________________
કામલતાનાં વચનો સાળીને મંત્રીગણ અપરાજીત કુમાર પાસે આવ્યા અને તેને ઘણાજ સન્માનની સાથે મૂછિત બનેલા રાજાની પાસે લઈ ગયા. જઈને કુમારે જ્યારે રાજાની આ સ્થિતિ જોઈ ત્યારે તેના ઉપર તેને ખૂબ દયા આવી ગઈ. એ સમયે પિતાના મિત્ર વિમળબે ધની પાસેથી તે બને મણીમૂલિકાઓને લઈને તથા તેને પાણીમાં ઘસીને તે સુપ્રભ રાજાના ઘાવ ઉપર તેને લેપ કરી દીધા. લેપ થતાં જ રાજાની મૂછ દૂર થઈ ગઈ. અને તેને પિતાની તબીયત સ્વસ્થ લાગવા માંડી.
જાની તબીયત સ્વસ્થ થતાં જ અપરાજીત કુમારને પૂછયું.-અકાર બંધુ! આપ અમારા શુભઉદયથી અહીં આવ્યા છે જેથી અમને “કયા કુળને આપે આપના જન્મથી અલંકૃત કરેલ છે. આ વાત બતાવીને અમારાપર અનુગ્રહ કરો. તથા એવો કો દેશ છે કે, જે આપના જન્મથી ધન્ય બનેલ છે, તથા એવી કઈ અભાગિણી નગરી છે કે, જેને આપના વિરહથી ઉત્પન્ન થતા દુઃખનો અનુભવ કરે પડે છે? કયા એવા ભાગ્યશાળી પિતા છે કે, જેમની ગોદને આપની બાલચિત કીડાઓથી અલંકૃત કરી છે? એવી કઈ પવિત્ર માતા છે, કે, જેણે આપના જેવા ભાગ્યશાળી પુત્રને જન્મ આપીને પુત્રવાળી સ્ત્રિયોની વચ્ચે પોતાનું મુખ્ય આસન જમાવ્યું છે. ? આ સઘળે વૃત્તાંત અમને બતાવીને ઈંતેજાર બનેલ મારા અંતઃકરણને હર્ષિત કરે. રાજને આ પ્રકારે પિતાને પરિચય જાણવાની ઈચ્છાવાળા જોઈને કુમારે તે કાંઈ કહ્યું નહીં પરંતુ કુમારના મિત્ર વિમળધે રાજાની ઉત્કંઠા શાંત કરવા માટે કુમારના સઘળા વૃત્તાંત સહિત પરિચય આપ્યો. કુમારનો પરિચય પામીને સુપ્રભ રાજા ખૂબ આનંદિત થયા તથા કહેવા લાગ્યા કે, અરે ! તમે તે મારા મિત્રના પુત્ર છે. ઠીક થયું કે તમે અહીં આવ્યા. આવું કહીને તે રાજાએ બહુ માન સાથે તેના મિત્ર સહિત રાજભવનમાં લઈ ગયા અને કોઈ શુભ મુહૂર્ત જોઈને પિતાની રંભા નામની પુત્રી સાથે તેનાં લગ્ન કરી દીધાં વિવાહિત થયા બાદ કુમાર થોડા દિવસો ત્યાં રહ્યા કેટલાક સમય વીત્યા પછી તેઓ પોતાના મિત્ર સાથે ત્યાંથી ચાલી નીકળ્યાં.
ચાલતાં ચાલતાં કુંદનપુરના બગીચામાં આવી પહોંચ્યા ત્યાં તેમને કેવળ ભગવાનનાં દર્શન થયાં, પછી શું હતું-દર્શન કરીને કુમારને ઘણે આનંદ થયે. એમના શ્રીમુખથી ધર્મની દેશના સાંભળીને એમના આનંદની સીમા ન રહી. જ્યારે કેવળી ભગવાનની ધર્મદેશના સમાપ્ત થઈ ત્યારે ઘણા જ વિનયની સાથે હાથ જોડીને તેમને પ્રશ્ન કર્યો–હે ભદન્ત! હું ભવ્ય છું અથવા અભવ્ય છું ? કુમારના આ પ્રશ્નને સાંભળીને ભગવાને કહ્યું કે, હે દેવાનુપ્રિય! તમે ભવ્ય છે. આજથી પાંચમા ભાવમાં તો વાસ સ્થાનનું આરાધન કરીને આ ભસ્તક્ષેત્રમાં બાવીસમાં તીર્થકર થશે. તથા આ વિમળબોધ મિત્ર તમારા ગણધર થશે. આ પ્રકારનાં કેવળ ભગવાનનાં આનંદ પ્રદાન કરવાવાળાં વચનોને સાંભળીને કુમાર મિત્ર સહિત વીસ સ્થાન આરાધના કરતાં કરતાં એજ નગરમાં રહ્યા. એક દિવસની વાત છે કે,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૧૨