________________
પાસે પહોંચી નમસ્કાર પૂર્વક કહેવા લગ્ય પ્રભુ! આ ૫ મારા ઉપર ઘણી જ કૃપા કરીને સ્વયં અત્રે પધાર્યા છે. હું ચાહું છું કે, આપ મારી આ પુત્રીને સ્વીકાર કરી મને અનુગૃહીત કરો. પ્રસેનજીતનાં આ પ્રકારનાં વચનને સાંભળીને પ્રભુએ તેમને કહ્યું હે રાજન ! પિતાની આજ્ઞાથી આપની રક્ષા કરવા માટે જ હું અહી આવેલ છું આપની પુત્રીની સાથે વિવાહ કરવા માટે આ વેલ નથી. પાર્શ્વ કુમારના આવાં વચન સાંભળીને પ્રસેનજીતે મનમાં એ વિચાર કર્યો કે, આ કુમાર મારા કહેવાથી મારી પુત્રીને સ્વીકાર કરશે નહીં. આથી એના પિતાને આ વિષયમાં કહેવું જોઈએ. આમ થવાથી તેઓ મારી પુત્રીને સ્વીકાર કરી શકશે આ પ્રમાણે વિચાર કરીને પ્રસેનજીતે પાકુમારને કહ્યું હે સ્વામીન! આપના પિતાએ મારા ઉપર ભારે ઉપકાર કર્યો છે. એ કારણે હું એમના દર્શન માટે સપરિવાર આપની સાથે આવવા ચાહું છું. પ્રસેનજીતના આ પ્રકારના આગ્રહથી પ્રાર્ધ કુમારે તેમને પિતાની સાથે ચાલવાની આજ્ઞા આપી. પ્રભુની આજ્ઞા મળતાં પ્રસેનજીત પિતાની પુત્રી વગેરેને સાથે લઈ તેમની સાથે વારાણસી પહોંચ્યા. પ્રભુ પિતાને પ્રણામ કરી પોતાના સ્થાને ચાલ્યા ગયા. આ પછી રાજા પ્રસેનજીત અશ્વસેન રાજાને જઈને મળ્યા. અને નમસ્કાર કર્યા. અશ્વસેન રાજા પણ ઉભા થઈને તેમને ભેટયા, અને પોતાના અરધા આસન ઉપર બેસાડીને કુશળ સમાચાર પૂછયા અને પછીથી આવવાનું કારણ પૂછય પ્રસેનજીતે કુશળસમાચાર જણાવતાં કહ્યું કે, મહારાજ ! જેના આપ જેવા સોયર્થ શકિતશાળી રાજા રક્ષક છે તેની અકુશળતા કઈ રીતે હેઈ શકે? આપની કૃપાથી સર્વ પ્રકારની કુશળતા છે. પરંતુ આપની સેવામાં આવવાનું કારણ મારો પોતાને એમાં એક અગત્યને સ્વાથ છે અને તે એ છે કે, આપ મારી પુત્રી પ્રભાવતી પાર્શ્વનાથ કુમારમાં અનુરકત થઈ રહી છે. તે આપ મારી આ પુત્રીને પાર્શ્વનાથે કુમારના માટે સ્વીકાર કરે, પ્રસેનજીતનાં આ પ્રકારનાં વચન સાંભળીને અશ્વસેન રાજાએ તેમને એવું કહ્યું કે, હે રાજન સાંભળે પાર્વકુમાર સંસારથી સર્વદા વિરકત બનીને રહે છે. છતાં પણ આપના સંતેષને માટે આપની પુત્રીની સાથે તેને પરણાવીરા. આવું કહીને અવસેન રાજાએ પર્વ કુમારને પોતાની પાસે બેલાવીને એવું કહ્યું કે, હે વત્સ! આ રાજાની પુત્રી સાથે તમે વિવાહ કરે. જે કે તમે બાલ્યકાળથી જ સંસારિક વ્યવહારથી અલિપ્ત રહ્યા છે. તે પણ મારા આ વચનેને તમારા જેવા વિવેકીએ માનવા જ જોઈએ. આ પ્રકારે પિતા તરફથી આગ્રહ પૂર્વક કહેવામાં આવવાથી પાશ્વકુમાર તેમની સામે કાંઈ પણ ના બેલ્યા આથી પ્રભુની સંમતિ જાણુને પ્રભાવતીને પાર્વપ્રભુની સાથે વિવાહ કરી દીધો.
એક દિવસની વાત છે કે, ભગવાન પોતાના મહેલના ઝરૂખામાં બેઠેલ હતા, ત્યારે તેમણે હાથમાં ફૂલોને લઈને નગરની બહાર જતા ઘણુ મનુષ્યને જોયા એ જોતા જ પ્રભુએ પોતાની પાસે ઉભેલા અનુચરને પૂછયું શું આજ કેઈ મહોત્સવ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૬૪