________________
આ શ્રાવક બંધાયેલ રહેવાથી મારું આજનું પર્યુષણ શુદ્ધ નહીં રહે જેથી એને બંધનમુકત કરી દેવો જોઈએ. એ વિચાર કરીને ઉદાયને ચંડપ્રદ્યોતનને બંધન મુકત કરી દીધાઅને તેની સાથે સપરિવાર પિષધ કર્યું. ચંડપ્રોદ્યતનને કેઈએ કહી દીધું કે, જુએ આજે સંવત્સરીને દિવસ છે જેથી આપને બંધન મુકત કરવામાં આવેલ છે. જેથી જ્યારે રાજા આપની પાસે સાંજના વખતે ક્ષમાપના કરવા આવે ત્યારે તેને આ પ્રમાણે કહેજો કે, “જે તમે મને સંપૂર્ણ પણે મુક્ત કરી દો તો હું આપની સાથે ક્ષમાપના કરી શકું” ચંડતેદ્યોતને આ પ્રમાણે કર્યું. રાજા જ્યારે સાંવત્સરિક પ્રતિક્રમણ કરીને ચંડપ્રદ્યોતનની ક્ષમાપના કરવા લાગ્યા ત્યારે ચંડપ્રદ્યોતને કહ્યું કે, જે આપ મને સંપૂર્ણ બંધાન મુક્ત કરી દેતા હે તે ક્ષમાપના કરી શકું. ઉદાયને ચંડપ્રઘાતનના આ પ્રસ્તાવને ઘણાજ હર્ષ સાથે સ્વીકાર કરી લીધા. બીજે દિવસે ઉદાયને ચંડપ્રદ્યોતનની સાથે પારણું કર્યું. ત્યારે વર્ષાકાળ પુરે થઈ ગયો ત્યારે ઉદાયન ચંડપ્રદ્યોતનની સાથે વીતભય પાટણમાં આવ્યા અને પિતાની કન્યાને વિવાહ ચંડપ્રદ્યોતનની સાથે કરી દીધો. દહેજમાં ઉદાયને તેનું જીતેલું રાજ્ય આપી દીધું. અને કપાળ ઉપર લેઢાની સળીથી અંકિત કરેલ અક્ષરને ઢાકી રાખવા નિમિત્તે પાઘડી બંધાવી. આથી રાજાઓ માથા ઉપર પાઘડી બાંધવા લાગ્યા. આના પહેલાં તે રાજાઓ માથા ઉપર મુકટ ધારણ કરતા હતા. કેટલાક દિવસો પછી ચંડપ્રદ્યોતને ઉજજયની જવા માટે ઉદાપનને કહ્યું, ત્યારે ઉદા ને તેને જવાની આજ્ઞા આપી આથી રાજા ઉદાયનની પુત્રીની સાથે પોતાની રાજધાનીમાં પાછા આવી ગયે.
એક દિવસ રાજા ઉદાયન પિષધ કરવા માટે પિષધશાળામાં રહ્યા ત્યાં રાત્રીના વખતે ધર્મ જાગરણથી જગતા રહીને એ વિચાર કર્યો કે, જે નગર, ગ્રામ, આકર અને દ્રોણ આદિવાળા માણસો ધન્ય છે કે, જ્યાં જગતગુરૂ વર્ધમાન સ્વામી વિહાર કરે છે. તથા એ નૃપાદિકને પણ ધન્ય છે કે, જે પ્રભુની અમૃતમય વાણી સાંભળીને દીક્ષા ગ્રહણ કરે છે. અગર શ્રાવકનું વ્રત લ્ય છે. જે વીર પ્રભુનું આગમન આ વિતભય પાટણમાં થઈ જાય તે હું પણ તેમની પાસેથી દીક્ષા ગ્રહણ કરીને મારૂં જીવન સફળ કરી લઉં. ભગવાન મહાવીર પ્રભુએ ઉદાયનના આ વિચારને પિતાના જ્ઞાન દ્વારા જાણીને ચંપાપુરીથી વિહાર કરી. ગ્રામનુગ્રામ વિચરણ કરતાં કરતાં વીતભય પાટણના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. જ્યારે ઉદાયનને પ્રભુના આગમનના ખબર મળ્યા ત્યારે તે ભગવાનની પાસે આવીને વંદના અને પર્યું પાસના કરીને બેસી ગયા પ્રભુએ ધર્મને ઉપદેશ આપે. આ સાંભળીને ઉદાયને ભગવાનને નિવેદન કર્યું,ભગવાન ! જ્યાં સુધી હું મારા પુત્રને રાજ્યાસન સુપ્રદ કરીને દીક્ષા લેવા માટે આપની પાસે આવું ત્યાં સુધી આપ અહીંજ બીરાજમાન રહે. ઉદાયનની વાત સાંભળીને પ્રભુએ કહ્યું–ઉદાયન! શુભકાર્યમાં વિલંબ કરો ન જોઈએ. પ્રભુને એ આદેશ મળતાં ઉદાયન પિતાના મહેલમાં આવ્યું અને વિચારવા લાગ્યું કે, જે હં પત્ર અભિજીતને રાજ્ય સેવું તે તેમાં આસક્ત બની જશે. અને એ કારણે આત્મકલ્યાણથી વિમુખ બની તે આ સંસારમાં ઘણુકાળ સુધી જન્મ મરણના ચક્કરમાં ફસાયેલું રહેશે.
આ કારણે પુત્રને ય ન આપતાં આ રાજ્ય ભાણેજને આપી દેવું જોઈએ. આ પ્રકારને વિચાર પિતાના પુત્ર અભિજીત સમક્ષ પ્રગટ કરીને ઉદાયને રાજ્યગાદી પિતાના કેશી નામના ભાણેજને સુપ્રત્ કરી. અને પોતે વીર પ્રભુની પાસે જઈને દીક્ષા અંગીકાર કરી ઉદાયનને દીક્ષા મહોત્સવ કેશીએ કર્યું. રાજા ઉદાયને મુની બનીને અતિ દુષ્કર એવા માસ ઉપવાસરૂપ તપેદ્વારા કર્મોનું અને શરીરનું શોષણ કરતાં કરતાં વિચરવા માંડયું. જે દિવસે પારણાને દિવસ થતો હતો તે દિવસે તેઓ અન્નપ્રાન્ત આહાર લેતા હતા. આથી એમનાં શરીરને રોગોએ ઘેરી લીધું. રોગોને શાન્ત કરવા માટે ગ્રામાનુગ્રામ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૩૭