________________
જે સમુદ્રની વચમાં આવેલા પંચશૈલ પર્વત ઉપર છે, ત્યાં આવે, આ પ્રમાણે કહીને એ બન્ને દેવીઓ વિજળીની માફક ત્યાંથી અંતર્ધાન બની ગઈ, સોની એ બન્નેમાં ખૂબજ આસકત બની ગયેલ હોવાથી ઘણા સમય સુધી એ જે દિશા તરફ અંતર્ધાન થઈ હતી તે તરફ લાકડાના ઠૂંઠાની જેમ હલ્યા ચલ્યા વગર ઉભો ઉભે જોતો રહ્યો, આ પછી તેને વિચાર થયે કે, હવે મને આ સંસાર એ હાસા અને પ્રહાસા દેવીઓના વગર આંધળાની માફક શૂન્ય જેજ દેખાય છે અહા! કેવું આનંદપ્રદ એનું રૂપ હતું ! એ રૂપરાશીની સામે તે આ રમણીઓની કઈ કિંમત નથી, રત્નની સામે જે રીતે કાચના ટુકડાથી સમજદાર મનુષ્યને સંતેષ થતું નથી એ જ પ્રમાણે એ અનુપમ રૂપ ગર્વિતાની સામે મને આ રમણીઓની જરા સરખી પણ કિંમત લાગતી નથી. આ કારણે રૂપના નવા માર્ગમાં મારે માટે ભ્રમણ કરવાનું સૌભાગ્ય જે રીતે પ્રાપ્ત થઈ શકે એ પ્રકારે પ્રયત્ન કરવો જોઇએ. આ પ્રકારનો વિચાર કરીને તે સોની રાજ દરબારમાં પહોંચે. રાજાની સામે તેણે ઘણી સુવર્ણમુદ્રાઓ ભેટ મૂકી અને કહ્યું કે, આપ નગરભરનાં એવી ઘોષણા કરાવી દયે કે, “જે કોઈ વ્યક્તિ કુમારનંદી સેનીને ઝડપથી પંચશૈલ પર્વત ઉપર પહોંચાડશે તેને એ એક કરોડ સુવર્ણમુદ્રાઓ આપશે ? રાજાએ આ પ્રકારની ઘોષણા કરવાનો આદેશ આયે. એ ઘેષણ નગરમાં થઈ રહી હતી ત્યારે તેને એક વૃદ્ધ નાવિકે પિતાના જીવનના ભેગે પણ તેને પચલ પર્વત ઉપર પહોંચાડવાનું વચન આપ્યું, સોનીએ પણ તેને ઘે પણ અનુસાર એક કરોડ સુવર્ણમુદ્રાઓ આપી. નાવિકે આ પછી પિતાની નૌકાને તૈયાર કરવાનું શરૂ કર્યું. જ્યારે નૌકા સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂકી ત્યારે એ નાવિક પોતાના પુત્રોને એ સુવર્ણ મુદ્રાઓ આપીને રસ્તાના ભાતા માટેની એગ્ય વ્યવસ્થા કરવાનું સૂચવ્યું. જ્યારે ભાતા વગેરેની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ ત્યારે સનીને નિ કામાં બેસાડીને એ નાવિક ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતાં કેટલાક દિવસે તે ઘણે દૂર નીકળી ગયા. અને આગળ વધવાનો રરતે જ્યારે વિકટ આવ્યા ત્યારે તે નાવિકે સનીને કહ્યું–શું આગળ કાંઇ દેખાય છે? સોનીયે કહ્યું, હાં કાંઈક કાળી ચીજ દેખાય છે. ત્યારે નાવિકે, આ સમુદ્રના કિનારા ઉપર પર્વતના મૂળ પ્રદેશમાં ઉગેલું એ વડનું વૃક્ષ છે. જે છેટેથી કાળું દેખાય છે. તમે હવે એ ધ્યાનમાં રાખજે કે, જ્યારે આ નિકા એ ઝાડની નીચેથી પસાર થઈને આગળ વધશે એટલે આ વર્તમાં ફસાઈ જશે. આથી નિકા જ્યારે ઝાડની નીચે પહોંચે કે, તરતજ તો ઠેકડો મારીને એ વડલાની ડાળને પકડી લેજે. અને એ ઝાડ ઉપર ચડી જજે. અહીંથી તમને પંચલ પર્વતને માર્ગ હાથ લાગી જશે. રાત્રીના વખતે અહી પર્વત ઉપર ભારંડ પક્ષી આવે છે અને રાતના રહે છે. સવાર થતાં તે આહારની શોધમાં પંચશૈલ પર્વત ઉપર પહોંચે છે. ભારંડ પક્ષીઓની ઓળખાણ એ પ્રકારની છે કે, એને બે મોઢાં હોય છે. અને ત્રણ પગ હોય છે. તમે એ ભારંડપક્ષીઓમાંથી કોઈ એક ભારંડપક્ષીના પગને વસ્ત્રથી તમારા શરીર સાથે બાંધી લેશે. આ પ્રમાણે કરવાથી એ પક્ષીની સાથે ઉડીને તમે પંચલ દ્વિપમાં પહોંચી જશે. હું પણ તમારી સાથે ચાલત. પરંતુ મારી વૃદ્ધાવસ્થા હોવાથી મારામાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૨૬