________________
કપિલ મુનિકે ચરિત્ર વર્ણન
આઠમું અધ્યયન– સાતમું અધ્યયન સમાપ્ત થઈ ચૂકયું છે, હવે આઠમાં અધ્યયનને પ્રારંભ થાય છે. આ અધ્યયનનું નામ કાપિલીય છે. કેમકે એ મહામુનિ કપિલના ઉપદેશના અનુવાદરૂપ છે. આ અધ્યયનને સાતમા અધ્યયન સાથે સંબંધ આ પ્રકાર છે.-સાતમા અધ્યયનમાં રસગૃદ્ધિને ત્યાગ બતાવવામાં આવેલ છે, અને રસગૃદ્ધિને ત્યાગ કરનાર એજ વ્યક્તિ હોઈ શકે છે કે જે લોભ રહિત હોય, એ જ કારણથી અહીં લોભને ત્યાગ સુચવવામાં આવેલ છે. એથી એ સંબંધથી આવેલ આ અધ્યયનની પ્રસ્તાવના રૂપ મહામુનિ કપિલનું ચારિત્ર છે તે અહીં સર્વ પ્રથમ કહેવામાં આવેલ છે. તે આ પ્રકારથી છે
કૌશાંબી નગરીમાં જીતશત્રુ નામે એક રાજા રાજ્ય કરતું હતું. તેમને એક રાજ્ય પુરોહિત હતું, જેનું નામ કાશ્યપ હતું, અને જાતે બ્રાહ્મણ હતે. ચૌદ વિદ્યાને જાણકાર એ પ્રખર પંડિત હેવાથી તે પુરવાસીઓમાં અને રાજાને ખૂબ જ પ્રિય હતે. નગર વાસીઓ તેમજ રાજા તેમને ઘણે જ આદરસત્કાર કરતા હતા. રાજાએ તે કાશ્યપને ઘણું સારા પગારથી, રાજ્ય પુરોહિતપદે સ્થાપન કર્યો હતે. પુરોહિત કાશ્યપને યશા નામની એક ધર્મપત્ની હતી. તેનાથી પુરોહિતને એક પુત્ર થયે હતું, જેનું નામ કપિલ રાખવામાં આવ્યું હતું. કપિલ હજી બાળવયમાં જ હતું તેવામાં પુરોહિત કાશ્યપ મરણ પામ્યા. એટલે રાજાએ પુરોહિતનું સ્થાન બીજા બ્રાહ્મણને આપી તેને પુરોહિત બનાવી લીધો. એક દિવસની વાત છે કે, નવા પુરોહિત ઘડા ઉપર બેસીને ફરવા જતાં કાશ્યપ પુરોહિતનાં પત્નિએ જોયા. સાથે એ પણ જોયું કે તેના માથા ઉપર છત્ર ધરવામાં આવ્યું હતું તથા સાથે ઘણા રાજ્યકર્મચારીઓ ચાલી રહ્યા હતા, આ જોતાં જ યશાને પિતાના મૃત પતિની તેમજ તેના વૈભવની સ્મૃતિ તાજી થઈ આવી. આથી તે વિહળ બનીને રેવા લાગી. માતાને રોતી જોઈને
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૧૫