________________
શ્રેષ્ઠ બાળકને જોઈને હાથીની સાથેના સૈનિકોએ આ સમયે વાજાઓ વગાડી જયજય કાર કરવાનું શરૂ કરી દીધું. આ જયજયકાર સાંભળીને ત્રણે જણ જાગી ઉઠયા. અને બેબાકળા જેવા બની ગયા. સિનિકોએ તે બાળકને હાથીના ઉપર બેસાડી દીધા તથા તેના માતાપિતાને રથમાં બેસાડીને વાજાઓના ગડગડાટની સાથે નગર તરફ લઈને ચાલ્યા આ સમયેનગ નિવાસી બ્રાહ્મણેએ વેષ આદિથી આ ચાંડાલ છે તેમ જાણીને
આ ચાંડાલ બાળક રાજા થવાને ગ્ય નથી” એ પ્રમાણે કહીને તેનો વિરોધ પ્રદર્શિત કર્યો અને આવીને બધા તેને ચારે તરફથી ઘેરીને ઉભા રહી ગયા. જ્યારે કરકજૂએ આ દયને જોયું ત્યારે તેણે તે દંડને ઉંચો કરીને ત્યાં દેખાડયે બ્રાહ્મણ અગ્નિ સમાન જાજવલ્યમાન એ દંડને જોઈને તેની સ્તુતિ કરી અને આશીર્વાદ આપીને તેને વધાઈ આ પી. આ પછી કરકને નગરમાં વાજતે ગાજતે પ્રવેશ કરાવ્યું. સચિવ સામંત વગેરેએ મળીને સારી રીતે તેને રાજાના પદ ઉપર અભિષેક કર્યો ત્યારે કરકએ તે બ્રાહ્મણને કહ્યું કે, હે બ્રાહ્મણે! આપ લે કે એ મારે માતંગ સમજીને જે તિરસ્કાર કરેલ છે તેના પ્રાયશ્ચિત્ત રૂપમાં આપલોક વાટધાનકના રહેવાવાળા જે સઘળા માતંગ છે બધાને શુદ્ધ કરીને બ્રાહ્મણ વર્ણમાં સ્થાપિત કરી દે. કારણ કે, જતિ અવસ્થા સંસ્કાર આધિન છે કરકન્વનાં આ વચનોને સાંભળીને રાજાના ભયથી તે ચાંડાલોની શુદ્ધિ કરી તેમને બ્રાહ્મણ બનાવી દીધા આ વાત–
“રવિવાર્તા, પણ = 886ના !
वाटधानकवास्तव्या, वाडाला ब्राह्मणाः कृताः । इति । આ પ્લેકથી કહેવામાં આવેલ છે. જ્યારે “કરકÇ રાજાના પદ ઉપર સ્થાપિત કરાઈ ચૂકેલ છે” આ વાત પહેલાના દંડદિ બ્રાહ્મણે સાંભળી તે આવીને તેણે કરકસ્તૂને કહ્યું, રાજન્ ! આપ આપની પ્રતિજ્ઞાવાળી વાતને યાદ કરીને મને એક ગામ આપવાની કૃપા કરો. બ્રાહ્મણની વાત સાંભળીને કરકÇ રાજાએ એને કહ્યું કે, બેલો તમે કયુ ગામ ઈચ્છે છે ? બ્રાહ્મણે કહ્યું કે રાજન ! આપને ખબર તો છે, કે, મારું ઘર ચંપામાં છે. અ થી એ તરફ એક ગામડું આપવામાં આવે તે સારું થાય બ્રહ્મણનું વચન સાંભળીને કરકન્વેએ ચંપા નરેશ દધિવાહનને આ પ્રમાણે એક પત્ર લખ્યું –
“તક #પુરાત. જમીતિઃ | संभाषते नृपं चंपा, धीश श्री दधिवाहनम् ॥१॥ श्री जीनेन्द्र प्रभावेण, कल्याणमिह विद्यते । श्रीमन्दिरपि तद् ज्ञाप्य, स्वशरीरादि गोचरम् ॥२॥ किंचास्मै ब्राह्मणायको, ग्रामो देयः समीहितः । दास्ये ते रुचिरं ग्राम, नगरं वा तदास्पदे ॥३॥
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૦૧