________________
પિતપોતાની રાજધાની તરફ ચાલી નીકળ્યા. જ્યારે બધા ચાલ્યા ગયા ત્યારે ગુટીકાના પ્રભાવથી પિતાના મૂળ સ્વરૂપને પ્રગટ કરીને બધાને હર્ષિત કરી દીધા શુભ મુહૂર્ત આવતાં પ્રીતિમતીના માતા પિતાએ પ્રીતિમતીને વિવાહ અપરાજીત કુમારની સાથે કરીને પુત્રીની સાથેનું પોતાનું ઉત્તરદાયિત્વ સંપૂર્ણ રીતે શાંતિની સાથે નિભાવ્યું, લગ્નથી જોડાયા પછી કુમાર અને પ્રીતિમતી બનેએ વીસ સ્થાનેની ફરી ફરીથી આરાધના કરતાં કરતાં પિતાના મિત્રની સાથે ત્યાં રહ્યા. હરીનંદી રાજાને જ્યારે અપરાજીત કુમારનું સઘળું વૃત્તાંત યથાવત જાણવા મળ્યું ત્યારે અપરાજીત કુમારની પાસે પોતાના એક દૂતને મોકલ્યો. અપરાજીત કુમારની પાસે આવીને તે રાજકુમારે પૂછતાં માતા પિતાના કુશળ સમાચાર પ્રગટ કરતાં કહ્યું–કુમાર! શું કહું દેહ ધારણ પુરતાં આપનાં માતા પિતા કુશળ છે. જ્યારથી આપ ઘેરથી નિકળી ગયા છે ત્યારથી તેમની આંખો રાત દિવસ આપના આગમનની પ્રતીક્ષામાં એકટક બની રહેલ છે આપને વૃત્તાંત સાંભળીને તેમણે મને એ માટે આપની પાસે મોકલેલ છે કે, હું આપને અહીંથી તેમની પાસે લઈ જાઉં. આથી આપ શીધ્ર આપની રાજધાનીમાં મારી સાથે પાછા ફરે. દૂતની પાસેથી માતા પિતાની આવી પરિસ્થિતિથી પરિચિત બનતાં કુમારના ચિત્તમાં તેમનાં દર્શન કરવાની ઉત્કંઠા તીવ્ર બની. કુમારે સમય લઈને પિતાના વતનમાં જવાની ધર પાસેથી આજ્ઞા માગી. સસરાએ પ્રસન્ન થઈને તેને જવાની આજ્ઞા આપી ત્યારે તે પ્રીતિમતીને સાથે લઈને પિતાના મિત્રની સાથે ચાલ્યા અને ઝડપથી પિતાના નગરમાં પહોંચ્યા કુમારના આગમનના સમાચારે માતા પિતાના હૃદયને આનંદમાં ફુલાવી દીધું. આવતાં જ કુમારે માતાના ચરણોમાં પિતાનું મસ્તક નમાવ્યું. ચરણોમાં પડેલા પોતાના પ્રાણપ્રિય પુત્રને બને હાથથી ઉઠાવીને પિતાએ છાતીએ લગાડીને ગાઢ આલીંગન આપી તેના મસ્તક ઉપર હાથ ફેરવ્યો અને આસુથી તેને અભિષેક કર્યો જ્યારે કુમારે માન ના પવિત્ર ચરણમાં નમન કર્યું. ત્યારે માતાએ પણ તેને એજ પ્રમાણે ઉઠાડીને પોતાની છાતી સાથે લગાડી લીધા. અને મસ્તક ઉપર હાથ ફેરવ્યો. પ્રીતિમતીએ પણ પે તાના સાસુ સસરાને વંદન કર્યું પછી માતા પિતાએ વિમળબોધ પાસેથી કુમારને સઘળે વૃત્તાંત સાંભળ્યો. આ સાંભળીને તેમની છાતી ભારે આનંદથી ફૂલાઈ. એટલામાં જે જે રાજાની પુત્રી સાથે કુમારના લગ્ન થયેલ હતા તે બધા રાજાએ પિતાની પુત્રીઓને લઈને ઠાઠમાઠથી સિંહપુર આવી પહોંચ્યા. કેટલાક દિવસ સુધી એ સઘળા સબંધીજનો સમુદાય રૂપમાં રોકાયા. રાજા હરીનંદીએ સઘળાને યાચિત આદર સત્કાર કર્યો. આ પછી સઘળા રાજાઓ પોતપોતાના નગરની તરફ વીદાય થયા.
એક દિવસ હરીનંદી રાજાના દિલમાં પિતાનું કલ્યાણ કરવાની ભાવના જાગૃત થઈ અને જ્યારે એ દઢતર બની ગઈ ત્યારે તેમણે અપરાજીત કુમાર રાજ્યગાદિ ઉપર સ્થાપિત કરીને પ્રીયદર્શના પત્નિની સાથે સુવતાચાર્યની પાસે દીક્ષા અંગિકાર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૧૫