________________
""
ચાલી ગયેલ છે. પરંતુ મને લાગે છે કે, તે કાઇ પવ ત ઉપર જ લઇ ગયેલ હશે. હું જે રાઇ રહી છું તેનુ કારણ એટલું જ છે કે, એ બિચારી યશેામતી આ સમયે કેવી દશામાં મૂકાયેલ હશે. આજ કારણથી હું. અસાહાય બનીને રાઇ રહી છું. આ પ્રકારનાં એ ધાયમાતાનાં વચનેને સાંભળીને કુમારે કહ્યું-કે તમેા ગભરા નહીં'. ધૈર્ય ધારણ કરે હું જલદીથી તે કન્યાને અહીં લઈ આવું છું. એવું કહીને કુમાર ત્યાંથી ચાલી નીકળ્યે અને રાતભર ચાલીને સવાર થતાં જ તે એક પત પર પહેાંચ્યા. એ પર્વત એ હતા કે જ્યાં પેઢા વિદ્યાધર શે!મતીને લઈને ત્યાં ગયેલ હતા. કુમારે ત્યાં પહે ંચતાં જ દૂરથી એ પ્રકારના શબ્દ સાંભળ્યેા કે, મેં તે મારા પતિ તરીકે શ`ખને જ મારા હૃદયમાં સ્થાપિત કરેલ છે. તું વ્યર્થાંમાં મને અહીં શા માટે લઇ આવેલ છે કુમારે જ્યારે એ શબ્દને સાંભળ્યા કે, તરત જ તે એ શબ્દો જે બાજુથી આવતા હતા તે તરફ ચાલીને એ સ્થળે જઇ પહેાંચ્યા. એ બન્નેએ કુમારને જોયા. જોતાં જ હસીને વિદ્યાધરે યશેામતીને કહ્યું અરે! તું જેને વરવા માગે છે તે કુમાર તારા ભાગ્યથી અહીં આવી પહોંચેલ છે. જો હું તેને અહીંયાં જ તારી આશાની સથે સાથે જ મારીનાખીશ. પછી નિષ્કંટક બનીને હું તને લઈ જઈને તારી સાથે વિવાહ કરીશ. આ પ્રકારનાં વિદ્યાધરનાં વચનાને સાંભળીને શંખકુમારે તેને કહ્યું-અરે મૂઢ ! પેાતાના માઢેથી પે તાની પ્રશ'સા કરવી એ ખરાખર નથી. જો તારામાં શકિત હોય તે સામે આવજા અને મારી સાથે યુદ્ધ કર. આ પ્રકારની પરસ્પર વાતચિત થતાં એ બન્નેનું યુદ્ધ શરૂ થઈ ગયું. મિશેખરે જ્યારે એવુ' જાણ્યુ કે, શ`ખકુમાર સામાન્ય ચેાદ્ધો નથી તેમ એને જીતવા એ સાધારણ વાત નથી. આવા વિચાર કરીને તેણે શ`ખકુમાર ઉપર વિદ્યાધર સબંધી અસ્ત્રો ફેકવાના પ્રારંભ કર્યાં પરંતુ કુમારના પુણ્ય પ્રભાવે વિદ્યાધરનાં એ સઘળાં અસ્ત્રો વિક્લ બન્યાં. આ દુઃખથી મણીશેખર વિદ્યાધર મૂતિ થઈત જમીન ઉપર પટકાઇ પડયા, કુમારે જ્યારે મૂતિ થઇને જમીન ઉપર પડતા વિદ્યાધરને જોયા ત્યારે તેણે તે સમયે શીત ઉપચારથી તેને સ્વસ્થ કરી યુદ્ધ કરવા માટે તૈયાર થવા જણાવ્યું. પરંતુ કુમારને ન જીતી શકાય તેવા બલિષ્ઠ જાણીને મણ,શેખરે ફરીથી યુદ્ધ કરવાનું ઉચિત ન માન્યું. આથી તેણે એ સમયે કુમારને નમન કરી વિનયની સાથે કહ્યુ “મહાબાહુ ! આજ સુધી હું કોઇનાથી પરાસ્ત થયા નથી. પરંતુ આ જીવનમાં મારા માટે આ પ્રથમ જ પ્રસંગ છે કે, આપનાથી મારે હાર ખાવા પડી છે. આથી આપે મારા ઉપર વિજય મેળવીને મને દાસ બનાવી લીધેલ છે. કુમારે વિદ્યાધરની આ વાત સાંભળીને તેને કહ્યું-તમા ગભરાય નહીં હું પણ તમાંરા ઉપર ખૂબ પ્રસન્ન છું. કુમારની પેાતાના ઉપર આ પ્રકારની મમતા જાણીને વિદ્યારે કહ્યું-મહાભાગ વૈતાઢચ પર્યંત ઉપર આ સમયે સુશર્માંચા નામના ખેચર મુનિ સપરિવાર વિચરી રહ્યા છે. આથી આપણે તેમને વંદના કરવા માટે જઇએ. કુમારે વિદ્યાધરનાં એ વચનાનુ બહુમાન કર્યું.. તથા સઘળા ગુણાથી અલંકૃત એવા શખકુમારને જોઇને “મેં મારા મનથી સર્વશ્રેષ્ઠ વરને વરેલ છે ” આવા વિચારાથી યશોમતાને પણ ઘણો જ સ ંતાષ થયા.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૧૯