________________
આ પ્રકારની યક્ષની સ્થિતિ થઈ ગઈ ત્યારે તે યક્ષ થેાડા સમય પછી ત્યાંથી ઉઠીને રાતા રાતા ચાલતા થઈ ગયા અને પછી પાછા રૃખાયે! નહીં,
આ પુત્રના આ વિજયથી પ્રસન્ન થઈ અગાઉથીજ યુદ્ધને જોવાની અભિલાષાથી ઉપસ્થિત થયેલા દેવાએ અને વિદ્યાધરાએ માળીને એમના ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને પ્રશ'સા કરી. ત્યાંથી વિજય મેળવીને કુમાર પ્રિયસંગમ નામની વિદ્યાધરનગરીમાં ગયા. ત્યાં પહોંચતાંજ કુમારને ભાનુવેગ નામના વિદ્યાધરે પેાતાની કન્યા અર્પણ કરી. ત્યાંથી કુમાર ચાલી નીકળ્યા અને ઘેાડે દૂર જઈને તેઓએ પર્વત શિખર ઉપર મણીમયસ્ત ભાથી શોભતા અને સુધાર્થી દૈદિપ્યમાન એવા સાતમાળવાળા એક દિવ્ય ભવનને જોયું. એને જોઈને તે “આ શુ છે ?” એવા વિચાર કરીને તેની પાસે પહોંચ્યા તે ત્યાં એક સ્ત્રીના રૂદનનો અવાજ તેના કાને અથડાયા કે જે ઉપરક્ત ભવનની 'દરથી આવી રહેલ હતા અવાજ પેાતાના કાને અથડાતા જ કુમાર ઘણી ઉત્તાવળથી એ ભુવનની અંદર જઇ પહેાંચ્યા અને એક પછી એક મજલા ચઢીને છેલ્લા મજલા ઉપર જઈ પહાંચ્યા. ત્યાં તેમણે એક વિલક્ષણ ઘટના જોઈ. તે એ હતી કે, ત્યાં એક સુંદર એવી કન્યા વિલાપ કરતાં કરતાં ખેલતી હતી કે, “હું ત્રણ લાકમાં ઉત્કૃષ્ટ કુરૂવંશના સૂર્ય સનકુમાર જન્માંતરમાં તમે મારા પતિ ખનો” આ સ્થિતિને જોઈને કુમારે મનમાં વિચાર કર્યો કે, આ કાણુ છે કે, જે મારૂ સ્મરણ કરી રહેલ છે ? આ પ્રકારે વિચારીને કુમાર કરૂણ દરથી વિલાપ કરતી એ કન્યાની પાસે જઈને કહેવા લાગ્યા કે, હે ભદ્રે ! તમા કાણુ છે, અને સનકુમારની સાથે તમારે ચા સબંધ છે, તમે કયા દુઃખથી પીડિત થઈને તેને વારંવાર યાદ કરીને રાઇ રહેલ છે ? કુમારે જ્યારે એ કન્યાને આ પ્રમાણે પૂછ્યું તા તે ખૂબજ વિસ્મય પામી અને એકદમ ઉભી થઈ ગઈ અને કુમારને બેસવા માટે આસન આપ્યું. હસીને પછીથી તે તેને કહેવા લાગી, હે કુમાર ! મારૂ નામ સુનંદા છે. હું... સાકેતપુરના અધિપતિ સુરાષ્ટ્ર રાજની ચંદ્રકળા નામની પત્નીથી ઉત્પન્ન થયેલ છું. બાલ્યકાળથી હું મારા માતાપિતાના નયનોને તિ બનાવતી રહી છું. તેઓએ મને પ્રત્યેક કળાઓમાં નિપુણ બનાવેલ છે. ત્યાં સુધીકે, કળાઓને શીખતાં શીખતાંજ હું યુવાન બની ગઈ. તેઓએ જ્યારે મને આ અવસ્થામાં જોઈ એટલે મારાં લગ્ન માટે તેમને ભારે ચિંતા થવા લાગી. “આના પતિ કેણુ બનશે !” આ વિચારથી તે મને રાજાઓની છબીઓ મંગાવીને બતાવવા લાગ્યા. પરંતુ જે પ્રમાણે સુકા કુલમાં ભમરીનુ ચિત્ત લાગતું નથી, એ પ્રમાણે મારૂ ચિત્ત પણ એ છબી જોતાં સ ંતુષ્ટ ન થયું. એક દિવસની વાત છે કે, કેાઈ જોશીએ મારા પિતાની પાસે આવીને એવું કહ્યું કે, “તમારી પુત્રીના પતિ સનત્કુમાર થશે” મે પણ તેની એ વાત સાંભળીને એજ સમયથી સનત્યુમારને મારા હૃદયના દેવ તરીકે સ્થાપિત કરેલ છે.
એક દિવસ રાત્રે હું મારા શયનભૂવનમાં સૂતેલી હતી. સવારના ઉઠીને જોઉ છું તે આ ભવનમાં હું આવી પડેલી હોવાનું જણાયું. મારી આ સ્થિતિ જોઇને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૫