________________
અને તરસથી વ્યાકુળ બની ગયે. ત્યારે ઉભો રહી ગયે. કુમાર તેના ઉપરથી નીચે ઉતરી પડ્યા અને ઘોડે એ પછી તુરતજ ભૂખ તરસની વ્યાકુળતાને લઈને પડીને મરી ગયો. કુમારે તે સમયે ત્યાંથી ચાલવા માંડયું તેને ભૂખ અને તરસ સતાવી રહેલ હતી આથી તે ચાલતાં ચાલતાં એક શીતળ વૃક્ષની છાયા તળે જઈને બેસી ગયા. આ સમયે તે વૃક્ષ ઉપર રહેવાવાળા એક યક્ષે આર્યપુત્રના પુણ્ય પ્રભાવથી પ્રેરીત બની તેનો વિમલ શીતળ જળથી અભિષેક કર્યો અને પાણી પણ પાયું. પછી જ્યારે આર્યપુત્ર સ્વસ્થ બન્યા ત્યારે તેણે તે યક્ષને કહ્યું કે, હે ઉર કારક ! કહો તમે કોણ છો અને આ પાણી કયાંથી લાવ્યા ? કુમારને તેણે કહ્યું કે, હું આ વૃક્ષ ઉપર રહેવાવાળે યક્ષ છું અને મારું નામ અસિતાક્ષ છે. હે પુણ્યશાળી ! આપના માટે આ નિર્મળ પાણી હું માનસરોવરમાંથી લાવ્યું છું. યક્ષની આ વાત સાંભળીને કુમારે તેને ફરીથી કહ્યું કે, હે મિત્ર તમે મને અભિષિક્ત સિંચિત કર્યો તે ઠીક, પરંતુ હું પોતે જ્યાં સુધી માન સરોવરમાં સ્નાન ન કરૂં ત્યાં સુધી મારે તાપ શાંત થઈ શકશે નહીં. કુમારની વાત સાંભળીને યક્ષે તેને માનસરવર ઉપર લઈ ગયા. કુમારે ત્યાં પહોંચીને સ્નાન કર્યું જેથી તેનામાં રેવસ્થતા આવી ગઈ. સ્નાનથી નિવૃત્ત થઈ તે સરોવરમાંથી બહાર નિકળવાની તૈયારીમાં હતા. એ વખતે યક્ષના મનમાં વિચાર આવ્યું કે, આ તે મારે પૂર્વભવનો વેરી છે, જેથી બદલે લેવાનો આ ખરેખરો સમય છે. એવો પિતાના મનમાં વિચાર કરી તેણે કુમારની સામે લાલ આંખ કરીને એક વૃક્ષ ઉખાડીને ફેંકયું. કુમારે જ્યારે પિતાના ઉપર વૃક્ષને પડતાં જોયું તે તેણે બંને હાથ લાંબા કરીને તેને અદ્ધર જ ઝીલી લીધું. આ જોઈ યક્ષે ચારે દિશાઓને ધૂળના ગોટેગોટાથી ભરી દઇને આગના ભડકા જેવું કરાળમુખ ધરાવતા તથા ભયંકર અટ્ટહાસ્ય કરવાવાળા એવા પિશાચને પિતાની વૈક્રિયશક્તિના પ્રભાવથી ઉત્પન્ન કરી બતાવ્યા. આ સમયે પણ આર્યપુત્ર એ માયાવી માયાથી ન ડગતાં નિર્ભયતાથી ઉભા રહ્યા. આ પછી યક્ષે આયપુત્રને નાગપાશથી બાંધી લીધા. પરંતુ હાથી જે પ્રમાણે જુના દોરડાઓને તેડીને ફેંકી દે તે તેવી રીતે એ નાગપાશને આર્યપુત્રે તેડી નાખ્યાં. યક્ષે આર્યપુત્ર ઉપર હાથથી જુલમ ગુજાર શરૂ કર્યો પરંતુ આયપુત્રે પણ તેનો એજ સજજડ સામનો કર્યો કે જેથી ઉલટ યક્ષનેજ સહન કરવું પડયું. તે પછી લેઢાની ગદાના પ્રહારે તેણે રાજકુમાર ઉપર કરવા માંડ્યા. જેથી રાજકુમારે પણ એક ચંદન વૃક્ષને ઉખાડીને પક્ષના ઉપર ફેંકયું. એ ચંદન વૃક્ષના આઘાતથી યક્ષ નીચે પટકાઈ પડે. ઘોડો વખત અચેતન હાલતમાં તે જમીન ઉપર પડી રહ્યો આ પછી સચેત બન્યો અને તેણે આર્યપુત્ર ઉપર એક પર્વત ઉપાડીને ફેંકયે. આ પર્વતના ભાર તળે તે થોડા દબાયા અને થોડી ચોટ પહોંચી. પરંતુ સ્વસ્થ થઈને પછીથી બને બાથંબાથી કરવા લાગ્યા. લડતાં લડતાં જ્યારે બન્ને સમાનતાએજ રહ્યા. કોઈ હાર્યું નહીં. ત્યારે કુમારના હાથમાં એક લોઢાનું મુદ્દગળ (ગદા) આવી જતાં એનાથી યક્ષને એ માર્યો કે, ભયંકર આંદીના વેગથી જેમ વૃક્ષ ઉખડીતે પડી જાય છે તેવી રીતે તે યક્ષ પડી ગયા અને અધમુ બની ગયે. જ્યારે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૫૫