________________
નામના ગોપના નંદ, સુનંદ, નંદદત્ત અને નંદપ્રિય, નામના ચાર બાળકોએ દીક્ષા લીધી. તેમાં નંદ અને સુનંદ નામના બે ભાઈ તે ચિત્ર અને સંભૂતના પૂર્વ ભવના જીવ હતા. જેનું વર્ણન તેરમા અધ્યયનમાં કરવામાં આવેલ છે. બીજા બે નંદદર અને નંદપ્રિય નામના ગોપાળ બાળકેએ તપ અને સં. યમની આરાધનાના પ્રભાવથી મરીને દેવલોક પ્રાપ્ત કર્યું. ત્યાંથી એ બન્ને જણ આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિશય હવાથી ચ્યવને ક્ષિતિપ્રતિષ્ઠિત નગર માં જીનદત્ત નામના એક શેઠને ત્યાં સહેદર ભાઈને રૂપમાં ઉત્પન્ન થયા. ત્યાં એમની મિત્રતા બીજા ચાર વસુધર શેઠના વસુમિત્ર, વસુદત્ત, વસુપ્રિય, અને ધનદત્ત નામના પુત્રોની સાથે થઈ. આ રીતે એ છએ મિત્રો વિવિધ ભાગોને ભેગવતા રહીને પિતાને સમય આનંદથી વ્યતીત કરવા લાગ્યા. એક દિવસની વાત છે કે, એ છએ મિત્રોએ મૃતચારિત્રરૂપ ધર્મનું પાલન કરવાવાળા સ્થવિરેની પાસેથી ધર્મનું વ્યાખ્યાન સાંભળ્યું. આનાથી તેમને સંસાર, શરીર અને ભેગે ઉપર વૈરાગ્ય આવી ગયા. અને એને કારણે આ છએ જણાએ દીક્ષા અંગીકાર કરી. તપ અને સંયમનું ઘણુ કાળ સુધી આરાધના કરીને તેઓએ અંત સમયમાં ભક્ત પ્રત્યાખ્યાન કરીને પિતાના શરીરને પરિત્યાગ કર્યો અને સૌધર્મ સ્વર્ગમાં પદ્મગુર્ભ નામના વિમાનમાં તે સઘળા છએ જણાએ ચાર પત્યની સ્થિતિવાળા દેવની પર્યાયમાં ઉત્પન્ન થયા. તેમાં ગોવલ્લભ ગેપના નંદદા, નંદપ્રિય, નામના બે પુત્રના જીવને છેડીને બાકીના વસુમિત્ર, વસુદત્ત, વસુપ્રિય ધનદત્તના એમ ચાર જીવે દેવલોક માંથી ચ્યવને કુરૂ દેશમાં ઈષકાર નામના નગરમાં જન્મ્યા. તેમાં એક દેવ વસુમિત્રનો જીવ ગુપુરોહિત થયા. બીજા દેવ વસુદત્તને જીવ એ પુરોહિતની વિશિષ્ટ ગોત્રમાં ઉત્પન્ન થયેલી થશા નામની પત્ની થઇ, ત્રીજા દેવ વસુપ્રિયનો જીવ ઈષકાર રાજા થયે. ચોથા દેવ ધનદાન જીવ તે રાજાની કમળાવતી નામની રાણી થઈ
ભૃગુ પુરેહિતને કેઈ સંતાન ન હતું આથી રાત દિવસ તે સંતાનની
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૩૧૧