________________
આ સમયે ત્યાં મણિશેખર વિદ્ય ધરના સેવકે પણ આવી પહોંચ્યા. શંખ મારે એમાંના બે સેવકોને શિબિર (પિતાની સેનાના પડાવ) ઉપર મોકલીને પોતાના સનિકોને હસ્તિનાપુર પહોંચી જવાની સૂચના મોકલી દીધી. તથા પિતાના માતાપિતાને એવા સમાચાર મોકલી આપ્યા કે, હું મારા મિત્રની સાથે આ સમયે મણિશેખર વિદ્યાઘરના નગરમાં જઈ રહ્યો છું તથા કેટલાક વિદ્યાધરને મોકલીને યશોમતીની ધાવ માતાને પણ કુમારે બેલાવી લીધી. આ પ્રકારે ધાવમાતા, યશોમતી અને મણીશેખર વઘાધર એમની સાથે સાથે શંખકુમાર ત્યાંથી ચાલીને વૈતાઢય પર્વત ઉપર જઈ પહેચ્યા. ત્યાં પહોંચીને કુમારે સહુની સાથે સુશર્માચાર્યની વંદના કરી તેમની પાસેથી ધર્મદેશના સાંભળી ત્યાંથી મણિશેખર શંખકુમારની સાથે પિતાના નગરમાં પહોંચે. આ સ્થળે કુમાર ઘણા દિવસો સુધી રહ્યા. ત્યાંના વિદ્યાધરોએ એ અવસરમાં કુમારનાં કુળ. શીલ, વગેરે ઔદાર્ય ગુણેને સારી રીતે જાણી લીધાં જ્યારે બધા વિદ્યાધર કુમારના હરેક પ્રકારના વ્યવહારથી ખૂબ પરિચિત બન્યા ત્યારે તેમણે પિતાની બે પુત્રીને તેમની સાથે વિવાહ કરવાનો વિચાર કર્યો. જ્યારે વિચાર દઢ બની ચૂકી ત્યારે સઘળાએ કુમારને તેમની બે પુત્રીની સાથે વિવાહ કરવાની વિનંતી કરી. બધાના આગ્રહને વશ બનીને કુમારે તેમને કહ્યું ઠીક છે પરંતુ
પહેલાં યશોમતીની સાથે વિવાહ કરીશ અને પછીથી આપ લોકોની કન્યાઓ સાથે. કોઈ એક સમયે સઘળા વિદ્યારે પોતાની બે કન્યાઓને સાથે લઈને ધાત્રી, યશોમતી તથા શંખકુમારની સાથે સાથે અંગદેશમાં આવેલ ચંપાપુરીમાં પહોંચ્યા. છતારી રાજાએ જ્યારે એ જાણ્યું કે મારી પુત્રી યશોમતી શંખકુમારની સાથે તેમજ પિતાની ધાત્રી અને અન્ય વિદ્યાધરની સાથે આવેલ છે ત્યારે તેને ઘણોજ આનંદ થયે. તેણે શુભ મુહૂર્ત જોઈને યશોમતીને સંબંધ શંખકુમારની સાથે કરી દીધો. એ પછી વિદ્યાધરએ પણ પિતાની બે પુત્રીઓનો વિવાહ શંખકુમારની સાથે કર્યો. વિવાહ થઈ જવા પછી કુમાર કેટલાક સમય ત્યાં રહ્યો. પછી ઘરની યાદ આવવાથી તે સઘળાને સાથે લઈને હસ્તિનાપુર પહોંચે. માતાપિતાએ પિત ના પુત્રની આ પ્રકારની વિશિષ્ટ સંપત્તિ અને શભા જોઈ એથી ઘણો જ સંતોષ થયો. કુમારે પિતાની પત્નીની સાથે માતાપિતાના ચરણોમાં વંદન કર્યા. માતાપિતાએ તેમને હાર્દિક આશીર્વાદ આપ્યા. આ પ્રકારે રહેતાં રહેતાં કુમારને સમય ઘણાજ હર્ષની સાથે વીતવા લાગે જયારે શ્રી રાજાએ પુત્રને રાજધુરા સંભાળવામાં સમર્થ જોયો ત્યારે એક દિવસ તેમને રાજતિલક કરી પોતે શ્રીમતી દેવીની સાથે સુકીતિ નામના આચાર્યની પાસે દીક્ષા ધારણ કરી લીધી. ઘણુ કાળ સુધી તપસ્યા કર્યા પછી તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું.
આ તરફ રાજ્ય પ્રાપ્ત કરીને કુમારે પિતાની પ્રજાનું પાલન ઘણા કાળ સુધી સારી રીતે કર્યું. એક દિવસની વાત છે કે યમતી પિતાના મહેલની બારીમાં બેસીને બહારનું દૃષ્ય જોઈ રહી હતી એ સમયે તેણે એક મુનિરાજને પિતાના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૨૦