________________
સ્નાન કર્યા વગર ભોજન કર્યું તેથી ખીજાઈને આપણે ત્યાંથી ચાલી ગયેલ છે. આ વાત સાંભળીને પશ્ચાત્તાપ કરતાં તે ભેળા વસુમિત્રે કહ્યું, પ્રિયે! હવે તે ફરીથી આપણુ ઘરમાં કેમ પાછા આવે? પત્નિએ એ વિચાર કર્યો કે જે “ આ પરદેશ ચાલ્યા જાય તે હું આનંદપૂર્વક મન માન્યું કરૂં” આવું વિચારીને પતિને કહ્યું કે, તમે ધંધામાંથી ખૂબ ધન કમાઈને શંકર પાર્વતીની પૂજા કરે તે એ બને ફરીથી આપણું ઘરમાં રહેવા માટે આવે. પત્નિની આવી વાત સાંભળીને વસુમિત્ર દશાર્ણ દેશમાં જઈને કઈ એક ક્ષેત્રમાં ધંધો કરવા લાગી ગયા. તેમાંથી તેણે દશ ગદિયાણા પ્રમાણ સોનું પેદા કર્યું. જો કે, તે ધન ઘણુંજ હતું આથી તેને સંતોષ ન થયો તે પણ તેને ઘેર પહોંચવાની ભારે ઉત્કંઠાથી વ્યાકુળ બનાવી દીધા. આથી તે પોતાના ઘરના તરફ નીકળી પહયે. મધ્યાન્હ કાળમાં જ્યારે તે કઈ ઝાડની છાયામાં વિશ્રામ કરવા માટે બેઠેલ હતું તે સમયે ત્યાં ખૂબજ દેડથી કુદતા ચાલનારી ઘોડાથી
અપહત થયેલ અને તૃષાતુર બનેલ એવા દશાર્ણરાજા પણ આવી પહોંચે. આકૃતિથી રાજાને સંપુરૂષ જાણીને વસુમિત્રે પાણી લાવીને તેને પાયું. જળ પીને રાજા ઘડા ઉપરથી પલાણું વગેરે ઉતારી તેને બીછાવીને તે છાયામાં વિશ્રામ કરવા માટે બેઠે ક્ષણભર વિશ્રામ લીધા બાદ રાજાએ વસુમિત્રને પૂછ્યું, તમે કેણું છે? કયાંથી આવી રહ્યા છે? રાજાના પૂછવાથી વસુમિત્રે પિતાને સઘળે વૃત્તાંત તેને કહી સંભળાવ્યો રાજા જ્યારે તેના વૃતાંત્તથી પરિચિત થયા ત્યારે તેણે વિચાર્યું કે, અવશ્ય આની પત્નિ દુશ્ચરીત્રવાળી છે. આથી તેણે આ સરળ સ્વભાવવાળા માણસને તેને આ રીતે ઠગેલ છે. પરંતુ આ કેટલો ભલે મનુષ્ય છે કે, તે આ રીતે ઠગાવા છતાં પણ પિતાના દેવ અને ધર્મની શ્રદ્ધામાં દઢ બની રહે છે? તેની આ શ્રદ્ધા મને આશ્ચર્ય ચકિત બનાવી. રહેલ છે. તેને સ્વધર્મ પ્રત્યે કેટલે અનુરાગ છે જે ધન ન હોવા છતાં તેને ઉપાર્જનથી પોતાના દેવતાની અર્ચના કરવા માટે લાલસા વાળ બની રહેલ છે. સંસારમાં ખરેખર એવું જ જોવામાં આવે છે કે વિદ્વાન હોવા છતાં પણ લેક ૯ જીત્ત દ્ર”નું વ્યસન આદિના સેવન કરવામાં ખોટી રીતે ઉપયોગ કરે છે. પરંતુ આ જે કે મુગ્ધ છે છતાં પણ ધનનો આ પ્રકારથી બેટા ઉપયોગ કરવા માટે ઉપાર્જન કરવાની ભાવના વાળે દેખાતું નથી. ખરેખર ધર્મ કરવાના માટે જ ધન કમાવાની ભાવના આ રાખી રહેલ છે. અને એના માટે જ એનું ઉપાર્જન કરવામાં દુઃખનો સામનો કરી રહેલ છે. તે આવા દઢ ધમીનું મારાથી કાંઈક સારું થાય તો એ ઘણી જ સારી વાત છે. આ વિચાર કરી પછીથી એવો વિચાર કર્યો કે, જ્યારે ચરમ તીર્થકર મહાવીર પ્રભુ અહીં આવશે ત્યારે હું પણ તેમની ઉત્કૃષ્ટ ભાવનાથી પયું પાસના કરીશ. રાજા આ પ્રકારની વિચારધારામાં જ્યારે એકતાન બની રહેલ હતા એટલામાં અશ્વના પગલાને જોતા જે તેમના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩