________________
ને અવાજ આવ્યા વગર રહે નહી. નમિરાજાના આ પ્રકારના કથનથી નેકરે કહેવા લાગ્યા કે-હે રાજન! એવી વાત નથી–દરેક રાણીઓ ચંદન ઘસ વાનું કામ તે કરે જ છે, પરંતુ કંકણેના અવાજથી આપના મસ્તકમાં વધુ પીડા થતી હોવાને કારણે એ સઘળી મહારાણીઓએ હાથમાં ફક્ત એકેક સૌભાગ્ય કંકણ રાખીને બાકીનાં કંકણેને હાથમાંથી ઉતારીને ચંદન ઘસવાનું કામ ચાલુ રાખ્યું છે, આ કારણે કંકણેને અવાજ પહેલાંની જેમ થતું નથી. આ પ્રકારે નકરોનું વચન સાંભળીને નમિરાજા કે જેમને મોહ ઉપશાન્ત થઈ ગયે હતું અને જે પ્રતિબુદ્ધ બન્યા હતા તે વિચાર કરવા લાગ્યા છે, અને કેના સંગમથી જ રાગાદિકષ ઉત્પન્ન થાય છે. પરંતુ એકાકી જનને નહીં. ચંદન ઘસતાં રાણીઓના હાથનાં કંકણે જ્યાં સુધી પરસ્પર અથડાતાં હતાં ત્યાં સુધી તેને શબ્દ થતો રહ્યો અને એને કારણે મને બેચેની થતી રહી. પરંતુ કંકણ એકલું પડતાં એક કંકણથી કેઈ અવાજ કે ગરબડ થતી નથી. આથી જ્યાં સુધી હું સિએમાં, સ્વજનેમાં, હાથીઓમાં, અશ્વાદિકમાં, અને રાજ્યમાં બદ્ધ થઈ રહ્યો છું ત્યાં સુધી હું દુઃખી છું. પરંતુ જે આ બધાને છેડીને એકાકી થઈ જાઉં તે દુખ મારે ભોગવવું ન પડે. પરંતુ સખી બની જાઉં. કેમકે, પ્રાણીમાત્રને દુઃખનું કારણ સંગ જ છે, અને સંગને ત્યાગ કરે એ એકત્વ મહા આનંદને હેતુ છે. આથી હું જે આ રોગથી મુક્ત થઈ જાઉં તે સર્વ સંગને પરિત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી લઉં. આ પ્રકારને વિચાર કરતાં કરતાં નમિરાજને રાત્રીમાં સારી એવી નિંદ્રા આવી ગઈ. નિદ્રામાં જ નમિરાજાને એક સ્વપ્ન આવ્યું કે જાણે હું સફેદ હાથી ઉપર ચડીને મેરૂ શિખર ઉપર ચડી ગયે. કાર્તિકી પૂનેમને એ દિવસ હતે. એજ રાત્રીએ નમિરાજની છ મહિનાની દાહજવરની બીમારી ચારિત્ર ધર્મનું ગ્રહણ કરવાની કેવળ ઈચ્છાના પ્રભાવથી જ ઓછી થઈ ગઈ. સવારે જ્યારે તે જાગ્યા તે વિચાર કરવા લાગ્યા કે, મેં જે આ સ્વપ્ન જોયું છે તે સારૂં ફળ આપનાર છે વળી આ પર્વત મેં કયાંક જે પણ છે. આ પ્રકારે વારંવાર વિચાર કરતાં તેને જાતી મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. જેના પ્રભાવથી તેમણે પિતાના પૂર્વભવને જાણ્યું કે મેં પૂર્વભવમાં દીક્ષા અંગીકાર કરીને સંયમ પાળ્યા હતા, ત્યાંથી મારીને હું દેવલોકમાં ગયા હતા. એ સમયે હું નંદનવનમાં ક્રીડા કરવા જઈ રહ્યો હતો ત્યારે સ્વપ્નમાં મેં જોયેલા મેરૂ પર્વત જેવાજ મેરૂ પર્વતને મેં ત્યાં જ હતું. આ પ્રકારના જાતિસ્મરણ જ્ઞાન પામનાર નમિરાજાની પ્રવ. જ્યાગ્રહણનું વર્ણન કરતાં શ્રી સુધર્મા સ્વામી જખ્ખ સ્વામીને નવમું અધ્યયન કહે છે. જેની આ પ્રથમ ગાથા છે. “વરૂકુળ વિહોણો” ઈત્યાદિ.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૪૯