________________
રાજાએ કહ્યું-જાઓ ! અશોક વાટિકામાં બેસીને વિચાર કરી લે રાજાએ આ પ્રમાણે કહ્યું-એટલે કપિલ ત્યાંથી ઉઠીને અશોકવાટિકામાં જઈને વિચાર કરવા લાગે. કે બે માસા સેનાથી એ દાસીને માટે ફક્ત શાટિકાદિ ( સાડી ) વસ્ત્ર જ ખરીદી શકાશે–પરંતુ આભરણ નહિ આવે, આથી તે સો સુવર્ણમુદ્રાની યાચના કરવી ઠીક છે. આટલી સુવર્ણમુદ્રાથી ઘરસંસાર કેવી રીતે ચાલી શકે. માટે એક હજાર સુવર્ણમુદ્રા માગવી તે વધારે ઠીક છે. પરંતુ જ્યારે દાસીને બાળબચ્ચાં થશે અને એ મેટાં થતાં એને વિવાહ વગેરે કરવું પડશે તે આટલાથી શી રીતે પુરૂં થશે ? માટે એક લાખ સુવર્ણમુદ્રા માગવી ઠીક છે. એથી પણ કઈ રીતે પુરૂં થશે? કેમકે બંધુજન તેમજ દીન ગરિબેને ઉદ્ધાર એટલાથી થઈ શકે નહીં. સંપત્તિ મળી ત્યારે જ સાર્થક ગણાય કે જેનાથી બંધુજન અને દીન દુઃખિયાઓના ઉપર ઉપકાર થઈ શકે. માટે હવે તો એક કરોડ સુવર્ણમુદ્રા માગવી એજ વધુ ઉચિત છે. આ પ્રમાણે બેઠા બેઠા વિચાર કરતાં કરતાં ઈચ્છાઓની પ્રબળતા વધવા માંડી, અને છેવટે ખુદ રાજાનું રાજ્ય માગવાની પણ ઈચ્છા થઈ. પરંતુ આ સમયે પૂણ્યના ઉદયથી તેને સ્વયં વૈરાગ્ય ઉત્પન્ન થયે અને એ સમયે તે વિચારવા લાગે કે-ફક્ત બે માસા સેનું લેવા માટે હું ઘરેથી નિકળે. અત્યારે બે માસા સોનાને બદલે એક કરોડ સુવર્ણ મુદ્રાથી પણ મને સંતોષ થતું નથી. ઈચ્છાઓ ઉપર ઈચ્છાઓ વચ્ચે જ જાય છે. ધિક્કાર છે એ તૃષ્ણાને! અરે હું તે માતાની આજ્ઞાથી વિદ્યાપ્રાપ્તિ માટે ઘર છેડીને પરદેશ આવ્યો છું પરંતુ હું કેટલો હિનભાગી છું કે વિદ્યાને પ્રાપ્ત કરી શકે નહીં. આ શરમની વાત છે. હું મારું કર્તવ્ય ભૂલી જઈને વ્યસનમાં લાગી ગયું છું. “મને પાપીને ધિક્કાર છે કે, મેં માતા અને ગુરુનાં વચનેને અનાદર કર્યો. તેમજ પિતાના કુળ અને આચારને વિષયમૃદ્ધ બનીને બટ્ટો લગાડ. આ અયોગ્ય કર્મ કર્યું છે. ”
આ પ્રકારને વિચાર કરતાં કરતાં તેમનામાં વૈરાગ્ય જાગે અને કપિલને
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૧૯