________________
ત્યાંથી મિત્રની સાથે કુમાર ઘુમવાના ઈરાદાથી પ્રેરાઈને દર્શનીય પદાર્થોને જોતા જોતા દેશ દેશમાં ફરવા લાગ્યા.
એ સમયે એક જનાનંદ નામનું નગર હતું નગરનું જેવું નામ હતું એવું એનું કામ હતું. ત્યાંની દરેક વ્યકિત આનંદ આનંદમાં મગ્ન રહેતી હતી ત્યાંના રાજાનું નામ જીતશત્રુ હતું જેની રાણીનું નામ ધારિણી હતું. દેવકથી ચવીને રનવતીને જીવ એ ધારણી રાણીની કુખેથી પુત્રી રૂપે અવતરિત થયે. જ્યારે નવ મહીના અને સાડા સાત દિવસ પૂરા થયા ત્યારે ધારિણીએ પુત્રી રત્નને જન્મ આપે. માતા પિતાએ તેનું નામ પ્રોતિમતી રાખ્યું. પ્રીતિમતી ધીરે ધીરે મોટી થતાં સર્વ કળાઓમાં એવી કુશળ થઈ ગઈ કે, તેની આગળ પંડિત જનની કઈ ગણના રહી નહીં. આ પ્રકારે પિતાની કન્યાને જોઈને જીતશત્ર રાજાએ એક સ્વયંવર મંડપ તુર્તજ તિયાર કરાવ્યા. જેને ચતુર ચિતારાઓએ ખૂબ સુંદર રીતે ચિત્રિત કર્યો હતો. ખૂબ સુંદર એવા મંથી તેને સુશોભિત કર્યો. આમંત્રણ મળતાં આ મંડપમાં સઘળા રાજાઓ અને એમના કુમારો યથાયોગ્ય સમયે આવી પહોચ્યા જે કઈ ન આવ્યું હોય તે તે આ અપરાજીત કુમારના પિતા હરીનંદી હતા. કારણ કે, તેમને પિતાના પુત્રના વિયોગનું દુઃખ ખૂબ હતું અને એ વિચારથી તેઓ ખૂબ દુઃખિત રહેતા હતા. આથી તેઓએ બહાર આવવા જવાનું પણ છોડી દીધું હતું. જ્યારે સઘળા રાજાઓ અને રાજકુમારે પિતપતાના સ્થાને ઉપર સારી રીતે બેઠેલ હતા એ સમયે અપરાજીત કુમાર પિતાના મિત્રની સાથે આમ તેમ ઘુમતે ઘમતે ભાગ્યવશાત ત્યાં આવી પહોંચે. આવીને તેણે વિચાર કર્યો કે, આ વેશમાં તે બધા રાજાઓ મને ઓળખી જશે જેથી બીજો વેશ ધારણ કરી લેવું જોઈએ કે, જેનાથી રાજા લેક મને ઓળખી ન શકે. એ વિચાર કરીને રાજકુમારે ગુટકિાના પ્રભાવથી પિતાને વેશ બદલીને પિતાના મિત્રને સાથે લઇને તે એ સ્વયંવર મંડપમાં જઈ પહોંચ્યા. એટલામાં જ ત્યા સાક્ષાત લક્ષ્મીની માફક પ્રીતિમતી રાજકુમારી વિભૂષિત બનીને પોતાની દાસીઓ અને સખીયેથી ઘેરાયેલી ત્યાં આવી પહોંચી. સાથમાં રહેલી તેની સખી માલતીએ આવેલા સઘળા રાજાઓને પિતાની આંગળીના ઇશારાથી બતાવીને પ્રીતિમતીને કહ્યું- સખી! જુઓ! આ જેટલા પણ રાજા રાજકુમાર અને વિદ્ય ધર અહીં આવ્યા છે તે સઘળા આપની સાથે પોતાના લગ્નની અભિલાષાથી અહીં આવેલ છે આ કારણે આમનામાંથી જે આપને યોગ્ય લાગે એના ગળામાં વરમાળા આપોઆ પ્રમાણે જ્યારે માલતીએ રાજકુમારીને કહ્યું એટલે તે એજ સમયે એ રાજાઓની સામે ઉભી રહીને એમને સરસ્વતીની માફક મધુર સ્વરથી પ્રશ્નન કરવા લાગી. એના એ પ્રશ્નને સાંભળીને સઘળા રાજાએ તથા એમના પુત્ર પ્રશ્નનો ઉત્તર આપવામાં પિતાની અસમર્થતા જાણીને લજજાના માર્યા મોટું નીચું કરીને જમીનની તરફ જેવા લાગ્યા અને ચુપ રહ્યા. કેટલાક તે અંદર અંદર આ પ્રમાણે કહેવા લાગ્યા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૧૩