________________
ણમાંથી એક સાપ નીકળ્યો તેણે સુતેલા બંને ભાઈઓમાંના એકને દંશ દીધે. સર્ષ એકદમ ઝેરીલે હોવાથી બન્નેમાંથી જેને કરડે હતું તેનું ત્યાં જ મૃત્યુ નિપજ્યું. આ પછી સર્પની તપાસ કરવા નીકળેલા બીજા ભાઈને પણ સર્પ દંશ થતાં તેનું પણ ત્યાં જ મૃત્યુ થયું. આ રીતે મરણ પામેલા એ બંને કાલીંજર પર્વત ઉપર એક હરણના પેટે અવતર્યા. ત્યાં પણ તે સુખથી રહી ન શકયા, એક સમયે તે બન્ને પિતાની મા સાથે ચારે ચરવા જઈ રહ્યા હતા, એ સમયે કોઈ શીકારીના બાણથી બને માર્યા ગયા. મરીને એ બને ગંગા નદીને કિનારે એક હંસલીના પેટે સાથે અવતર્યા. ત્યાં પણ તે સુખથી રહી શકયા નહીં. પિતાની હંસ માતા સાથે જ્યારે તે બન્ને કિલેલ કરી રહ્યા હતા એવે સમયે કઈ એક શીકારીએ તે બનેને પકડી લીધા અને મારી નાખ્યા. ત્યાંથી મરીને એ બન્ને વણારસી (કાશી) નગરીમાં ધનસંપન્ન એવા ભૂતદત્ત નામના ચાંડાલને ત્યાં પુત્ર રૂપે જનમ્યા, મોટા પુત્રનું નામ ચિત્ર અને નાના પુત્રનું નામ સંભૂત રાખવામાં આવ્યું. એ બન્ને ભાઈઓમાં પરસ્પર અત્યંત પ્રીતિ જામી ગઈ હતી.
બનારસમાં એ સમયે શંખ નામના રાજા રાજ્ય કરતા હતા. એમના મંત્રીનું નામ નમુચિ હતું. એની બુદ્ધિ સારી ન હતી. રાજાને તે બેટી સલાહ આપ્યા કરતું હતું. એક સમયની વાત છે કે. એ મંત્રીથી રાજ્યનો કાંઈક અમાજનીય-ઘણો મટે અપરાધ થઈ ગયો. એના દંડરૂપે રાજાએ તેને પ્રાણદંડની આજ્ઞા કરી અને ચાંડાલને કહી દીધું કે આને કેઈ પણ જાતનો વિચાર ન કરતાં મારી નાખો. ચાંડાલ રાજાની આજ્ઞા મળતાં એને મારવા માટે સ્મશાન ભૂમિમાં લઈ ગયા પરંતુ ચાંડાલના દિલમાં તેને મારવાની ભાવના ન જાગી. આથી તે દયાળુ હદયને બની મંત્રીને કહેવા લાગ્યું. હે મંત્રિન્ ! આપ મારા ઘરમાં છુપાઈને રહો, અને મારા બે પુત્ર છે તેને આપ ભણો. ચાંડાલની વાત સાંભળીને જીવવાની અભિલાષાથી મંત્રીએ તેની વાતનો સ્વીકાર કર્યો. ચાંડાલને ઘર ગઢપણે રહીને ચિત્ર અને સંભૂત નામના તેના અને બાળકને મંત્રી ભણાવવા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૪૯