________________
"वाताभ्रविभ्रममिदं वसुधाधिपत्यम् , आपातमात्रमधुरो विषयोपभोगः। प्राणास्तृणा ग्रजलबिन्दुसमा नराणां, धर्मः सखा परमहो परलोकयाने ॥ १॥"
આ સમસ્ત પૃથ્વીતળનું આધિપત્ય, વાયુના વેગથી વીખરાઈ જતા મેઘની સમાન અસ્થિર છે. તેમજ-માનવ સંબંધી સમસ્ત વિષયો અતિ મધુર છે. અર્થાત્ ઉપગના કાળમાં એ વિષયલેગ મધુર લાગે છે, પરંતુ પરિણામમાં નહીં. તથા–મનુષ્યને પ્રાણ ઘાસના અગ્ર ભાગ ઉપર ચૂંટેલા ઝાકળના જળબિંદુની માફક ચંચલ અસ્થિર છે. અર્થાત્ ન જાણે એ પ્રાણ પંખી ક્યારે આ દેહને છોડીને ચાલ્યું જાય છે. છતાં પણ આશ્ચર્યની વાત એ છે કે, એ સઘળી વસ્તુઓ માટે મનુષ્ય ઘોર પ્રયત્ન કરતા રહે છે. આમ છતાં પણ એ સઘળી વસ્તુઓ મનુષ્ય પ્રાપ્ત કરી શકતું નથી. મનુષ્યને સાચો મિત્ર, જે કેઇ પણ હેય તે તે એક ધર્મ માત્ર છે. જે પરલોક–પ્રયાણ કાળમાં પણ તેને સાથ છોડતું નથી. અને સાચા સહોદર તરીકે સાથે સાથે જ રહે છે. પરલોકમાં સાચી મિત્રતા નિભાવનાર કેવળ આરાધન કરેલો એક ધર્મ માત્રજ છે કે જેને વિષયમાં તલ્લીન બનેલ પ્રાણુઓ ભૂલી ગયા છે.
નમિરાજા કે હાથી કે પલાયન (ભગને) કી કથા
આ પ્રકારની સાધ્વીજીની ધર્મ દેશનાને સાંભળીને સતી મદનરેખા પ્રતિ બુદ્ધ બની ગઈ. મદનરેખાને પ્રતિબંધિત બનેલી જોઈને એ દેવે કહ્યું–ચાલે રાજભવનમાં જઈ તમારા પુત્રનું મુખ જોઈ આવીયે. દેવની વાત સાંભળીને મદન રેખાએ કહ્યું-ભાવવૃદ્ધિ તથા દુખપરંપરાના કારણરૂપ એવા પુત્રાદિકના પ્રેમની હવે મને આવશ્યકતા નથી. હવે આ સાવજીનાં ચરણ જ મારૂં શરણું છે. એવું કહીને મદન રેખાએ સાધ્વીજી પાસેથી દીક્ષા લીધી. દેવ એ સાધ્વી. એને તથા સતી મદનરેખાને વંદન કરી પોતાના સ્થાને ચાલ્યા ગયા અને સતી મદનરેખા દઢવ્રતા સાધ્વીજીની શિષ્યા બનીને સુત્રતા નામથી પ્રસિદ્ધ થયાં. તેમણે ખૂબ કઠીન તપસ્યા કરવાને પ્રારંભ કરી દીધે.
આ તરફ પવરથરાજાને ત્યાં જેમ જેમ બાળક મોટો થવા લાગ્યો તેમ તેમ એના પ્રભાવથી પદ્મરથરાજાના જે શત્રુઓ હતા એ વિનીત બની જઈ એને નમવા લાગ્યા. પદ્મરથરાજાએ આ સઘળે પ્રતાપ એ બાળકને સમજીને એ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૪૪