SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ માંડશે. હવે તે વૃદ્ધાવસ્થા પણ મારા શરીરને ધીરે ધીરે શિથિલ બનાવી રહેલ છે. હવે ઘડપણને આરે પહોંચેલા આ શરીરને હું ઔષધીઓના સેવનથી કાયાકલ્પ કરીને પણ ફરી યુવાવસ્થા પ્રાપ્ત કરી શકવાને નથી. કહ્યું છે કે– अधीनं मानवानां तद् , भेषजं नहि विद्यते। पुनर्नवं भवेद् येन, जराजर्जरमङ्गकम् ॥१॥ न च वार्धकदिव्यास्त्रं, प्रयुक्तं कालविद्विषा। पतत्काये स्खलयितुं, शक्यं स्वजनकङ्कटैः ॥२॥ મનુષ્યની પાસે એવી કઈ દવા નથી કે જે, વૃદ્ધાવસ્થાથી શિથિલ બનેલા આ શરીરને ફરી જુવાનીના નવા જોશથી ચેતનવંત-શક્તિશાળી બનાવી શકે. કાળરૂપી શત્રુએ ફેંકેલા બુઢાપારૂપી દિવ્ય અસ્ત્રને બચાવનાર કેઈ સ્વજનરૂપી બખ્તર નથી કે જે તેના આવતા ઘામાંથી આ શરીરને બચાવી શકે. વૃદ્ધાવસ્થાથી મને બચાવનાર એવું કઈ પણ સમર્થ નથી. ન તે કઈ બંધુજન મારો બચાવ કરી શકે તેમ છે કે, ન તે કઈ સંસારી પદાર્થ મારું રક્ષણ કરી શકે તેમ છે. જે આ જીવનું એ અવસ્થામાં રક્ષણ કરનાર કોઈ પણ હોય તો તે એક માત્ર ધર્મ છે. એ સર્વ અવસ્થામાં જીવનું રક્ષણ કરી શકે છે. આથી જ્યાં સુધી હું વૃદ્ધાવસ્થાથી શિથિલ શરીરવાળે બળે નથી ત્યાં સુધી મારે ધર્મનું આચરણ કરવામાં જ પ્રવૃત્ત બનવું જોઈએ. એ મન સાથે વિચાર કરી અટ્ટનમલે ગુરુની પાસે જઈને દીક્ષા અંગીકાર કરી. ૧ ધનલોભી કે નરકગમન કા વર્ણન જ્યારે પ્રમાદિ છે માટે કેઈ આશરાનું સ્થાન નથી તે પછી એવું કેમ ન માની લેવું જોઈએ કે, અર્થોપાર્જન કરવામાં પ્રમાદ ન કરે જોઈએ? સૂત્રકાર અને ઉત્તર કહે છે–ને પાવભેસ્ટિં'ઈત્યાદિ. અન્વયાર્થ–મજૂતા-ચે મનુણાઃ જે મનુષ્ય ગમ નાચ–ગમત્તિ હીત્રા દુબુધ્ધિના ચકકરમાં ફસાઈને ખેતી, વાણિજ્ય આદિ વાવજmહિં–TrNfમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006470
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy