________________
ધ્રુજી રહી હતી. બન્ને પિત પિતાના દાંત પીસતા હતા. હાથીઓની માફક એ બને મલ્લ આપસમાં મુક્કો મુકિક કરવા લાગી ગયા. જેમ મૂળમાંથી ક્ષીણ થએલું વૃક્ષ જમીન ઉપર નિઃસહાય બનીને પડી જાય છે એ પ્રકારે તેમની દશા થઈ રહી હતી. એક બીજા પરસ્પર એક બીજાને પછાડતા અને ફરી પાછા લડતા. અને જ્યારે દાવ મળો ત્યારે એક બીજાની છાતી ઉપર ચડી બેસતા. આમાં કોઈ વખતે તે બન્ને જણા જમીન ઉપરથી એકદમ ઉઠીને એક બીજા સામે છાતી ભીડાવતા જાણે કેઈ લાંબા સમયથી વિખુટા પડેલા બે ભાઈઓ ભેટી રહ્યા ન હોય! ક્ષણમાં વળી પાછા ઉછળી પડતા કે જાણે કઈ પતંગિયું ઉછળ્યું! કયારેક કયારેક એવી રીતે કૂદતા કે જાણે વાંદરા હુપાહુપ અને કૂદાકૂદ કરતા હોય. આ પ્રકારે બન્ને જણાએ મળીને મત્તલીલા ત્યાં એકઠા થયેલાઓને બતાવી. સ્વયંવરની કુંવારી કન્યા સમાન જયલક્ષમીએ બન્નેને સમાન બળવાળા જાણીને તેના ગળામાં વરમાળા આપું. એ સંદેહમાં આકુલ વ્યાકુલ બનીને કેઈન પણ ગળામાં વરમાળા ન આરોપી, કેમ કે તે બંનેમાંથી કેઈની પણ જીત થઈ ન હતી.
આ દૃશ્યને જોઈ સિંહગિરિ રાજાએ વિચાર કર્યો કે, આ સમયે આ બંને પહેલવાની કુસ્તી ઠીક ઠીક થઈ શકી નથી માટે બાકી રહેલી કુસ્તી અપૂર્ણ રાખી બીજા દિવસે ચાલુ રાખવી. આ પ્રકારે વિચાર કરી સમસ્ત પ્રેક્ષકે સમક્ષ રાજાએ એવું જાહેર કર્યું કે, આવતી કાલે આ બન્નેનું અહિં મલ્લયુદ્ધ થશે. એવું કહી રાજા પિતાના આસનથી ઉઠીને ચાલ્યા ગયા. અટ્ટનમલે ફલહીમલને કહ્યું કે, કહે ! માચિકમલે તમને ક્યાં ચોટ (માર) પહોંચાડી? અટ્ટનમલ્લની વાત સાંભળીને ફલહીમā જેમ ગુરુ પાસે શુદ્ધ ભાવથી પ્રાયશ્ચિત્ત લેનાર શિષ્ય શુદ્ધ મનથી પિતાની પરિસ્થિતિ પ્રગટ કરી દે છે તે પ્રમાણે જ્યાં જ્યાં ચોટ લાગવાથી દર્દ થઈ રહ્યું હતું તે તે અંગેને તેણે બતાવ્યાં. ફલહીમહલની વાત સાંભળીને અદનમલે જ્યાં જ્યાં તેના અંગેને માર લાગ્યો હતો ત્યાં ત્યાં પાકા તેલની
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨