________________
વૈયિ શકિત દ્વારા ઉત્પન કર્યા આમાં દરેક હાથીનાં પાંચસે બાર ૫૧૨ મોઢાં, એક એક મોઢાંમાં આઠ આઠ દાંત, એક એક દાંતમાં આઠ આઠ મનોહર પુષ્કર અને પ્રત્યેક પુષ્કરમાં એક એક લાખ પત્તાવાળાં આઠ આઠ કમળ ઇન્દ્ર ઉપજાવ્યાં. પ્રત્યેક પત્તામાં બત્રીસ પ્રકારના નાટકને કરવાવાળા નટને, અને કમળાની પ્રત્યેક કર્ણિ કામાં ચાર દરવાજાવાળા પ્રાસાદ પણ ઈન્દ્ર બનાવ્યા તથા પ્રત્યેક પ્રાસાદમાં આઠ આઠ ઈન્દ્રાણીઓની સાથે બેસીને ઇન્દ્ર બત્રીસ પ્રકારનાં નાટકોને જોઈ રહ્યા છે, એવું પણ ઇન્ટે ત્યાં બતાવ્યું. આ પ્રકારનાં ઔશ્વય થી સંપન્ન બનીને તે ઇન્દ્ર આકાશથી નીચે ઉતર્યા અને પ્રભુને ત્રણ પ્રદિક્ષણે કરી પછીથી વંદના કરી હાથ જોડી તેમની સામે બેસી ગયા. રાજાએ જયારે આ પ્રકારની વિભૂતિથી વિશિષ્ટ ઈન્દ્રને ભગવાનને વંદના કરતા જોયા તે મનમાં વિચાર ફર્યો કે, હું કેટલે અજ્ઞાની છું, જે મને આ તુરછ સંપત્તિ પર અભિમાન જાગ્યું. મને ધિક્કાર છે. આમની સંપત્તિની સામે મારી આ સંપત્તિની શું ગણના છે? સાચું છે કે, સૂર્યના તેજ પાસે આગીયાનું તેજ શી વીસાતમાં? જે પ્રાણી તુચ્છ હોય છે તેજ કિચડવાળાં પાણીમાં રહેલા દેડકાની માફક પિતાની સંપત્તિને જ ઘણી ભારે સમજે છે, અને તેના ગર્વમાં ફેલાઈ રહે છે, ધર્મના પ્રભાવથી જ પ્રાણીઓને સંપત્તિની પ્રાપ્તિ થાય છે. મને પણ જે આ સંપત્તિ પ્રાપ્ત થઈ છે તેમાં પશુ ધર્મને પ્રભાવ કારણ ભૂત છે. ધર્મ વગર સંપત્તિ મળી શકતી નથી, અને જે મળે તે પછી સંસારમાં કોઈ નિર્ધન રહે જ નહીં. આથી એ નિશ્ચિત વાત છે કે, પ્રકૃષ્ટ સંપત્તિની પ્રાપ્તિમાં પ્રકૃષ્ટ ધર્માચરણ કારણ છે. વિવાદને પરિત્યાગ કરી સઘળા પ્રયનું મૂળ કારણ એક ધર્મને જ મારે આશ્રય કરવો જોઈએ.
આ પ્રકારનો સારી રીતે વિચાર કરવાથી રાજાને સંસાર, શરીર, અને ભગોથી વૈરાગ્યભાવ જાગૃત થયે તેવા વૈરાગ્યભાવમાં મગ્ન બનેલા એ દશાર્ણભદ્ર રાજા ભગવાનની પાસે પહોંચ્યા અને વંદના કરીને કહેવા લાગ્યા કે, ભગવાન! ભવ ઉદ્દીગ્ન એવા આ પ્રાણીને દીક્ષા દાન આપીને અનુગ્રહિત કરે. આ પ્રમ ણે વ્રતાથી એ રાજાએ પોતાના હાથથી કેશોનું લોચન કરવા માંડ્યું. આ પ્રમાણે પિતાના હાથથી કેશનું લોચન કરતા રાજાને વિશ્વના વત્સલ એવા વીર પ્રભુએ તને દીક્ષા આપી. એની સાથે જ વિશ્વામિત્રે પણ દીક્ષા અંગીકાર કરી લીધી. સાચું છે કે, સત્યપુરૂષને સંગ સકલ કલ્યાણને આપનાર બની જાય છે. ઈન્ડે જ્યારે આ જોયું કે દશાર્ણ ભદ્ર રાજ ઋષિ બની ચૂકેલ છે ત્યારે ઇન્દ્ર રાજાને કહ્યું કે, હે મુનિ ! આપને ધન્ય છે. કે, આપે આટલી ઉત્કૃષ્ટ વિભૂતિને જલદીથી ત્યાગ કરી દીધા છે. હે સત્ય પ્રતિજ્ઞ મહાત્મન ! આ પ્રમાણે મેળવેલા રાજ્યનો પરિત્યાગ કરીને સંયમને સ્વીકાર કરવાના આપે પોતાની પ્રતિજ્ઞા સાચી કરી બતાવેલ છે. અને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૯૪