________________ સાંભળીને ગાગલિ રાજાને સંસારની અસારતાનું ભાન થયું. તેમને વૈરાગ્ય ઉત્પન્ન થયે, ઘેર જઈને પિતાના પુત્રને રાજ્ય ગાદી સેંપીને તેમણે માતાપિતા સહિત ગૌતમસ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રી ગૌતમસ્વામીએ સાલ, મહાસાલ, ગાગલિ આદિ સહિત શ્રી મહાવીર પ્રભુની પાસે જવા માટે ચંપાપુરી તરફ વિહાર કર્યો. માર્ગમાં સાલ મહાસાલના મનમાં એ વિચાર આવ્યો કે આ ભવ્ય લોકોને ગૌતમસ્વામીએ સંસારસાગરથી તારી દીધાં તે ઘણું સારું કર્યું. ગાગલિ આદિ ત્રણેએ પણ એવો જ વિચાર કર્યો કે “અહે! સાલ મહાસાલે અમારા ઉપર ઘણે ભારે ઉપકાર કર્યો છે–અમે પહેલાં તેમની પાસેથી રાજ્ય મેળવ્યું હતું. અને હવે મહા આનંદ પ્રાપ્ત કરાવનાર વ્રત મેળવ્યું. આ પ્રકારની ભાવનાથી તે પાંચ જણ જ્ઞાનાવરણ આદિ ઘનઘાતિ કર્મોને ક્ષય કરીને મુક્તિ ભાવનાની સીડી સમાન ક્ષપકશ્રેણી પર ચડી ગયા. મેહરૂપી મત્ત ગજરાજને ધ્વસ્ત કરવાને માટે પંચાનન સમાન–સિંહ જેવાં તે પાંચેએ માર્ગમાંજ પાંચમ જ્ઞાન કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓ પાંચે મુનિ ગૌતમસ્વામીની સાથે ભગવાન મહાવીર પાસે આવી પહોંચ્યા. સાલ, મહાસાલ આદિ પાંચે જણ જેવાં કેવલીઓની પરિષદમાં (સભામાં ) જવાને તૈયાર થયા કે ગૌતમ સ્વામીએ તેમને કહ્યું, “આપ અનભિજ્ઞ (અજ્ઞાની) ની જેમ કેમ જાએ છે. પહેલાં આવીને ત્રિલોકીનાથ ભગવાનની પથું પાસના કરે” ગૌતમની એ વાત સાંભળીને પ્રભુએ કહ્યું, “આ બધા કેવળી થઈ ગયા છે. તેમની આશાતના ન કરે” ભગવાનના તે શબ્દો સાંભળીને ગૌતમે વિચાર કર્યો–“ આ લેકે મારા શિખે છે. તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. એ જ પ્રમાણે મારા બીજા અનેક શિષ્ય પણ કેવળી થઈ ગયા છે, પણ મને હજી સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત થયું નથી.” ભગવાને ગૌતમસ્વામીની તે મહાન અધીરતાને પિતાના જ્ઞાનથી જાણીને તેમને કહ્યું, “હે ગૌતમ! ખેદ ન કરે ધેય ધારણ કરે, તમે પણ કેવળી થશે. હું અને તમે બન્ને જણા મોક્ષ પામીશું, અને મુકિત સ્થાનમાં સરખા જ રહીશું, માટે હૈયે રાખીને તપ અને સંયમની આરાધના કરતાં કરતાં મારાં નીચેનાં વચને ધ્યાનમાં રાખે અને પ્રમાદ છે. તે વચમન (જે આગળ કહેવાશે.) વચને આ પત્ર અધ્યયન કે જે પ્રભુએ શ્રી ગૌતમસ્વામીને અનુલક્ષીને કહેલ છે. તેના દ્વારા અન્ય ભવ્ય અને પણ ઉપદેશ મળે છે. આ પ્રમાણે આ દશમું અધ્યયન જંબુસ્વામીને સંભળાવતાં શ્રી સુધર્માસ્વામી આ પહેલી ગાથા કહે છે–“સુમપત્તવંદુરણ” ઈત્યાદિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : 2 185