________________
કેટલેક સમય વીત્યાબાદ હજાર નગરવાસીઓ રાજાની પાસે આવી નજરાણું ધરીને કહેવા લાગ્યા કે, સ્વામિન્ ! આ નગર જે કુબેરના નગર જેવું છે તે હવે ચોર-લૂંટારાઓથી રજ લુંટાઈ રહ્યું છે, અને ખાલી થઈ રહ્યું છે, આથી આપે આ ઉપદ્રવને દૂર કરવાને તાત્કાલિક પ્રબંધ કરવો જોઈએ. પ્રજાજનેની વાત સાંભળી એ જ વખતે રાજાએ નગરરક્ષકને લાવ્યા અને કડક શબ્દમાં કહ્યું કે –“ પ્રજાજનો જયારે ચાર લેકોથી લુંટાઈ રહ્યા છે, ત્યારે તમે લેકે શું ઊંઘે છે ? આજ સુધી ચેરેને કબજે કેમ નથી કરી શક્યા? આ પ્રકારને તમારા લોકોને પ્રમાદ હું જરા પણ ચલાવી નહીં લઉં. રાજાનું આ પ્રકારનું કડક વલણ જાણી નગરરક્ષકએ કહ્યું કે હે નાથ ! અમે લેકે ઘણા દિવસથી ચેરેની તપાસમાં છીએ પરંતુ ચોરી કરનારાઓને આજ સુધી પત્તો લાગ્યો નથી. શું કરીએ ! આ કઈ જબરે ચાર લાગે છે. નગરરક્ષકેના મેઢેથી આ પ્રકારનાં હતોત્સાહ જેવાં વચને સાંભળ્યાં ત્યારે અગડદને ઉભા થઈને ઉત્સાહ સાથે રાજાને હાથ જોડીને કહ્યું, સ્વામિન ! આજ્ઞા મળે તો હું ચેર લેકેને પકડીને હાજર કરી દઉં. રાજાએ કહ્યું-ઘણી સારી વાત છે, પરંતુ આમાં શરત એ છે કે સાત દિવસની અંદર અંદર ચારો પકડાઈ જવા જોઈએ. ત્યારે જ તમારી વીરતા છે. તેમ ન થતાં પ્રાણતિક દંડ તમારે ભગવ પડશે. કહે આ શરત મંજુર છે? અગડદત્ત નિર્ભય રીતે એ શરતને સ્વીકાર કર્યો. અને એજ વખતે તે ચેરને પકડવા માટે ત્યાંથી નિકળી પડયો. તેણે નગરમાં ચારે તરફ ફરવાનું શરૂ કર્યું. કઈ પણ એવું સ્થાન ન રહ્યું કે ત્યાં એ ન ફર્યો હોય. મઠ, પરબ, વેશ્યાલય, દારૂના પીઠાં, જુગારીઓના અડ્ડાઓ, ચોરાઓ નિર્જન સ્થાને, ચતુષ્પથ, ઉદ્યાન, જંગલ દરેક સ્થળોએ તે ખૂબ રખડે, આ રીતે રખડતાં રખડતાં છ દિવસ વિતી ગયા. પરંતુ ચોરનું કેઈ ઠેકાણું હાથ ન લાગ્યું. સાતમે દિવસે એ નગરની બહાર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૫