________________
આકુળ-વ્યાકુળ જોઈને ક્રોધના આવેશમાં આવી ગયા. ક્રોધના આવેશમાં આવીને નાગરાજે કહ્યું, અરે મૂર્ખાઓ! તમે સઘળા આ શું કરી રહ્યા છે? શું મરવ ની ઇચ્છા છે? નાગરાજને જયારે આ પ્રમાણે ક્રોધના આવેશથી ભરેલા જોયા ત્યારે સઘળાઓએ તેને શાન્ત કરવાના આશયથી ઘણું વિનયની સાથે તેને કહેવા લાગ્યા, હે નાગરાજ ! અમારા આ અપરાધને આપ ક્ષમા કરે. તથા પ્રસન્ન થાઓ. અને આપના કોધના આવેશને શાંન્ત કરવાની કૃપા કરે. અમે જે આ કા મને આરંભ કર્યો છે તેને હેતુ ફક્ત હેમપર્વતની રક્ષા કરવી એજ માત્ર છે. આમાં જે આપની અપ્રસન્નતા થાય છે તે અમે આ કામ બંધ કરી દઈએ. આગળ આવું કરીશું નહીં. યુવરાજ આદિ કુમારનું આ પ્રકારનું વચન સાંભળીને નાગરાજને કપ ઉતરી ગયે. શાંત બનીને તેમણે કહ્યું, ઠીક છે. હવે તમે સઘળા અહીંથી ચાલ્યા જાવ. હું તમારું અનિષ્ટ કરવા ચાહતે નથી. કેમ કે, તમે સઘળા ચક્રવતીના પુત્ર છે. નાગરાજનું આ પ્રકારનું વચન સાંભળીને એ સઘળાએ પરિખાથી બહાર નીકળી આવ્યા અને બહાર આવીને જહનુકુમારે ભાઈઓને કહ્યું કે, જો કે, આપણે
દેલી ખાઈ ઓળંગવી દુર્લભ બની ગયેલ છે છતાં પણ આની શોભા જળ વગર સુંદર ન દેખાય જે કદાચ એ ખાઈ આવીને આવી જ રહે તે કદી કદી એ ધૂળ માટી આદિથી ભરાઈ જવાની અને એ કારણે આપણો પરિશ્રમ વ્યર્થ થઈ જવ નો આથી આને જે ગંગાજળથી ભરવામાં આવે તે ઘણું જ સારું થાય. જકુમારની આ વાત સાથે બધા સહમત થયા. જહુનુકુમારે દંડરનથી ગંગાના એક કિનારાનું ભેદન કરીને એના જળથી એ ખાઈ ભરી દીધી. જયારે એ ખાઈ પાણીથી ભરાઈ ગઈ ત્યારે નાગરાજે એ પાણીના આવેગથી નાગકને આકુળ વ્યાકુળ બનેલું જોયું અને તુરત જ નાગરાજે બહાર આવીને રાજકુમાર તરફ કોપયુક્ત બનીને કહેવા માંડયું રે મૂર્ખાઓ! એક વખત મેં તમારે અપરાધ ક્ષમા કરી દીધા પરંતુ તમે પિતાના સ્વભાવને છોડતા નથી. સમજાવવા છતાં પણ તમે અપરાધ કરવાથી રોકાતા નથી. આથી તમારા કરેલાનું ફળ ભોગવે. એવું કહીને નાગરાજે દષ્ટિવિષ સને મોકલ્યા. એ સર્ષોએ એજ વખતે પોતાના નેત્રની અગ્નિજવાળાથી બાળીને ખાખ કરી દીધા. ભરિમભૂત થયેલા કુમારને જોઈને સૈન્યમાં હાહાકાર મચી ગયો. સઘળા સૈનિકોએ વિચાર કર્યો, કે જુઓ ! અમારે લેકેની હતભાગ્યતા સઘળા કુમારો મરી ચૂક્યા છે એમાંથી એક પણ બાકી બચેલ નથી. હવે ચકવતીને માટે વજપાત સમાન આ વૃત્તાંતને તેમની પાસે જઈને કઈ રીતે કહી શકાય ? આથી સહુથી સારી વાત તો એ છે કે, આપણે સઘળા પણ અહીંજ ચિતા ખડકીને બળી મરીએ. આ પ્રકારને વિચાર કરીને તે સઘળા લેકે એ ચિતા તૈયાર કરી તેમાં પ્રવેશ કરવાની તયારી કરી રહેલ હતા એ સમયે ત્યાં એક બ્રાહ્મણ આવી પહોંચે. તેણે પેલા લોકોને ચિતામાં જીવતા બળી મરવાની તૈયારી કરતા જોઈને તે બ્રાહ્મણે તેમને કહ્યું-કહો શું વાત છે ? તમે જીવતા બળી મરવાની તયારી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
४६