________________
સનકુમારે રાજ્યધુરા ગ્રહણ કર્યા પછી રાજ્યના કોષ (ખજાના)માં તેમ જ બળ (સૈન્ય)માં સારી એવી વૃદ્ધિ થવા લાગી, અને થોડા જ સમય પછી સનસ્કુમાર ચક્રવતી પદથી અલંકૃત બની ગયા. તેમણે સ્વચક અને પરચકના ભયને દૂર કરી સઘળા પ્રજાજનેનું ન્યાયનીતિ અનુસાર પાલન કરવાને પ્રારંભ કરી દીધા. નવનિધિ ચંદ રત્નની પ્રાપ્તિ પણ તેને થઈ ગઈ. ચકરત્ન દ્વારા પ્રદર્શિત માગ અનુસાર તેમણે ભરતક્ષેત્રના છએ ખડે ઉપર પિતાને વિજયધ્વજ ફરકાવી દીધા.
એક સમય સુધમસભામાં સૌધર્મેન્દ્ર અનેક દેવ અને દેવીઓની સાથે વાતચીત કરતાં પોતાના સિંહાસન ઉપર બેઠેલ હતા એટલામાં ઈશાન ક૯૫ને કોઈ એક દેવ તેમની પાસે આવ્યો. એ આવેલા દેવની દેવપ્રભાથી ત્યાં બેઠેલા દેવેની દેહપ્રભા સૂર્યના પ્રકાશથી ચંદ્ર તારાઓ વગેરે જેમ ઝાંખા પડી જાય તેવી દેખાવા લાગી. ત્યાં આવતાં જ તેમણે સૌધર્મેન્દ્રને નમન કર્યું અને પિતાના સ્થાન ઉપર ચાલ્યા ગયા. તેમના જવા પછી ત્યાં બેઠેલા દેએ સૌધર્મેન્દ્રને પૂછયું, સ્વામિન! કયા કારણથી એ આવેલા દેવની દેહપ્રભા એટલી ઉજજવળ હતી? સૌધર્મેન્દ્ર પ્રત્યુત્તરમાં કહ્યું કે, હે દેવે! તેણે પૂર્વભવમાં અખંડ આચાર્લીવ્રતનું આરાધન કરેલ છે. તેના પ્રભાવથી જ એના દેહની આ ક્રાન્તિ થયેલ છે. દેવોએ ફરીથી ઈન્દ્રને પૂછયું, શું આવી ઉત્કૃષ્ટ દેહપ્રભાવાળા બીજા પણ કોઈ છે? જે એમની સમાનતા કરી શકે ? ઈન્ડે કહ્યું, હા છે. હસ્તિનાપુરમાં કુરૂવંશમાં જન્મેલ સનસ્કુમાર ચક્રવર્તી એવા છે, તે પિતાની દેહપ્રભાથી સમસ્ત દેવોની દેહપ્રભાને ફિકકી પાડે છે. આ પ્રણાણે ઇન્દ્ર કહેલ વાત ઉપર વિશ્વાસ ન કરવાવાળા બે દેવે વિજય અને વિજયંતે બ્રાહ્મણને વેશ લઈને સનસ્કુમારની દેહપ્રભાનું નિરીક્ષણ કરવાનો વિચાર કર્યો. તેઓ બ્રાહ્મણને વેશ લઈ હસ્તિનાપુર આવ્યા. આ બ્રાહ્મણ દેવની વિશિષ્ટ તેજસ્વીતા જોઈને “આ કઈ વિશિષ્ટ વ્યક્તિ છે” આ વિચાર કરી પ્રતિહારોએ તેમને ચક્રવર્તીને મહિને લમાં પ્રવેશ કરાવ્યો અને ચક્રવર્તીની પાસે પહોચાડયા. રાજાની પાસે પહોંચીને એ દેવોએ તે સમયે રાજાને તેલનું મર્દન કરતાં જોયાં. ઈન્દ્ર ચક્રવર્તીના રૂપની જે પ્રશંસા કરેલ હતી તેથી પણ વધારે રૂપરાશીને જોઈને બન્ને દેવે વિસ્મય થયા. તેમને જોઈને ચક્રવતીએ પૂછયું, કહો ! આપનું આગમન કયા કારણે થયું છે? બ્રાહ્મણ વેશધારી એ દેવોએ ચકવર્તીને કહ્યું, હે રાજન ! આપના સૌદર્ય વિશે અમે સાંભળ્યું છે કે ત્રિભુવનમાં તે સર્વશ્રેષ્ઠ છે. જેથી તેને જોવાની ઈચ્છાથી અમે અહીંયા આવેલ છીએ. તેમના આ વચન સાંભળીને રૂપથી ગર્વિત થયેલ ચક્રવતીએ તેમને કહ્યું-બ્રાહ્મણેઆ સમય મારું શું રૂપ છે કે જેને આપ જોઈ રહ્યા છે? મારૂં રૂપ એ સમયે જેવું કે જે સમયે હું વિભૂષિત શરીરવાળે બનીને સભામંડપમાં જાઉં. ચક્રવતીનું વચન સાંભળીને “વિમસ્તુ' કહીને તે બને બ્રાહ્મણ રાજનિદિષ્ટ સ્થાનમાં બોલાવવાની પ્રતીક્ષા કરતા જઈને બેસી ગયા, રાજાએ સવિધિ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૬૦