________________
ક્રિત થયેલ સુનંદા અને સંધ્યાવલીને સાથે લઈને પછી આ પુત્ર ત્યાંથી ચદ્રવેગ આદિ વિદ્યાધરાની સાથે વૈતાઢયગિરિ ઉપર પહોંચ્યા. ત્યાં સઘળા વિદ્યાધરાએ મળીને આ પુત્રને વિદ્યાધરોના ચક્રવર્તીપદ ઉપર સ્થાપિત કર્યા.
એક સમયની વાત છે કે, મારા પિતા ચદ્રવેગે આ પુત્રની પાસે જઇને કહ્યું કે, હે કુમાર! અર્ચિમાલી જ્યોતિષીએ મને એવું કહેલ છે કે, ભાવી ચક્રવર્તી સનત્કુમાર તમારી સેા પુત્રીએના પતિ બનશે. જ્યારે એ મહાબાહુ અહીં માનસાવર ઉપર એક મહિનામાં આવશે અને આવીને તે અસિતાક્ષ યક્ષને પરાજીત કરશે. આ કારણે હું કુમાર! બકુલમતિ આદિ મારી સેા પુત્રીએને આપ સ્વીકાર કરી મને ધૃતા કશે. આ પ્રમાણે મારા પિતાએ જ્યારે આ પુત્રને કહ્યું ત્યારે આ પુત્રે અમે સઘળી બહેનેાની સાથે ઘણા જ ઉત્સાપૂર્વક વિવાહ કર્યા. જ્યારથી અમારી સાથે આ પુત્રના વિવાહ થયેલ છે ત્યારથી આ પુત્ર વિવિધ કળાઓમાં ચતુર વિદ્યાધરીએની સાથે આનંદપૂર્વક પેાતાનેા સમય વિતાવી રહેલ છે. સઘળા વિદ્યાધરેન્દ્ર તેમના ચરણુકમળની સેવા કરવામાં તત્પર રહે છે. આજે અમે સઘળાની સાથે વનક્રીડા કરવા માટે આ પુત્ર અહી આવેલ છે અને એજ સમયે ભાગ્યવશાત આપના અહીં પર સમાગમ થઈ ગયા.
આ પ્રકારે મહેન્દ્રસિંહને બકુલમતી સનત્કુમારની કથા સંભળાવી રહી હતી હતી તે સમયે સનત્કુમાર પણ આરામ લઇને બહાર આવી પહોંચ્યા, અને પછી મહેન્દ્રસિ'ને સાથે લઈ સપરિવાર તે વૈતાઢયની તરફ્ ચાલી નીકળ્યા.
એક સમયની વાત છે કે, મહેન્દ્રસિ ંહે ચેાગ્ય સમય જોઈને કુમારને કહ્યું, હૈ કુમાર ! આપના માતાપિતા આપના વિરહથી દુઃખી થઈ રહ્યાં છે. આ કારણે આપ એવુ કરેા કે ઘેર ચાને આપ એમને મળેા કે જેનાથી એમને વિષાદ દૂર થાય અને તેમના ચિત્તમાં પ્રસન્નતા આવી જાય, મહેન્દ્રસિંહના આ પ્રકારનાં વચન સાંભળીને કુમાર એજ સમયે ત્યાંથી વિમાન, હાથી, ઘેાડા, વાહન આદિથી સજ્જ બનીને વિદ્યાધર વૃન્દની સાથે પોતાની પત્નીએને સાથમાં લઇને ગગન મા થી હસ્તિનાપુરની તરફ ઉપડયા. ઘેાડા જ વખતમાં હસ્તિનાપુર પહોંચી ગયા. કુમારના આગમનથી સઘળા નગરજનામાં હર્ષોંની લહેર દોડવા લાગી, એની અપાર વિભૂતિ તેમ જ સ્ત્રીએની પ્રાપ્તિ અને સાથે આવેલા વિદ્યાધરાના પિરવારને જોઈ સહુ કાઈ વાહવાહ પેાકારવા લાગ્યા. માતાપિતાએ ભારે મમતાથી કુમારને છાતી સાથે ચાંખ્યા, આથી તેમ નામાં જાણે કોઈ નવીન ચેતના આવી ગયેલ હોય તેવે ભાસ સહુ કોઇને થવા લાગ્યા. નગરભરમાં ઉલ્લાસ જ ઉલ્લાસ જણાવા લાગ્યા. નગરજનાએ ભારે ઉત્સાહ મનાવ્યે અને રાજા અશ્વસેને ભારે સમારંભની સાથે કુમારને રાજ્યાભિષેક કર્યો. કુમારના મિત્ર મહેન્દ્રસિંહને સેનાપતિપદે સ્થાપવામાં આવ્યા. બાદમાં રાજા રાણી બન્નેએ ધમઘાષ મુનિની પાસે જઈ દીક્ષા ધારણ કરી અને પેાતાના મનુષ્યભવને સફળ બનાવ્યે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૫૯