SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ દોલત છે. ત્યાં મારી એક બહેન રહે છે, જેનું નામ જયશ્રી છે, તે કુંવારી છે. તે ધન દોલત હવે તમારી છે. તેમજ મારી બહેનના તમે સ્વીકાર કરજો અને તે પણ અવશ્ય તમાને પેાતાના પતિ તરીકે સ્વીકારશે. આ પ્રમાણે કહી તે ચેાગી મરી ગયા. અગડદત્ત ચેાગીએ બતાવેલ ઠેકાણા ઉપર પહેાંચ્યા. ત્યાં જઈને તેણે તે ચેાગીની બહેનને હાક મારી. હાક સાંભળીને તે તરત જ આવી પહેાંચી. અગડદત્તને જોતાં તેણે આવકારતાં કહ્યું, “પધારા, પાધારે। અંદર પધારો !'' મદનમ’જરીએ આ અપાર રૂપરાશીવાળી સુંદરીને જોઇને મનમાં વિચાર કર્યાં કે, જો મારા પતિ આના રૂપથી માહિત થઈ જશે તે જરૂર મારા ત્યાગ કરી દેશે. આથી તેણે તે ધન અને સુંદરીથી દૂર રહેવા સૂચવ્યુ. મદનમંજરીની વાત માનીને અગડદત્ત તે ધન તેમજ સુંદરીને પરિત્યાગ કર્યાં તે રથ હૂંકારીને આગળ ચાલ્યે ઘેાડે દૂર પણ નહિ ગયા હોય એટલામાં સામેથી પેાતાની સુંઢથી અનેક વૃક્ષાને ઉખેડીને ફેકી દેતા એક મદોન્મત્ત ગજરાજ પેાતાની સામે આવી રહેલા અગડત્ત જોયા. ઉપરાંત આ હાથીએ જંગલના સેંકડા વૃક્ષોને નાશ કરી નાખેલાં તેણે નજરે જોયાં. નાનમંજરી તેા આ વિકરાળ ગજરાજને જોઇને ભયભીત બની ગઈ. અગડદત્ત તેને હિંમત આપીને કહ્યું તું ડરીશ નહીં'. હાથીના હું...હુમણાં જ મદ ઉતારી નાખું છું, એમ કહીને તે રથથી એકદમ નીચે ઉતર્યાં. તે વિકરાળ ગજરાજની સામે જઈને તેણે પાતાના કપડાંના ગોટા બનાવીને તેના ઉપર ફૂંકયા. હાથી થોડા નીચા નમીને તેના ઉપર પેાતાના દાંતાથી પ્રહાર કરવા લાગ્યા. એટલામાં અગડદત્તકુમાર તેના દાંત ઉપર પગ મુકીને તેના ઉપર ચડી ગયા. સ્કંધ ઉપર ચડી બેઠેલા અગડદત્તકુમારે વ જેવી પાતાના હાથની પ્રબળ મુઠ્ઠીએથી તેના કુ ંભસ્થળ ઉપર માર મારવા શરૂ કર્યાં. તેમજ તેને ચકરીની માફક ચારે તરફ ખૂખ ઘૂમાવ્યા આથી હાથીના મદ ઉતરી ગયા. અને તે શાંત બની ગયા. એટલે હાથીને ત્યાં છેડી દઈને રથ ઉપર ચઢીને અગડદત્તકુમારે આગળ પ્રયાણ કર્યુ. માંડ થાડું આગળ ગયા હશે ત્યાં એક સિંહ સામે આવતા દેખાયા. રથમાંથી ઉતરી અગડદત્ત તેની સામે ગયા. અગડદત્તને પેાતાની સામે આવેલા જોઇને સિંહ ખૂબ કાપાયમાન થયા. અને પૂછ ુ' ઉલાળતા ગના કરતા અને માં ફાડતા તે તેના ઉપર ત્રાટકયા. અગડદત્તે પણ આ સમયે પેાતાના ડાબા હાથ ઉપર કપડું વીટીને દોડી આવતા સિંહના માઢામાં પેાતાના ડાખા હાથ નાખી દીધા, અને જમણા હાથે તલવાર પકડી એકી ઝટકે તેને મારી નાખ્યા. આ રીતે ત્રણ ભયને વટાવીને પેાતાના રથને આગળ હંકાર્યાં. ઘેાડેક દૂર જતાં એક ભયંકર વિષધર નાગરાજ તેની દૃષ્ટિએ પડયા. જે પ્રચંડ ફુફાડા મારતા રથની સામે જ આવી રહ્યો હતા. લાલચેાળ એવી એની એ આંખે અંગારા જેવી ચળકતી હતી. જેની ક્ણુ ખૂબ જ વિશાળ હતી. મસ્તક ઉપરના મણીનું પ્રચંડ તેજ ચારે ખાજુ ફેલાતું હતું. કાળા ભમ્મર જેવું તેનું સ્વરૂપ હતું. મદનમ'જરી તેને જોઈને એક્દમ કપી ઉઠી. અગદત્તે તેને સાંત્વન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨ ૩૨
SR No.006470
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy