________________
સ્નાન કર્યું અને ત્યારપછી સઘળાં આભૂષણેા પહેર્યાં. સંપૂર્ણ પણે સુસજ્જત બનીને પછીથી તે રાજસભામાં આવી સ'હાસન ઉપર બેસી ગયા. એ પછી તેણે પ્રતિહારને આવેલા તે બન્ને બ્રાહ્મણાને ખેલાવી લાવવા જણાવ્યું. પ્રતિહારે મન્નેને મેલાવ્યા તેથી તેએ સામે આવ્યા. અને સિંહાસન ઉપર બેઠેલા રાજાને તેમણે જોયા. જોતાંજ નાક અને મેહુ બગાડતાં તેમણે કહ્યુ, અહે મનુષ્યનું રૂપ, લાવણ્ય અને યૌવન ક્ષણભરમાં જોતજોતામાં વિનિષ્ટ થઈ જાય છે. તેમના આ પ્રકારનાં ખેખિન્ન રીતે કહેવામાં આવેલા વચનાને સાંભળીને ચક્રવતી એ તેમને કહ્યુ, કહે! શું વાત છે, શા માટે તમે લેાકા મારા શરીરની આ પ્રકારે નિદા કરી રહ્યા છે ? તેમણે ચક્ર વી ના વચનાના પ્રત્યુત્તરમાં કહ્યું, રાજન્ ! દેવેનું રૂપ યૌવન અને લાવણ્ય પ્રથમ અવસ્થાથી લઈને ભછમડિનાની છેલ્લી ઘડીએ પહેલાં એકસરખુ` રહે છે. તે યાવતજીવ હિયમાન નથી. પરંતુ આપનું આ શરીર એવું નથી. થેાડા વખત ઉપર આપનું રૂપ લાવણ્ય વિશિષ્ટ પ્રકારનું હતુ. તેવું અત્યારે નથી. રાજાએ તેમની વાત સાંભળીને કહ્યુ, આ વાત કઇ રીતે તમે જાણી ? આને ઉત્તર આપતાં તેમણે કહ્યુ કે, થૂકીને આપ એની પરીક્ષા કરી. રાજાએ એ પ્રમાણે કર્યુ”, શૂકીને જોયુ તો એમાં કૃમિ જીવાતા થોકબંધ જોવામાં આવી. બાદમાં કેયૂરાતિથી વિભૂષિત પાતાની અને ભુજાઓને તેમ જ હાર આદિથી વિભૂષિત વક્ષસ્થળને વિવષ્ણુ જોઈને ચક્રવર્તી એ વિચાર કર્યો કે સંસારની કેવી અનિત્યતા છે ? શરીરની પશુ અસારતા છે, મારૂ' જે શરીર ત્રિભુવનમાં સુ ંદર હતું તે આટલા થાડા જ સમયમાં વિવણું થયેલું ષ્ટિએ પડે છે. આથી આ સંસારમાં મનુષ્યની આસક્તિ જ અયુક્ત છે. શરીરના મેાહનું કારણ અજ્ઞાનભાવ છે. રૂપ અને યૌવનનુ અભિમાન કરવું એ મનુષ્યની મેટામાં માટી નિમ ળતા છે. લામાનું આ સેવન એક પ્રકારના ઉન્માદ છે. પરિગ્રહ ગ્રહની માફક ભયંકર દુઃખને આપનાર છે. આથી એ સંઘળાના પરિત્યાગ કરીને પરલોકમાં હિતસાધક સયમ જ સર્વ પ્રકારથી સેવન કરવા ચેાગ્ય છે. આવા વિચાર કરીને ચક્રવતી એ પેાતાના ચંદ્રસેન નામના પુત્રના રાજ્યગાદી ઉ૫૨ અભિષેક કરીને પ્રવ્રજ્યા ધારણ કરવાની પ્રવૃત્તિ શરૂ કરી દ્વીધી. આ વાત જ્યારે એ બ્રાહ્મણ વેશધારી દેવાએ જાણી તા તેએ ચક્રવતી ની પ્રશંસા કરતા કહેવા લાગ્યા કે, ધન્ય છે આપને કે, આપે આપના પૂર્વજોના પગલાનું અનુકરણ કર્યું છે. ભરત ચક્રવતીએ પણ આજ પ્રમાણે કરેલ હતુ. આ પ્રકારની પ્રશંસા કરીને તે દેવ ચાલ્યા ગયા. પછીથી ચક્રવતી એ સઘળા પરિગ્રહના પરિત્યાગ કરીને વિજયધર આચાય ની પાસે દીક્ષા ધારણ કરી લીધી. મુનિ દીક્ષાથી યુક્ત થયેલા ચવતીની પાછળ સ્ત્રીરત્ન આદિ ચાદરત્ન, સઘળા સ્ત્રીસમાજ, સઘળા સામતવર્ગ,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૬૧