________________
જ્યારે યુવાવસ્થા સંપન્ન થયા ત્યારે માત પિતાએ એ બન્નેના વિવાહ કરી દીધા. જ્યારે એ બન્નેના વિવાહનું કાર્ય સારી રીતે સંપૂર્ણ થયું, અને એ બને આનંદપૂર્વક રહેવા લાગ્યા ત્યારે પિતા છતશત્રુ અને સુમિત્રે મળીને એક દિવસ એવે વિચાર કર્યો કે, આ બન્ને જણ હવે રાજ્યધુરાનું વહન કરવામાં સમર્થ છે આથી આપણું બને માટે એ ઈચ્છનીય છે કે, રાજ્યધુરાનો ભાર એ બને કુમારને સેંપી આપણે દીક્ષિત બની જઈએ. જ્યારે આ બન્ને જણા એ વિચાર કે થયે ત્યારે તે બન્ને જણાએ અજીતને રાજગાદી, તથા સગરને યુવરાજ પદ પ્રદાન કરી એકી સાથે મુનિ દીક્ષા ધારણ કરી. અજીત કુમારે રાજ્ય શાસનનો ભાર ઘણું જ બુદ્ધિમત્તાથી સંભળ્યિો અને ચલાવ્યું. તેમણે પિતાની પ્રજાનું પોતાનાં સંતાનની માફક પાલન કર્યું. જ્યારે તીર્થ પ્રવર્તનનો સમય આવ્યો ત્યારે પિતાના સ્થાન ઉપર યુવરાજ સગરને સ્થાપિત કરી અજીત કુમારે પણ જીન દીક્ષા ધારણ કરી. તપસ્યાની આરાધના કરીને તથા તીર્થંકર પદને આશ્રિત કરીને ધર્મચકને પ્રવર્તાવતાં એ અજીતકુમાર તીર્થકર ભૂમંડળમાં વિહાર કરવા લાગ્યા.
આ તરફ સગર રાજા ચૌદ રત્નના અધિપતિ બનીને છ ખંડ ધરતી માંહેના ભરત ક્ષેત્રને પિતાના આધિન કરીને ચક્રવતી પદનો ઉપગ કરતા પિતાની પ્રજાનું ભલી રીતે પાલન કરવાનું શરૂ કર્યું. સગર ચક્ર તને સાઠ હજાર પુત્રો હતા આ સઘળામાં જે જયેષ્ઠ પુત્ર હતા તેનું નામ જહૂકુમાર હતું. તેણે વિનયાદિ ગુણોથી પિતા સગર ચક્રવતીને પિતાના તરફ આકર્ષ્યા હતા. સગર ચક્રવતીએ એક દિવસ જકુમારને કહ્યું કે, જે તમને રૂચે તે વરદાન મારી પાસેથી માગી . પિતાની આ વાતને પ્રત્યુત્તર આપવા માટે જહુનુકુમારે એવું કહ્યું કે, કદાચ આપ સંતુષ્ટ થઈને મને આપવા માટે તૈયાર છે તે મારી ઈચ્છા છે કે, હું ચૌદરત્ન થી યુક્ત બની સઘળા ભાઈઓને સાથે લઈ સૈન્ય સહિત આ ભૂમંડળ ઉપર ફરું જ હુનું કુમારની આ પ્રકારની વાત સાંભળીને સગરચક્રવર્તીએ કહ્યું કે, “તમારી ઈચ્છા મુજબ વર્તા” આ પ્રમાણે તેની વાતને સ્વીકાર કરી અનુમતી આપી. જહનુકુમાર પણ સૈન્યને સાથે લઈ પોતાના ભાઈઓની સાથે ભૂમંડળના પરિભ્રમણ માટે નીકળ્યો. ફરતાં ફરતાં તેણે ભૂમિના મોટાં મેટાં આશ્ચર્ય જોયાં જેમ જેમ તે આગળ વધવા માંડયા તેમ તેમ તેને ઘણી એવી વાતનો અનુભવ થવા લાગ્યા. ચાલતાં ચાલતાં તે એવે સ્થળે પહોંચ્યા કે જે જગ્યાએ હૈમ નામને પર્વત અડગપણે ઉભેલ હતે. તેણે ત્યાં પહોંચતાં જ પર્વતની તળેટીમાં પિતાને પડાવ નાખે. અને ભાઈઓ સાથે પર્વત ઉપર ચડવાને પ્રારંભ કર્યો. પર્વતની શોભા જોતાં જોતાં જ્યારે તે આગળ વધી રહેલ હતા ત્યારે સહસા તેના મનમાં વિચાર આવ્યો કે, કદાચ કોઈ સમય કેઈ આ શોભા નષ્ટ ન કરી દે એટલા માટે આ પર્વતની રક્ષા નિમિત્તે કાંઈક બંદોબસ્ત કર જોઈએ. આ વિચાર કરી તે ભાઈઓની સાથે પર્વત ઉપરથી નીચે ઉતરી આવ્યા. અને પર્વતની ચારે દિશાઓમાં દંડરત્નથી તેણે સઘળાની સાથે ખાઈ દવાનો પ્રારંભ કર્યો. ખેદતાં ખોદતાં વિશેષ ભૂમિની નીચે પહોંચી ચૂકયા ત્યારે ભૂમિની નીચે રહેલા જવલનપ્રભ નાગરાજ પિતાના નાગલોકને ગભરાયેલા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૪૫