________________
વ્યાકુળતા જાગી પડી. આથી તેમના મનમાં નિશ્ચય થયે કે, મને વૈદો દ્વાંરા વિષ મિશ્રિત ઔષધીએ આપવામાં આવેલ છે. ભલે અપાવેલ હાય એની શી ચિંતા છે. આ શરીર તે વિનશ્વર જ છે. આથી મારૂં કાંઇ બગડવાનું નથી. આવા પ્રકારની પવિત્ર વિચારધારાથી ઉદાયનમુનિ ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થયા. તેમણે તે સમયે સુપરિણામરૂપ પ્રશસ્ત અધ્યવસાયના પ્રભાવથી કેવળ અવસ્થાને પ્રાપ્ત કરી મુક્તિપદને પામ્યા. ઉદાયન મુનિના મેક્ષ ચાલ્યા જવાથી તેમની ભક્ત એવી કોઈ દેવીએ તેમના મૃત્યુનું કારણ જાણીને એ આશ્રય આપનાર કુંભારને એ નગરથી બહાર કરીને સીનપલ્લી નામના એક ગામમાં વસાવી દીધા. પછીથી એ નગરને ધૂળને વરસાદ કરીને તેના નાશ કરી દીધા, કેશી રાજા કે તેના દુષ્ટ મંત્રીએ તથા સઘળા પુરવાસીઓમાંથી કાઈ પણુ જીવતુ ન ખચ્યું. પછીથી દેવીએ પેાતાની શક્તિ દ્વારા કુંભારના નામથી સીનપલ્લી ગામને કુંભકારપુરના નામથી વસાવી દીધું.
આ તરફ ઉદાયન પુત્ર અભિજીતે જ્યારે જાણ્યુ કે પિતાએ રાજગાદી ઉપર કેશીને સ્થાપિત કરી દીધેલ છે ત્યારે તેણે ભારે ચિંતાગ્રસ્ત ખનીને એવા પ્રકારને વિચાર કર્યો કે, હું પ્રભાવતીના ઉદરથી ઉત્પન્ન થયેલ છું. ઉદાયનના નીતિમાર્ગી અને વિવેકશાળી તથા તેમની ભક્તિ કરવાવાળા પુત્ર છુ છતાં પણ મારી હયાતિ હોવા છતાં જે પિતાએ ભાણેજ કેશીને રાજ્ય આપ્યું તે તેમણે ઠીક કર્યુ નથી. જડ પુરુષ પણ એ વાત જાણે છે કે, ભાણેજને પેાતાના ઘરના અધિકારી બનાવવામાં આવતા નથી. જ્યારે મારા પિતાએ આવુ: કામ કર્યુ* તે શું તેમને આથીઅટ્કાવનાર–રાકનાર કોઇ નહીં હોય ? જે થયુ તે થયુ, હવે મારે આવા વિચાર કરવા નકામે છે. કેમકે તેઓ અધિકારી છે, જે પ્રમાણે કરવા ચાહે તે પ્રમાણે તેએ કરી શકે છે. પરંતુ હું દાયનને પુત્ર છું જેથી કેશી રાજાની સેવા કરવી એ મારે માટે ઉચિત નથી. આ પ્રકારના અનેક સંકલ્પ વિકલ્પોથી અભિજીતનું ચિત્ત વ્યગ્ર અની ગયું. તે ત્યાંથી ઝડપથી નીકળીને પેાતાની માસીના પુત્ર કૃણીકની પાસે ચંપાપૂરી પહોંચી ગયા. કૂણીકે તેને પેાતાને ત્યાં આવેલ જોઈને તેને ભારે આદરસત્કાર કર્યાં, અને દરેક રીતે તેને સહાયતા કરવાના પણ દૃઢ નિશ્ચય કર્યાં. કૂણીકે અભિજીતને વિપુલ સ ́પત્તિ આપીને શ્રાવક ધર્મની આરાધના કરવામાં તેને ખૂબ મદદ પહેાંચાડી. અભિજીત પણ ત્યાં સુખપૂર્વક રહીને શ્રાવક ધમની યથાવત્ આર ધના કરવા લાગ્યા. ઘણા સમય સુધી શ્રાવક ધમની આરાધના કરવા છતાં અભિજીતના દિલમાંથી પિતાએ આચરણમાં મુકેલ વાતનું દુ;ખ ન મટયું. વારંવાર તેને પિતા તરફથી કરાયેલા અપમાનની યાદ આવતી હતી. આથી શ્રાવક ધની લાંબા સમય સુધી આરાધના કરવા છતાં પણ પિતાના કૃત્ય અંગેના વેરની આલાચના ન કરવાના કારણે જયારે તે પાક્ષિક અનશન કરીને મર્યાં ત્યારે સ્વગ માં પક્ષે પમ આયુષ્યવાળા મહિઁક દેવ થયા ત્યા થી ચવીને તે મેાક્ષમાં જશે. ॥ ૪૮ ૫
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૩૯