________________
પિતાના સિંહાસનથી ઉઠીને પ્રણામ કર્યા. સાધ્વીએ એકાન્ત મેળવીને તેને કહ્યું કે, હું તમારી માતા છું અને દધિવાહન રાજા તમારા પિતા છે. તમારા પિતાની સાથે યુદ્ધ કરવું તમારા માટે યોગ્ય નથી. જે કુલિન પુરૂષ હોય છે તે, પોતાના ગુરૂજનની સામે અવિનીત થતા નથી. એમને તે ગમે તેવી સ્થિતિમાં પણ વિન્ય જ કરે છે. આ પ્રકારનું એનું મહાસતી સાથ્વી વચન સાંભળીને કરકÇ પિતાના માતંગ જાતિય માતા પિતાને પૂછવા લાગે કે આપ લોકો બતાવે કે હું આપને રસ પુત્ર છું. કે પાલક પુત્ર છું? તે સાંભળીને તે કેએ કહ્યું, બેટા ! અમે શું કહીયે? તું અને સ્મશાનમાંથી મળેલ હતા. આથી આવી અવસ્થામાં તું અમારો પાલિત પુત્ર જ છે. એરસ પુત્ર નથી આ પ્રકારનું પિતાનું વૃત્તાંત માતંગ જાતિય માતા પિતા પાસેથી જાણીને તેને મહાસતી સાધ્વી પદ્માવતી સાધ્વીનાં વચનમાં જે કે વિશ્વાસ થઈ ગયે હેવા છતાં પણ અહંકારને લઈને યુદ્ધ કાર્યથી પાછા ન હટ. - જ્યારે પદ્માવતીએ તેને આ સ્થિતિ જાણી ત્યારે તે ત્યાંથી ઝડપથી ચંપાપુરીના મધ્ય માર્ગથી ચાલીને રાજભવનમાં પહોંચી ત્યાં પહોંચતાં જ દાસીઓએ તેને ઓળખી લીધી. ઘણાજ આદરથી સહુએ તેમને પ્રણામ કર્યા. અને કહેવા લાગ્યા કે, હે માતા! આજે અમને તમારાં દશન ઘણાજ ભાગ્યથી થયાં છે. આટલા સમય સુધી આપ કયાં રહ્યાં હતાં? ક્યા કારણથી આપે આ સાધ્વીના વ્રતને ધારણ કરેલ છે. આ પ્રમાણે કહેતાં કહેતાં રાજભવનની એ સઘળી દાસી ઓ રેવા લાગી. આ વાત સાચી છે કે, પિતાનું ભલું કરનાર વ્યક્તિનાં દર્શનથી જુનામાં જુનું દુઃખ પણ નવા જેવું બની જાય છે. જ્યારે રેવાને કલાહલ રાજમહેલમાં થવા લાગે ત્યારે રાજા દધિવાહન પણ આ કોલાહલને સાંભળીને ત્યાં આવી પહોંચ્યા, આવતાની સાથે જ તેમણે સાવીના વેશમાં પદ્માવતીને જોઈ જોતાંની સાથે જ પ્રણામ કરીને તે બાયા. હે દેવી ! તમારે એ ગભ કયાં છે? રાજાની વાતને સાંભળીને પદ્માવતી સાધ્વીએ કહ્યું કે, મારે એ ગર્ભ એ જ છે કે, જેણે આપની નગરીને ઘેરો ઘાલ્યો છે. પદ્માવતની વાત સાંભળીને તેમ જ પુત્રને પરિચય પામીને દધિવાહન રાજાને અપાર એ હર્ષ થયો. તેઓ એજ સમયે પુત્રને જોવાની ઈચ્છાથી સામંતો અને સચિવોને સાથે લઈને ચાલ્યા. આ તરફ જ્યારે કરકડુએ પિતાના આવવાના સમાચાર સાંભળ્યા ત્યારે તે પણ પિતાના સચિવ આદિને સાથે લઈને તેમનું સ્વાગત કરવા માટે ખુલ્લા પગે સામે જવા નીકળે. ચાલતાં ચ લતાં જ્યારે તે રાજ દધિવાહન પાસે પહોંચ્યા ત્યારે ઝડપથી તેણે પોતાનું માથું પિતાના પગમાં ઝુકાવી દીધું. પિતાએ પણ પિતાના ચરણે માથું નમાવેલા પુત્રને બન્ને હાથેથી ઉઠાડીને હૃદયની સાથે ચાંખ્યો. આ પ્રમાણે પુત્રના અંગસ્પર્શથી આનંદ અનુભવતા અને એથી પિત ના અંગના સંતાપને શાંત કરતાં રાજાને એ સમયે જે પરમ સુખ પ્રાપ્ત થયું તે તે એ જ સમજી શકે યા તે કેવળી જ જાણી શકે. પુત્રને જોઈને રાજાની આંખમાંથી આનંદાશની ધારાઓ વહેવા માંડી અને એ જ આંસુઓ દ્વારા તેમણે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૦૩