________________
THબ્રહ્મવાર લા ઝખમો વિદ્રત્ત આ બ્રહ્મચર્યસમાધી સ્થાનને નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવાવાળા ભિક્ષુ ગુરુ મુખથી સાંભળીને અને અર્થરૂપથી તેને હૃદયમાં ધારણ કરી, સંયમબહુલ બની જાય છે. સઘળા સાવઘ કર્મોને ત્યાગ કરવું એનું નામ સંયમ છે. આ સંયમની ઉત્તરોત્તર વિશુદ્ધ-વિશુદ્ધતર આદિ પરિણામ કમથી વૃદ્ધિ કરવી તે સંયમબહુલતા છે. અર્થાત્ –સકલસાવધવિરતિરૂપ સંયમના પરિણામેની આગળ જતાં હીનતા ન થવા પામે અને વૃદ્ધિ થતી રહે તેજ સંયમબહુલતા છે. જેનામાં તેજ હોય તેને સંયમબહુલતા કહે છે. જ્યારે આત્મામાં સંયમની બહુલતા આવે છે ત્યારે તે આત્મા સંવરબહુલ બની જાય છે. કર્મોના આગમનના ધારરૂપ જે પ્રાણાતિપાતાદિક પાપ છે તે જે પરિણામોથી રેકાઈ જાય છે એ પરિણામનું નામ સંવર છે અર્થાતુ-નવીન કર્મોના દ્વારનું ઢાંકણ એનું નામ સંવર છે. જે ભિક્ષ આત્મા સંવરની બહુલતાથી સદા યુક્ત હોય છે તે સંવર બહુલ છે. જ્યારે આત્મામાં સંવરની બહુલતા આવી જાય છે ત્યારે તે સમાધીબહુર્તે થાય છે. એ ભિક્ષનું ચિત્ત બીલકુલ સ્વસ્થ બની જાય છે. અશુભ સંકલ્પ વિકલા જ ચિત્તની અસ્વસ્થતા છે અને એ અશુભ સંકલ્પ વિકલ્પરૂપ અસ્વસ્થતા આસવના નિમિત્તથી થતી રહે છે. જ્યારે આત્મા આસવના અભાવરૂપ સંવરથી સહિત થઈ જાય છે ત્યારે તેમાં વિચારે દ્વારા અસ્વસ્થતા કેમ આવી શકે? અર્થાત્ આવી શકતી નથી. આ કારણે તે સમાધિબહલ છે ગુપ્તપદ એ પ્રગટ કરે છે કે તે ભિક્ષુ આત્મા મન વચન અને કાયા આ ત્રણેને સદા સુરક્ષિત રાખે છે. એને જરા પણ અસંયમસ્થાને તરફ જવા દેતાં નથી. ઈન્દ્રિયોમાં ફસાવાની વૃત્તિ જ્યારે સર્વથી શાંત બની જાય છે ત્યારે તે આત્મા પિતાના મિથુન વિરમણરૂપ બ્રહ્મભાવને નવ ગુપ્તિઓ દ્વારા સદા સુરક્ષિત રાખતા રહે છે. અર્થાત તે અખંડ બ્રહ્મચર્યના ધારક બની જાય છે. આ રીતે અપ્રમત્ત પ્રમાદના ભયથી નિમુક્ત થઈને સર્વકાળ મુક્તિ માર્ગમાં વિચરણ કરે છે.
ભાવાર્થ–સાધુ જ્યારે સહુ પ્રથમ બ્રહ્મચર્યનાં દશ સમાધિસ્થાનેને સાંભળે છે ત્યારે તે સવપ્રકારથી બ્રહ્મચર્યનું પરિપાલન કરવામાં સ્થિર બને છે કહ્યું પણ છે –
“सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं ।
उभयपि जाणइ सोच्चा, जं सेयं तं समायरे ॥" આત્મા સાંભળીને કલ્યાણ-પુણ્યને જાણી શકે છે. અને સાંભળીને જ અકલ્યાણ -પાપને જાણી શકે છે. તથા બને વાતને સાંભળીને જ જાણી શકે છે. આથી જેમાં પિતાનું શ્રેય હોય એમાં જ પ્રવૃત્તિ કરવી જોઈએ. દશવિધ બ્રહ્મચર્યસ્થાનના વગર સંયમમાં બહુલતા આદિ વાતે આવી શકતી નથી. કારણકે એ તેની અવિના ભાવિની છે. આ વાત પણ આજ સૂત્રથી બેધિત થાય છે. જે ૧
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩