________________
આમ્ર (કેરી) નું દષ્ટાંત આ પ્રકારનું છે– સિંધુ સૌવિર દેશમાં સિંહપુર નામનું એક નગર હતું. ત્યાં વિક્રમ સિંહ નામના રાજા રાજ્ય કરતા હતા. એ રાજાને રસનેન્દ્રિયને વિષય પ્રબળ હતે. કેરી ખાવાને તેને ઘણેજ શોખ હતે. ખાવાના સમયે તે કેરી ખૂબ જ ખાતે. આથી તેને અજીર્ણને રોગ લાગુ પડે, જેને લઈને તેને કાગળીયાની બીમારી લાગુ પડી. ચિકિત્સકેએ-વૈદ્યોએ મન લગાડીને ખૂબ ચિકિત્સા કરી. આથી તે રાજાને રોગ મટી ગયા પછી વૈદ્યોએ રાજાને કહ્યું કે, આપશ્રી હવે રેગ મુક્ત બન્યા છે, પરંતુ આપને અમારી એ વિનંતી છે કે, આપ હવે કેરી ખાવાનું છોડી દે. નહીં તે હવે પછી દવા થવી મુશ્કેલ બનશે અને મૃત્યુ સિવાય બીજે કઈ છુટકારો નથી. વૈદ્યોની વાત સાંભળીને રાજાએ વિચાર કર્યો કે, શું કરું ? હું કરીને જોઉં છું કે તરત જ મારૂં મન એ ખાવાને લલચાય છે. મારાથી એનું છુટવું કઠીન છે, આથી સારી વાત તે એ છે કે, મારા રાજ્યમાં જેટલાં આંબાનાં ઝાડ છે તે સઘળાં કાપી નંખાવું. આ વિચાર કરીને તેણે પોતાના રાજ્યમાંનાં તમામ ઝાડ કપાવી નંખાવ્યાં. એક દિવસની વાત છે કે, રાજાને નજરાણુમાં કેઈ એ બે પાણીદાર ઘોડા ભેટ કર્યા, પણ તે ઘોડા વક્રશિક્ષિત હતા, અશ્વક્રીડા કરવા નિમિત્ત એક ઉપર રાજા બેઠા અને બીજા ઉપર મંત્રી બનને પિત પિતાના ઘોડા ઉપર બેસીને નગરની બહાર નીકળી ગયા. તેજ ચાલ ચાલવાવાળા તે બન્ને ઘેડા ચાલતા ચાલતા એક વનમાં પહોંચ્યાં. આ વન તે રાજાના રાજ્યની સીમાની બહાર હતું. રાજા અને મત્રી બન્ને ખૂબ જ થાકી ગયા હતા. આથી ઘડાથી નીચે ઉતરી રાજા જંગલની તરફ ચાલવા માંડે, મંત્રી પણ તેની સાથે ગયે. તે જંગલમાં એક આંબાનુ ઝાડ હતું. તે ઝાડની નીચે આરામ લેવા તે બને બેઠા. આંબા નીચે પાકેલી કેરીને પડેલી રાજાએ જોઈ અને રાજાને કેરી ખાવાનું મન થયું. કેરી ખાવાની પિતાની ઈચ્છાને તે રેકી ન શક્યો. તેણે એ પાકેલી કેરીને ખાવા માટે ઉપાડી. મંત્રીએ તેમ કરવા મનાઈ કરી, અને કહ્યું કે હે નાથ ! વિષના જેવા અપથ્ય આહારનું સેવન કરવાથી મનુષ્ય નિયમતઃ મરણને પામે છે. આથી એને જેવું, સ્પર્શ કરે, સુંઘવું આપને માટે હિતકારક નથી. કેરીથી તે આપ દૂર જ રહે. મંત્રીએ આ પ્રકારે વારંવાર વિનંતી કરી રોકવા છતાં પણુ રસની લુપતાથી રાજાએ “આને ખાવામાં હવે કઈ દેષ નથી” એવી કલ્પના કરીને કેરી ખાધી. ખાતાની સાથે જ તેને શાંત પડે વ્યાધિ જાગૃત બજે. જેમ સુતેલેસિંહ લાકડીના એકજ પ્રહારથી જાગી ઉઠે છે, તેમ કરી ખાતા રાજાને વ્યાધિ ઉપડશે અને દુઃખી થઈને રાજા ત્યાંને ત્યાં મરી ગયેા.૧૧
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨