________________
કે, ભાઈ! ત્રુઓ તો ખરા કે, તેણીયે જયારે પોતાના અસાધારણ રૂપથી આપણા લાર્કના મનનેં હરણ કરી લીધેલ છે ત્યારે પછી આવી સ્થિતિમાં માપણે તેના પ્રશ્નના ઉત્તર કેવી રીતે આપી શકાય ? જીતશત્રુએ જ્યારે આ બધાને આ પ્રકારે મૌન બેઠેલા જોયા ત્યારે તેણે ચિંતા નિમગ્ન અનીને મનામન એવે વિચાર કર્યો કે, જુએ આ સઘળા રાજા કન્યાને વરવાને માટે આવ્યા છે પરંતુ તેમાં એવા કાઇ પણ નથી જે મારી પુત્રીના પ્રશ્નને ઉત્તર દઇને તેના પતિ થવાને યેાગ્ય બની શર્ક. ત હવે મારી પુત્રીનું શું થશે? શું તે જીવનભર અવિવાહિત રહેશે ? આ પ્રકારના વિચારમાં મગ્ન બનેલ રાજાના વિચારને તેમી પાસે બેઠેલ રાજાના કોઈ મત્રીચે નણી લીધા અને રાજાને કહ્યું. મહારાજ આપ ચિંતા ન કરે. આ ભૂમિ ઉપર અનેક નર રત્ન છે. અ થી આપ એવા પ્રકારની ઘોષણા કરવા કે, જે કાઇ રાજા અથવા રાજપુત્ર અથવા કે। કુલિન વ્યકિત મારી પુત્રીને હવે પછી પરાજીત કરશે તે તેને પતિ થશે. પ્રધાનના આ પ્રકારની વાતના સ્વીકાર કરીને જીતશત્રુ રાજાએ તેજ સમયે ઉપર કહેલી ઘોષણા કરાવી દીધી. આ ઘોષણાને સાંભળતાં જ અપરાજીન કુમાર આગળ આવીને પ્રતિમતીને કહેવા લાગ્યા-તમારે જે પૂછવુ હાય તે પૂછે. અપરાજીત કુમારને બીજા વેષમાં જોઇને પણ પ્રીતિમતીનું મન પૂર્વભવની પ્રીતિના કારણથી તેમનામાં અનુરકત થઇ ગયું. આન ંદિત ખતીને તેણે અપરાજીતને પ્રશ્ન કર્યો. અપરાજીતે એના પ્રત્યેક પ્રશ્નોના યથાવત્ ઉત્તર આપીને એ કન્યાને ચકિત કરીને સર્વથા નિરૂત્તર બનાવી દીધી. આ પ્રકારે અપરાજીત કુમારથી પરાજીત થઈને પ્રીતિમતીએ ઘણાજ આનંદની સાથે અપરાજીત કુમારના ગળામાં વરમાળા નાખી દીધી. અપરાજીત કુમારના ગળામાં વરમાળા નખાયેલી જોઈને ત્યાં આવેલા સઘળાં રાજાએ આ પ્રમાણે અંદરા અંદર વાતચીત કરવા લાગ્યા. જીએ આ કેટલા આત્મની વાત છે કે, આપણે ક્ષત્રિયા હૈાવા છતાં પણ આ કન્યાએ તેના ગળામાં વરમાળા નાખી છે. ખેર એની ચિંતા નથી. હવે જોવું છે કે માપણી હજરીમાં આ કન્યા તેને કેમ પરણે છે ? આવે વિચાર કરીને તેમણે એવે નિશ્ચય કરી લીધે કે, પહેલાં આ વ્યકિતને મારી નાખવામાં આવે અને પછીથી રાજકુમારી પ્રીતિમતીનું બળપૂર્વક હરણ કરી લેવામાં આવે. જ્યારે આ વિચાર તે લેકાએ આપસ આપસમાં એક મતથી નિશ્ચિત કર્યા ત્યારે સઘળા રાજાઆએ કુમારને મારવાના માટે પોતપાત્તાના સનિકાને સજ્જીત થઇ જવાના આદેશ આપ્યા જયારે સૈનિકો સજ્જ થઈને યુદ્ધ કરવાને માટે અપરાજીત રાજકુમારની સમક્ષ ખડા થઇ ગયા ત્યારે કુમારે તે સઘળાને ક્ષણમાત્રમાં હરાવી દીધા. કુમારનું આ પ્રકારનું અજેય અને અતુલ પરાક્રમ જોઇને કુમારના મામા સેામપ્રલે તિલક વગેરેથી તેના પરિચય પામીને કહ્યુંહે ભાણેજ! ઘણા દિવસે બાદ તુ આજે મળ્યા છે. સેામપ્રભના મુખથી કુમારને પરિચય પામીને રાજાએ યુદ્ધથી નિવૃત્ત બની ગયા. આ પ્રમાણે વાદમાં પ્રીતિમતીથી અને યુદ્ધમાં અપરાજીત કુમારથી હાર પામેલા એ સઘળા રાજાએ લજ્જીત થઇને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૧૪