________________
તેનામાં અનુરક્ત બની ગયે. દાસીને અનુરાગ પણ છાને ન રહ્યો. તે પણ કપિલમાં અનુરક્ત બની ગઈ
એક દિવસની વાત છે. દાસીએ કપીલને કહ્યું કે દાસીઓને ઉત્સવ દિવસ નજદિક આવી રહ્યો છે. મારી પાસે ઉત્સવને લાયક સારાવસ્ત્ર કે આભરણ નથી કે જે પહેરીને હું આ ઉત્સવમાં સાહેલી સાથે જઈ શકું. આ સાધારણ વસ્ત્ર તેમજ નામ માત્રની કિંમતનાં આ ઘરેણાં પહેરીને હું ઉત્સવમાં જાઉ તે સઘળી સખીઓ મારી મશ્કરી ઉડાવે. આથી આપ મને નવાં વસ્ત્ર અને આભરણ અપાવે કે જેથી હું તે ઉત્સવમાં આનંદથી જઈ શકું. દાસીની આ વાત સાંભળીને કપિલે કહ્યું કે, હું પોતે જ નિધન છું. તમારું કહેવું હું કઈ રીતે સ્વીકારી શકું? મારું એટલું ગજું પણ નથી કે હું નવાં વસ્ત્ર અને ઘરેણાં તને અપાવી શકું. દાસીએ કપીલની વાત સાંભળીને કહ્યું. હે ભદ્ર! ધનના કારણે વિષાદ કરવાનું કેઈ કારણ નથી. જુઓ અહિં એક વિશ્રવણ જેવા મહાન ધનસંપન્ન ધન નામના શેઠ રહે છે. જે વ્યક્તિ તેને સૌ પ્રથમ સ્તુતિ વા દ્વારા નિદ્રાથી જગાડે છે, તેને તે બે માસા સોનું આપે છે. આથી પ્રભાત થતાં જ તમે તેને ઘેર જાઓ, અને તેને સ્તુતિ વાકયે દ્વારા નિદ્રાથી જગાડે. દાસીની આ વાત સાંભળીને કપિલ મધ્યરાત્રિના સમયે તેને ઘેર જવા એવા ખ્યાલથી તે નિકળે કે, તેની પહેલાં બીજે કઈ શેઠને જગાડવા રખેને પહોંચી જાય. નગરરક્ષકો એ તેને ગુપચુપ જ જોઈને ચોર સમજીને પકડી લીધો. સવારે તેઓ તેને પ્રસેનજીત રાજા પાસે લઈ ગયાં. રાજાએ કપિલને પૂછ્યું કે, તું કેણ છે? મધ્યરાત્રીના સમયે શા માટે નગરમાં નિકળે હતો? કપિલ બ્રાહ્મણે પિતાનું સઘળું વૃત્તાંત યથાર્થ રૂપમાં રાજાને સંભળાવી દીધું. કપિલનું આત્મવૃત્તાંત સાંભળી રાજાને તેના ઉપર દયા આવી અને કહ્યું-કપિલ ! તમારા સત્ય નીવેદનથી હું ખૂબજ પ્રસન્ન થયે છું–તમારી જે ઈચ્છા હોય તે માગે. હું તમારી સઘળી ઈચ્છાઓ પરિપૂર્ણ કરીશ. કપિલે કહ્યું-માગીશ, પરંતુ વિચાર કરીને માગીશ.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૧૮