________________
સનિકે પણ ત્યાં આવી પહોંચ્યા. રાજા તે વસુમિત્રને પિતાના સૈનિકોની સાથે લઈને દશાર્ણ પુર આવી પહોંચ્યા. ત્યાં તેઓએ ભેજન વગેરેથી તે વસુમિત્રનું ખૂબ સ્વાગત કર્યું. છેડા સમય પછી પ્રતિહારે આવીને રાજાને નિવેદન કર્યું કે, મહારાજ ! આજ પુના ઉદ્ય નમાં ચરમ તીર્થંકર મહાવીર પ્રભુ આવેલ છે પ્રતિહારની આ કણું અમૃત વાણીને સાંભળીને રાજાના હર્ષને પાર ન રહ્યો. તેના શરીરે રોમાંચ અનુભવ્યા. સાંભળતાં જ તે સિહાસનથી ઉઠીને તે દિશામાં કે, જયાં પ્રભુ બીરાજમાન હતા તે તરફ સાત આઠ પગલાં આગળ જઈને ભૂમિમાં માથું ટેકવીને નમસ્કાર કર્યો. પછી પ્રભુના આગમનનાં ખબર આપનાર પ્રતિહારને જીવીકા યોગ્ય પ્રીતિદાન આપ્યું. પ્રભુનું આગમન સાંભળીને રાજાને અંતઃકરણમાં એ વિચાર ઉઠ કે, જ્યારે આ વિદેશી વસુમિત્ર છે કે, વાસ્તવિક વિવેકથી વિકલ અને નિર્ધન છે અને પિતાના દેવતાની આરાધના કરવા માટે પિતાનું સર્વસ્વ છાવર કરવા માટે તત્પર થઈ રહેલ છે તે મારા જેવી ધનસંપન્ન વ્યક્તિઓને કે જેની પાસે કોઈપણ પ્રકારની સામગ્રીની ન્યૂનતા નથી સઘળું છે. આથી એ શિક્ષા લેવી જોઈએ કે, હું પણ અરહંત દેવની સેવા વિશેષ રૂપથી કરૂં.
આ પ્રકારને વિચાર કરી રાજાએ ગજ, ઘોડા, આદિનું રક્ષણ કરનાર પુરૂષને બેલાવી એવી આજ્ઞા આપી કે, સવારમાં અહતપ્રભુની વંદના કરવા માટે અમે જવાના છીએ તે તમે પોત પોતાના અધિકારમાં રહેલા હાથી, ઘોડા, વગેરેને સઘળા આભૂષણોથી સુસજજ કરીને તૈયાર રાખજે. આ પ્રમાણે પિતાના જ પુરૂષને પણ આદેશ આપ્યો કે આપ સઘળા નગરભરમાં એવી ઘોષણા કરાવો કે, સવારમાં સર્વજ્ઞ વીર પ્રભુની વંદના કરવા માટે જવાનું છે તે સઘળા સચિવ, સામંત, અને પરિવાસી લોકેશ્રેષ્ઠ સામગ્રીને સજાવી રાખે રાજાનો આદેશ મળતાં જ સઘળા કર્મચારી અને પદાધીકારીઓએ પિત પિતાના કર્તવ્યનું પાલન કર્યું. તેમજનરને પણ ધજા પતાકા આદિદ્વારા શણગારાવ્યું. આ સમયે નગર સ્વર્ગ જેવું સુંદર દેખાવા લાગ્યું. બીજા દહાડાને પ્રાતઃકાળ થતાં જ રાજા પોતાનું સમત પ્રાતઃકર્મ પુરૂં કરી, ચંદનથી દેહને લેપી અને દેવદૂષ્ય બે વસ્ત્રોને ધારણ કરી પછી આ પણને યથાસ્થાન પહેર્યા ત્યાર બાદ હાથી ઉપર સવારી કરી પ્રભુને વંદના કરવા માટે ચાલ્યા. આ પ્રમાણે પ્રભુને વંદના કરવા જવાને તેણે પહેલેથી જ સંકલ્પ કરેલ હતો. રાજા જ્યારે હાથી ઉપર સવારી કરીને પ્રભુ વંદના માટે જઈ રહ્યા હતા ત્યારે તેના માથા ઉપર પૂર્ણચંદ્ર મંડળ જેવું ધરાયેલું શ્વેતછત્ર સુશોભિત લાગતું હતું તથા આજુબાજુથી ચાર ધાળાં ચમર ઢળાઈ રહ્યાં હતાં સામત જન પણું સંપૂર્ણ પણે સજ્જ થઈને પોતપોતાના હાથી ઉપર બેસીને રાજાની સાથે સાથે જઈ રહ્યા હતા તે સમયે જેવાવાળાને એમ લાગતું હતું કે, જાણે સામાનીક દેવોથી પરિવૃત ઈદ્ર જ જઈ રહેલ છે. હાથાનું સંચાલન રાજા સ્વયં કરી રહેલ હતા. રાજાના પગની આંગળીએથી પ્રેરીત બનીને હાથી તેમની ઈચ્છા પ્રમાણે ધીરેધીરે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૯૨