________________
કરી લીધી અને ગીતાર્થ થઈને તેઓ અંતમા પ્રિયદર્શન સાથે અનશન કરીને સિદ્ધ ગતિને પામ્યા
અપરાજીત કુમાર રાજા બનીને પિતાની પત્નીની સાથે વીસ સ્થાનેની આરાધના કરતા કરતાં પોતાની પ્રજનું સારી રીતે પાલન કરવા લાગ્યા. આ પ્રમાણે પ્રજા પાલનની વ્યવસ્થા કરતાં કરતાં તેમનાં ઘણાં વર્ષો વ્યતીત થયાં.
એક દિવસની વાત છે કે, જ્યારે તેઓ ઉધાનમાં ગયેલ હતા ત્યારે તેમની દૃષ્ટિ એક ઇભ્ય-શ્રેષ્ટિ પુત્રના ઉપર પડી. એષ્ટિપુત્રનું સૌંદર્ય એટલું અધિક હતું કે, તેની સામે કામદેવનું સૌંદર્ય પણ ફીકું લાગે. એની સાથે એના ઘણા મિત્રે અને પત્નીઓ હતી. ગાનતાનમાં મસ્ત બનીને એ આ સમયે ત્યાં કેટલાએ માગ નારાઓને દાન આપી રહેલ હતો. આ પ્રમાણે એને જોઈને અપરાજીત કુમારે પિતાના સેવકને પૂછયું–આ કેણ છે? સેવકએ કહ્યુ-મહારાજ ! આ આપણા ના રના શેઠ સમુદ્રપાળનો પુત્ર છે અને એનું નામ અનંગદેવ છે. સેવકે તરફથી હકીકત મેળવીને અપરાજીતે વિચાર કર્યો-ધન્ય છે મારા આ રાજ્યને કે જેની અંદર ખૂબજ ધનવાન ઉદાર વણિકજનો વસે છે. આ પ્રકારને વિચાર કરીને અપરાજીત રાજા ત્યાંથી પાછા ફરી પિતાના મહેલમાં પહોંચ્યા. બીજા દિવસની વાત છે કે, અપરાજીત રાજાએ મનુષ્યના ખંભા ઉપર ઉપાડીને લઈ જવાતા એક મુરદને જોયું. તે જોઈને સેવકોને પૂછયું-આજે આ કોણ મરી ગયું છે? સેવકોએ કહ્યું–સ્વામિન ! કાલે આપે બગીચામાં જે અનંગદેવને જોયેલ હતું તે શેઠનો પુત્ર ઋગિના રેગથી આજે મરી ગયેલ છે. આ વૃત્તાંતને સાંભળી અપરાજીત રાજાએ વિચાર કર્યો કે, અહે! સંસાર કેટલો અસ્થિર છે. જેને કાલે બગીચામાં મોજમજા ઉડાવતાં જોયેલ હતો તે આજે કાળને કોળી બની આ સંસારથી કુચ કરી ગયેલ છે. સાચું છે, આ સંસારમાં જે કાંઈ છે તે સંધ્યાના રંગની માફક ક્ષણભંગુર છે. આ પ્રકારના વિચારમાં મગ્ન બનેલા અપરછત રાખના દિલમાં સંસારથી પરમ વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયે. આ સમયે કુડપુરમાં પહેલાં જોયેલા કઈ એક કેવલીભગવાનની દ્રષ્ટિમાં અપરાજીત રાજાને સંસારથી પરમ વૈરાગ્ય જાગેલ છે તેવું જણાયું આથી તેઓ ત્યાંથી સિંહપુર અ ન્યા. અપરાજીત રાજાએ જ્યારે તેમના આગમનને સમાચાર સાંભળ્યા તે તે પ્રીતિમતી અને વિમળબંધ મિત્રની સાથે તેમને વંદના કરવા માટે ગયા. ત્યાં તેમણે કેવળી ભગવાન તરફથી અપાયેલ ધર્મદેશનાનું પાન કર્યું વૈરાગ્ય તે પહેલાંથી જાગૃત થઈ ગયેલ હતું જ. એ કેવળીની સામીપ્યમાં વધી ગયે. આથી અપરાજીત રાજાએ પિતાના વિધમિત્ર પુત્રને રાજગાદી સુપ્રત કરી પ્રતિમતી અને વિમળબંધ મિત્રની સાથે કેવળી ભગવાનની પાસે દીક્ષા ધારણ કરી લીધી. ઘણા કાળ સુધી એ ત્રણેએ ખૂબ તપસ્યા કરી અને સ્થાનકવાસીપણાના વીસ બેલેનું આરાધન કર્યું. અંતમાં અનશન કરીને પ્રાણોને પરિત્યાગ કરી એ ત્રણે અગ્યારમા દેવલોકમાં ઈદ્રના સમાન દેવપર્યાયમાં ઉત્પન થયા.
છે “આ પાંચમ અને છઠો ભવ છે. !
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૧૬