________________
એટલી શકિત રહેલ નથી કે હું કૂદકો મારીને વડલાની ડાળને પકડી શકું. હું તો આ નૌકાની સાથે અહીંજ ખલાસ થઈ જવાનો છું કેમકે, એ વડલાનાં વૃક્ષથી
જ્યાં નૌકા આગળ વધશે કે તે નિયમથી મહાવમાં ફસાઈ જવાની અને મારૂં મૃત્યુ થવાનું જ આ પ્રમાણે વૃદ્ધ નાવિક તેની સાથે વાતચીત કરી રહેલ હતે. અને નૌકા આગળ વધી રહેલ હતી ત્યાં વડલાનું વૃક્ષ આવી ગયું. સોનીએ ઝડપથી કૂદીને એની ડાળને પકડી લીધી. આ તરફ નૌકા જ્યારે થોડી આગળ વધી કે, તે સમુદ્રના વમળમાં સપડાઈ ગઈ નાવિક અને નૌકા બને એથી નષ્ટ થયાં વડલાની ડાળને પકડીને ઉપર ચડી ગયેલ સેની વૃદ્ધનાવિકે બતાવેલા રસ્તે ચાલી નીકળ્યો અને એની સૂચના પ્રમાણે વર્તવાથી પિતાના ઇચ્છિત સ્થાન પંચશલ દ્વિપમાં પહોંચી ગયે. ભે ગમાં ઉત્સુકતા ધરાવતા એ સનીને પોતાની પાસે આવી પહોંચેલા જોઈને હસા અને પ્રવાસાએ તેને કહ્યું-તમો આ મનુષ્યના શરીરથી તે અમારી સાથે રહી શકો તેવું નથી આથી એવું કરે કે, અહીંથી તમે પોતાના ઘેર પાછા જાવ અને ત્યાં જઈ પોતાનું સઘળું દ્રવ્ય દીન અનાથાને વહેંચી દઈને અગ્નિમાં પ્રવેશ કરે. આમ કરવાથી તમે આ દ્વીપની શ્રીની સાથે સાથે અમારા પતિ બની શકશે. જુઓ કાન જ્યાંસુધી વિંધાવાની વેદનાને સહન નથી કરતા ત્યાં સુધી તેને સોનાની સંગત પ્રાપ્ત થતી નથી. તથા સોનું પણ જ્યાં સુધી અગ્નિના કષ્ટને સહન કરતું નથી ત્યાં સુધી તેને મણીની સંગત મળી શકતી નથી. આ માટે આપને જે અમારી સાથે સંગત કરવાની અભિલાષા હોય તે આપ અમારા નિમિત્તે આટલું કષ્ટ અવશ્ય સહન કરે. ત્યારે જ તમારા અને અમારો સંગ બની શકે તેમ છે. એ સિવાય નહીં. દેવીઓનાં આ પ્રકારનાં વચન સાંભળીને સે નીએ કહ્યું કે, હવે હું ઘેર પાછો કઈ રીતે જઈ શકું? આથી સનીની પરવંશતાનું ધ્યાન કરીને કામાઘીન બનેલી એ બને દેવીઓએ તે સેનીને એના ઘેર પહોંચતું કરી દીધું. સનીને ચંપાપુરીમાં પાછો આવેલો જોઈ લે કે તેને પૂછયું કે, પંચશલ દ્વિપથી તમે પાછા કેમ આવી ગયા ? ત્યાંના સમાચાર સંભળાવે. ત્યાં શું વિચિત્રતા જોઈ? જ્યારે લોકોએ આ પ્રમાણે પૂછ્યું ત્યારે તે એમને “હાસા પ્રહાસા ” કયાં છે? આ પ્રમાણે વારંવાર કહેવા લાગ્યું. અને અગ્નિમાં પ્રવેશ કરીને મરવા માટે પણ તૈયાર થઈ ગયો. જ્યારે આ પ્રકારની એની સ્થિતિ એના નાગિલ નામના શ્રાવક મિત્રે જોઈ ત્યારે એ તેને કહેવા લાગ્યું કે, મિત્ર ! તમે પોતે જ બુદ્ધિમાન છે તો પછી આવું કુપુરૂષોચિતા કામ કરવા કેમ તૈયાર થયા છે? જેમ સિંહના માટે ઘાસનું ભક્ષણ કરવું ઉચિત નથી મનાતું એ જ પ્રમાણે આપના જેવી બુદ્ધિમાન વ્યકિતનું આ પ્રકારનું મરણ બરાબર નથી. જુઓ મિત્ર ! આ મનુષ્યભવ પુન્યના ભારે ઉદયથી મળે છે. આને મેળવીને પણ જે મનુષ્ય તુચ્છ ભેગ સુખના નિમિત્તે આને
ઈ બેસે છે તે વિડૂર્ય મણીને વેચીને કાચને ખરીદે છે. તમને જે કામ સુખની જ ઈચ્છા હોય તે તમે કલ્પવૃક્ષની માફક સઘળા સુખોને આપનાર જીન ધર્મનું શરણું કેમ નથી સ્વીકારતા ? આ ધર્મ ધનની ઈચ્છા કરનારને ધન, કામની ઈરછા કરનારને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૨૭