________________
ચાલી રહેલ હતું. સાથે બીજા પણ અઢાર હજાર હાથી હતા. જે મણી વગેરેથી શણગારાયેલ હતા તેમના ચાલવાથી એવું લાગતું હતું કે જાણે જંગમ પર્વત ચાલીને જઈ રહેલ છે એમની પાછળ નાના પ્રકારના શણગારથી સજાયેલા ચોવીસ લાખ ઘોડા તથા સૂર્યના રથની માફક એકવીસ હજાર રથ કે જેમાં ઉત્તમમાં ઉત્તમ શણગારેલા ઘડા જોડવામાં આવેલ હતા. તેમની પાછળ પાછળ અનેક પ્રકારના શસ્ત્રોને ધારણ કરેલા અને સઘળી વિપત્તિઓનું નિવારણ કરવાવાળા એવા કરોડ સૈનિકો ચાલી રહેલ હતા. સાથે પાંચસો રાણીઓ પણ પાલખીમાં આરૂઢ થઈને જઈ રહેલ હતી. પાલખીઓને ઉપાડનારાઓ પોતપોતાની કાંધ ઉપર ઉઠાવીને જઈ રહ્યા હતા. જેમ દેવીઓથી અધિષ્ઠિત વિમાન પિતાની સુંદરતાથી અનુપમ લાગે છે તેવી રીતે આ પાલખીઓ પણ તે રાણીએાના તેમાં બેસવાથી વિશેષ સુંદર દેખાઈ રહી હતી. ઘુઘરીઓના મધુરા શબ્દથી ગુંજતી પાંચવર્ણવાળી સેળ હજાર ધજાઓ: ઉંચે ઉંચે ફરકતી સાથે જઈ રહી હતી. આ સમયે, બંસરી, વીણા, મૃદંગ, ઝાંઝ આદિ વિવિધ વાજીંત્રો દ્વારા તથા એક જ સાથે વાગતા ભંભા, ભેરી, આદિના નાદથી શબ્દાદ્વૈતવાદીને સિદ્ધાંત પુષ્ટ કરાઈ રહેલ હતે. કેમ કે, આ સમયે શબ્દો સિવાય બીજું કાંઈ પણ સાંભળમાં આવતું ન હતું. હજારો મંગળ પાઠક જ માંગલિક વાક્યો બેલી રહ્યા હતા. ગાનારાઓ મધુર ગીતે દ્વારા શ્રોતાઓના કણમાં અમૃતની વર્ષા જેવું સંભળાવી રહ્યા હતા આ પ્રકારે ઘણા ઠાઠમાઠ સાથે સઘળા જનોના મનને આનંદિત કરતા પ્રભુની ભકિત ભાવરૂપ અમૃતથી સુકૃતિ જનેના મનમાં સંચિત કરતા કરતા, કલ્પવૃક્ષ સમાન યાચક જનેને દાન દેતા દેતા, દશાર્ણ ભૂપતિ પિતાને ઘણુજ અધિકરૂપથી ઉત્કૃષ્ટ પુણ્યરૂપ સંપત્તિના કતા માનીને પુરજને તેમજ વસુમિત્રની સાથે ચાલતાં ચાલતાં સમવસરણની પાસે આવી પહોંચ્યા. જ્યારે તેમણે આંખ ઉઠાવીને પિતાની વેશ ભૂષા તેમ જ કિમતી માણીય આદિકેથી વિભૂષિત થયેલ અપાર ચતુરંગીણી સેનાને સામંતચક્રને તથા સર્વોત્કૃષ્ટ વિભૂતિને જોઈ ત્યારે મનમાં વિચાર કરવા માંડયો કે, જે ઠાઠમાઠથી હું પ્રભુની વંદના કરવા આવ્યો છું એવા ઠાઠમાઠથી કોઈ પણ આવેલ નથી. તેમના આ મને ગત ભાવને પ્રભુની વંદના માટે આવેલા ઇન્દ્ર અવધિજ્ઞાનથી જાણીને વિચાર કર્યો કે જુઓ ! આ રાજાની પ્રભુમાં કેટલી અડગ શ્રદ્ધા છે. આ પ્રકારની ભક્તિ જીનેશ્વર તરફ કઈ કઈ પુણ્યશાળીને જ થાય છે. પરંતુ આ વિષયમાં તેણે અભિ માન કરવું ઉચિત નથી. કેમકે, ચકવતી બળદેવ અને વાસુદેવ પણ તીર્થકરને વંદના કરવા આવે છે ત્યારે એમના આશ્ચર્યની સામે આ રાજાનું અશ્વ કેટલા પ્રમાણનું છે. ? આવો વિચાર કરી ઈદ્દે રાજાને સંપત્તિના ઉત્કૃષથી ઉત્પન્ન થયેલા અભિમાનને દૂર કરવા માટે તથા તેને પ્રતિ બેધિત કરવા માટે શુકલત્વગુણ અને ઉચ્ચત્વગુણુ દ્વારા કલાસ પર્વતને ઝાંખો પાડનાર ચેસઠ હજાર હાથીઓને પોતાની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૯