________________
કે, જેથી નગરજનો હાથમાં ફુલેને લઈને નગરની બહાર જઈ રહ્યાં છે. ભગવાનને આ પ્રમાણે પૂછવાથી અનુચરે કહ્યું સ્વામિન્ ! ઉત્સવ તે કઈ નથી પરંતુ નગરની બહાર ઉદ્યાનમાં કમઠ નામના એક મોટા તપસ્વી આવેલ છે. આથી તેના દર્શન માટે આ સઘળા લેકે જઈ રહ્યા છે. આ પ્રકારનાં અનુચરનાં વચન સાંભળીને પાર્શ્વકુમાર પોતાનાં માતા અને પરિવારના બીજા માણસો સાથે ત્યાં ગયા આ સમયે કમઠ ત્યાં પંચાગ્નિ તપસ્યા કરી રહેલ હતા. ત્યાં મોટાં મોટાં લાકડાં બળી રહ્યાં હતાં, અવધિજ્ઞાનથી બળી રહેલા એ લાકડામાં નાગ અને નાગણીનું એક જે ડું હોવાનું પાર્વપ્રભુએ જાણ્યું આથી પ્રભુનું હદય કરૂણાથી ભરાઈ આવ્યું. અને આથી તેમણે એ સમયે એવું કહ્યું કે, જુઓ! આ કેટલા આશ્ચર્યની વાત છે કે, તપસ્યા કરવા છતા પણ આ તાપસ જ્ઞાનથી વિહીન બની રહેલ છે. તેનું કારણ તેનામાં દયા ગુણને અભાવ છે, જે રીતે આંખે વગર મેઢાની શોભા નથી હોતી તે પ્રમાણે દયા વગર ધર્મની શોભા હેતી નથી. એ ધર્મ વાસ્તવિક ધર્મ નથી પરંતુ માત્ર ધર્માભાસ છે. પશુની માફક દયા રહિત એ આ કાયાનો કલેશ બિલકુલ નિષ્ફળ છે. આ પ્રમાણે પ્રભુનું કથન સાંભળીને કમઠ તાપસે તેમને કહ્યું રાજપુત્ર! આપ જેવા મનુષ્ય તો હાથીને શિક્ષણ આપવા વિ. કામમાં જ નિપુણ હોય છે, ધર્મમાં નહી. ધર્મમાં તે અમે મુનિ જન જ જાણતા હોઈએ છીયે કેમકે અમે સધળું જાણનારા હોઈએ છીયે આ પ્રકારનાં કમઠ તાપસનાં વચનને સાંભળીને એ અગ્નિકુંડમાં બળી રહેલા લાકડાને તેને બતાવીને કહ્યું-કહે આમાં શું છે ? તાપસે કહ્યું કે, એમાં કાંઈ પણ નથી. પછીથી પાશ્વકુમારે સેવકે પાસે અગ્નિકુંડમાં બળી રહેલા લાકડાને બહાર કઢાવી ઘણી જ સાવધાનીથી તેને ફડાવ્યું ફડાવતાં જ અગ્નિથી મૃત્યુના આરે ઉભેલ એવું નાગ નાગણીનું યુગલ નીકળ્યું પ્રભુએ એ બનેને નમસ્કાર મંત્ર સંભળાવ્યો તથા પલેકમાં પ્રસ્થાન કરી રહેલા એમને માટે ભાતા સ્વરૂપ પ્રત્યાઘાન આદિક પણ આપ્યું. ભગવાનના વચનોમાં પણ વિશ્વાસ કરવા વાળા એ બંનેમાંથી નાગને જીવ મરીને નાગકુમાર દેવેની જાતીમાં ધરણેન્દ્ર નામનો ઈદ્ર થયો તથા નાગણ પણ મરીને એ નાગકુમાર ઈન્દ્રની પ્રધાન દેવી પદ્માવતી થઈ. આ પછી જુઓ ! “આ કુમારનું વિજ્ઞાન કેટલું આશ્ચર્યકારક છે” એવું ત્યાં ઉપસ્થિત થયેલા લોકેએ કહેવા માંડયું. પ્રભુ પણ પિતાના અનુચરોની સાથે ત્યાંથી નીકળી પોતાના નિવાસ સ્થાને પહોંચી ગયા. કમઠ તાપસ આથી ખૂબ શરમાય. તો પણ તેણે બાળતપ તપવાનું છોડયું નહીં અને પ્રથમથી પણ વધુ કડક એવું તપ એ તપવા માંડે. આ બાળપને તપ મિથ્યાત્વમેહિ એ કમઠ બાળતપ કરતાં કરતાં મૃત્યુ પામ્ય, અને મરીને ભવનપતિઓમાં જઈને અસુરકુમાર જાતિનો દેવ છે. ત્યાં તેનું નામ મેઘમાલી પડયું.
એક સમયની વાત છે કે, ભગવાન પાર્શ્વનાથ પિતાના ઉધાનમાં ગયા હતા ત્યાં એકાન્તમાં બેસીને તેઓ નેમિનાથ ભગવાનના ચારિત્રને વિચાર કરવા લાગ્યા.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૬૫.