________________
હવે તેમને મનુષ્ય અને દેવરૂપનો સાતમ અને આઠમો ભવ આ પ્રમાણે છે –
આ ભારતક્ષેત્રની અંદ૨ હસ્તિનાપુર નામનું એક નગર છે તેમાં શ્રીષેણ નામના રાજાનું રાજ્ય હતું તેમની રાણીનું નામ શ્રીમતિ હતું, એક સમયે જ્યારે દૂધના ફિણના જેવી સુકમળ શૈયા ઉપર એ રાણી સૂતેલ હતી ત્યારે તેણુએ સ્વપ્નામાં શંખના જેવું ઉજવળ પૂર્ણ ચંદ્રમંડળ જોયું. એવે વખતે અગ્યારમા દેવલોકમાથી ચવીને અપરાજીત કુમારને જીવ તેના ગર્ભમાં અવતરિત થયે. ગર્ભને સમય જ્યારે પરિપૂર્ણ થયા ત્યારે પૂર્ણિમાના પૂર્ણ ચંદ્રના જેવા પુત્રને તેણે જન્મ આપે. સ્વપ્નમાં ઉજજવળ ચંદ્રમંડળને જોવાથી માતાપિતાએ બાળકનું નામ રાંખ રાખ્યું. શંખકુમાર પાંચ ધાત્રીથી લાલન પાલન થતાં વધવા લાગ્યા. જે પ્રકારે વાદળ સમુદ્રના જળને ગ્રહણ કરે છે તેજ પ્રમાણે શંખકુમારે ગુરૂજનોની પાસેથી અનેક કળાઓને ગ્રહણ કરી લીધી. વિમળબેધને જીવ પણ સ્વર્ગથી ચવીને શ્રાણ રાજાના મંત્રી ગુણનિધિને ત્યાં મતિપ્રમ નામના પુત્રરૂપે અવતરિત થયે, પૂર્વભવના સંસ્કારના કારણે એ બનેને મિત્રાચારી થઈ આ બનનેએ સાથે સાથે તરૂણ વયને પ્રાપ્ત કરી. એક સમ યની વાત છે કે, શ્રીષેણ રાજાની પાસે આવીને દેશ નિવાસીઓએ પ્રાર્થના કરી કે, હે સ્વામિન! આપના રાજયની સીમાની પાસે રહેલા પર્વત ઉપર એક મહાન દુગમ દુર્ગ છે તેની અંદર સમરકેતુ નામને એક પલીપતિ રહે છે. તે અમને રાત દિવસ દુઃખી કરે છે, લુંટે છે. મારે છે. અને તેના મનમાં આવે તે રીતે અમને દુઃખી કરવામાં કસર રાખતા નથી. જેથી અમારી પ્રાર્થના છે કે, તેનાથી અમારું રક્ષણ કરે. પ્રજાજનોની આવી દુઃખભરી કથા સાંભળીને શ્રી રાજ રનિકને સજજીત કરીને તેને હાથ કરવા માટે પિતે જ જવા માટે તૈયાર થયા. પિતાની આ આ પ્રમાણેની તૈયારીને સાંભળીને અપરાજીત કુમારના જીવ શંખે આવીને તેમને પ્રાર્થના કરી તાત ! સપના બચ્ચાને હાથ કરવા માટે જેમ ગરૂડનું પ્રયાણ શોભારૂપ નથી તે જ પ્રમાણે પલીપતિને હાથ કરવા માટે આપનું પ્રયાણ ઉચિત લાગતું નથી જેથી આપ મને આજ્ઞા કરો તે હું જાઉં. આ પ્રકારનાં શંખકુમારનાં વિનય ભરેલાં વચનને સાંભળીને શ્રીષેણ રાજાએ પિતાનું જવાનું બંધ કરી દીધું, અને કુમારને જવાની આજ્ઞા આપી. પિતાની આજ્ઞા પ્રાપ્ત કરીને શંખકુમારે સૈન્યને સજજીત કરીને પલીપતિને પરાજ્ય કરવા માટે પ્રસ્થાન કર્યું. આ બાજુ પલીપતિએ જ્યારે પિતાના ઉપર કુમાર આક્રમણ કરવા આવી રહેલ હેવાની વાતને સાંભળી તે તરતજ તે ત્યાંથી નીકળીને પિતાના અનુચરોની સાથે કોઈ પર્વતની ગુફામાં જઈને છુપાઈ ગયે, યુદ્ધ કળામાં કુશળ કુમાર પણ જ્યારે દુર્ગમાં પલ્લી પતિની સાથે મુકાબલે ન થયો ત્યારે કોઈ સામંતને કેટલાક સૈનિકે સાથે તે દુર્ગમાં રાખીને બાકીના સૈન્યની સાથે નજીકની નીકુંજમાં છુપાઇ ગયો. છલ વિદ્યામાં ચતુર પહલી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૧૭