________________
પતિએ જ્યારે પરિજનોને સાથે લઈને દુને રોકવાનો પ્રયાસ કર્યો છે, એટલા માં કુમારે પાછળથી પિતાના પ્રબળ સૈન્યને સાથે આવીને તેને ઘેરી લીધા એક તરફ સામતના સૈન્યથી તથા બીજી તરફથી કુમારના સૈન્યથી ઘેરાઈ ગયેલ પલ્લી પતિ પિતાના સાથીની સાથે પિતાના પરાજ્યની સૂચના નિમિત્ત ગળામાં કુવાડાને ધારણ કરી કુમારના શરણે આવી ગયે. અને હાથ જોડીને તેમને કહેવા લાગ્યો કે, હે કુમાર ! આપે આપની બુદ્ધિની ચતુરાઈથી મારૂં માયાવી પણું સર્વથા વ્યર્થ બનાવી દીધેલ છે. આપને તેના માટે ધન્યવાદ છે. આજથી હું આપને દાસભાવ અંગીકાર દરૂં છું. મારી પાસે જે કાંઇ ચર અચર સંપત્તિ છે તે આપની છે આપ તેને સ્વીકાર કરે અને મને જીવતદાન આપી ઉપકાર કરે. આપની આથી મારા ઉપર મહાન કૃપા થશે. પત્ની પતિની આ પ્રકારની દીનતા જોઈને કુમારે એના હાથે જેના
જેના દ્રવ્યનું હરણ કરવામાં આવેલ હતું તે બધાને એ અપાવી દઈને પલ્લી પતિને પિતાની સાથે લઈને પિતાના નગર તરફ પ્રસ્થાન કર્યું. રાત્રિ થતાં કઈ એક સ્થાન ઉપર તેઓએ પડાવ રાખેલ હતું. અને રાત્રે કુમાર જ્યાં સુવાને વિચાર કરે એટલામાં તેના કાને કોઈને રેવાને દયાજનક અવાજ અથડાયો. આવી રહેલા અવાજ તરફ લક્ષ રાખીને કુમાર ત્યાંથી નીકળીને આગળ વધ્યા ત્યારે તેણે ત્યાં એવું જોયું કે, એક અધવૃદ્ધ સ્ત્રી રેતી હતી. તેની પાસે જઈને કુમારે પૂછયું કે, માતા તમે શા માટે રૂઓ છે.? કુમારની વાત સાંભળીને તેણે કહ્યું –
હે પુત્ર! અંગદેશમાં ચંપા નામની એક નગરી છે ત્યાં છતારી નામનો એક રાજા રહે છે. તેની રાણીનું નામ કીતિમતી છે. તેનાથી ઉત્પન્ન થયેલી એક પુત્રી છે જેનું નામ યશોમતી છે. તેણીએ ક્રમશઃ બધી કળાઓને અભ્યાસ કરી લીધે છે. અને જ્યારે તેણે યુવાવસ્થાને પ્રાપ્ત કરી ત્યારે તેના માતાપિતાએ તેનો વિવાહ કરવાનો વિચાર કર્યો પરંતુ તેને ગ્ય વર ન મળ્યો. એક દિવસ અચાનક થશેમતીએ કેઈના મોઢેથી આ વાત સાંભળી કે, “શંખ આ સમયે સઘળા ગુણોની ખાણ છે” તે દિવસથી તેનું ચિત્ત શંખના ગુણોથી ભરાઈ ગયું છે. અને તેણીએ મનથી એ નિશ્ચય કરી લીધું છે કે, શંખજ મારા યેગ્ય પતિ છે. જેથી તે માના જીવનના એક માત્ર આધારરૂપ બની શકશે. જયારે યમતીના માતાપિતાએ તેના આ પ્રકારના નિશ્ચયને જાણ્યો ત્યારે તે ઘણાં જ ખુશી થયાં. એક દિવસની વાત છે કે, મણિશેખર નામના કોઈ વિદ્યાધરે જીતારી રાજા પાસે યશોમતીની યાચના કરી ત્યારે તારી રાજાએ તેને કહ્યું કે, કન્યાનું મન શંખકુમાર સિવાય કોઈનામાં નથી. રાજાનું આ પ્રકારનું વચન સાંભળીને મણિશેખર એ સમયે પાછો ચાલ્યા ગયે. તેણે તક મેળવીને મારી સાથે યશોમતીનું હરણ કર્યું અને હું તે યામીની ધાવ માતા છું. શું કહી શકાય. રાગી વ્યકિતઓને આગ્રહ કુગ્રહની માફક ખરેખર અસાધ્ય જ થતું હોય છે. એ મને અહીં રોતી મૂકીને ન માલુમ તેણીને લઈને કયાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૧૮