાની આરાધનામાં કયાંય કશી પણું ત્રુટી આવવા ન દીધી અને દિનપ્રતિદિન મક્કમતાપૂર્વક તપસ્યાની આરાધના કરવામાં પિતાની જાતને આગ્રહી બનાવી. આથી તેમને આમાઁષધિ, લેમૌષધિ, વિપ્રડોષધિ, જલ્લષધિ, સવાષક ઇત્યાદિ અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થઈ. લબ્ધિઓ પ્રાપ્ત થવા છતાં પણ ચકવતીએ પોતાના શરીરમાંના કેઈપણ રોગને પ્રતિકાર ન કર્યો.
એક સમય સુધર્માસભામાં સઘળાની સામે સૌધર્મેન્દ્ર સનકુમાર ત્રાષિની પ્રશંસા કરોને એવું કહ્યું કે, હે દે! જુઓ સનસ્કુમાર મુનિની ધીરતા કે જેઓ પિતે વ્યાધિઓને દૂર કરવાની શક્તિવાળા હોવા છતાં પણ વ્યાધિઓને દૂર કરવાની ઈચ્છા પણ કરતા નથી. ઈન્દ્રના આ પ્રશંસા ભરેલાં વચન સાંભળીને પહેલાના એ બે દે ને તેમની વાત ઉપર વિશ્વાસ ન બેઠે. આથી તેઓ સનસ્કુમાર મુનિના હૈયેની પરીક્ષા કરવા નિમિત્ત વૈદ્યને વેશ લઈને તેમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, હે ત્રણ! આપનું શરીર અનેક વ્યાધિઓથી આ સમયે વ્યાકુળ જણાય છે. અમે વેધ હોવાથી ઈચ્છીએ છીએ કે, આપનાં દર્દોનો ઈલાજ કરીએ, તે કૃપા કરી આપ જલ્દીથી આજ્ઞા આપે. આ પ્રકારે જ્યારે બન્ને દેવોએ કહ્યું તે સનકુમાર ઋષિએ તેમની વાતને કાંઈ પણ ઉત્તર આપ્યો નહીં, પરંતુ માનનું અવલંબન કરીને સ્થિત રહ્યા. મૌન બનેલા મુનિને જાણીને ફરીથી એજ વાત દેએ કહી, પરંતુ ત્રાષિએ બીજી વખત કહેવાયેલી વાતો પણ કઈ પ્રત્યુત્તર આપે નહી. જ્યારે દેવોએ ત્રીજી વખત તેવું જ કહ્યું ત્યારે ત્રાષિએ કહ્યું–હે વૈદ્યો ! મને પહેલાં આપ એ બતાવે કે, આપ શારીરિક વ્યાધિને દૂર કરવામાં શક્તિશાળી છે કે કર્મવ્યાધિને દૂર કરવામાં? અષિની વાતને સાંભળીને વૈદ્ય વેશધારી દેવાએ કહ્યું, મહારાજ ! અમે લોકો તે શારીરિક વ્યાધિને જ દૂર કરવા શક્તિશાળી છીએ, કર્મવ્યાધિને નહીં. તેમની આવી વાત સાંભળીને ત્રાષિએ પિતાના મુખમાંથી ચૂંક કાઢીને તેને પિતાની એક આંગળી ઉપર લગાડયું. ગૂંકને આંગળી ઉપર લગાડતાંજ તે રેગથી પિડાતું સઘળું શરીર સુવર્ણ મય થઈ ગયું અને સઘળા રે ગ મટી ગયા. મુનિરાજનો આ પ્રકારનો પ્રભાવ જ્યારે દેવોએ જે તે તેમની સહનશક્તિથી તેઓ ઘણુ જ ખુશી થયા, અને ઈન્દ્રના વચન ઉપર વિશ્વાસ કરીને અને મુનિ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૬૨