________________
ધનગુપ્ત કુવામાં પડશે કે, ભાગ્યવશ કુવાની ભીંતમાં તેની પાસે જ એક પત્થર ચટાડેલે નજરે પડયે જે ભીંતથી થોડે બહાર નિકળેલ હતે. કુવામાં પડતાંની સાથે જ ધનગુપ્ત તે પત્થર પકડી લીધે જ્યારે પાણી ભરવાવાળા કુવા ઉપર પાણી ભરવા આવ્યાં ત્યારે તેમણે ધનગુપ્તને કુવામાંથી બહાર કાઢય. સ્વસ્થ બની કાંઈ પણ બોલ્યા સિવાય તે પહેશ જવા ચાલી નિકળે ત્યાં પહોંચી તે પૂર્ણ કમના ઉદયથી ખૂબ ધન કમાય. ખૂબ ધન કમાઈ તે પોતાને ઘેર આવવા નિકળ્યો, રસ્તામાં સાસરાનું ગામ આવ્યું ત્યારે તે સાસરાને ઘેર પહોંચ્યો. પત્નિએ પતિને જોઈ આનંદ મનાવ્યો. ત્યાંથી એ પિતાની સ્ત્રીને લઈને પિતાને ગામ પિતાને ઘેર પહોંચ્યા. સમય જતાં એ ધનગુપ્તને ત્યાં એક પુત્ર થયો, સમય ઉપર તેનાં લગ્ન કર્યા વહુ ઘેર આવી, રહેતાં રહેતાં સાસુ અને વહુ વચ્ચે વિખવાદ થવા લાગ્યા, વહએ સાસુને દબાવવા માટે તેનાં ગુપ્ત છિદ્રોનાં અન્વેષણ કરવાને પ્રારંભ કરી દીધે. એક દિવસ ધનગુપ્ત પિતાના રંગભવનમાં બેસી ભજન કરી રહેલ હતે અને તેની સ્ત્રી પંખાથી તેને હવા નાખી રહી હતી એ વખતે ધનગુપ્તના ચહેરા ઉપર મકાનની છતના કાણામાંથી સૂર્યનાં કિરણે અકસ્માત પડવા લાગ્યાં તેની સ્ત્રીએ જેવું આ જોયું કે તુરત જ એણે “પતિને તાપ ન લાગે” એવા ખ્યાલથી પિતાના બંને હાથની હથેળીઓને સૂર્યના એ કિરણોની આડે ધરી દીધી. આથી ઘનગુપ્તના ચહેરા ઉપર પડતા કિરણેને તાપ અટકી ગયે, મુખ ઉપર હથેળીઓની છાયા થઈ ગઈ સ્ત્રી તરફથી આ રીતે કરવામાં આવેલી સેવા જોઈને ધનગુપ્તને પહેલાંને કુવાવાળો પ્રસંગ યાદ આવી ગયા, ધનગુતે વિચાર ક, જુઓ ! જેણે મને પહેલાં કુવામાં નાખી દીધું હતું તે હવે મને સૂર્યના કિરણને તાપ ન લાગે એવા ખ્યાલથી એ સંતાપનું નિવારણ કરી રહી છે. આ વિચારથી ધનગુપ્તને જરા હસવું આવ્યું. ધનગુપ્તને અકસ્માત્ હસતાં તેની પુત્ર વધુએ જોઈ લીધેલ, આથી એ પોતાના પતિ પાસે જઈ કહેવા લાગી કેહે નાથ ! આજ મેં તમારા પિતાને સાસુજી સામે હસતા જોયા. તે આપ એ બતાવે તે તેમના અકારણ હસવાનું શું કારણ છે? શેઠ પુત્રે પિતાની સ્ત્રીને સમજાવ્યું કે, પતિ પત્નીને સંબંધ અવેદ્ય હોય છે. આ વિષયને જાણવાની ચેષ્ટા કરવી વ્યર્થ છે. પત્નીએ પતિને મુખથી આવી વાત સાંભળીને કહ્યું કે, હે નાથ! જ્યાં સુધી તમે મને તેનું કારણ નહીં બતાવે ત્યાં સુધી હું અન્ન જળ ગ્રહણ કરીશ નહીં. પત્નીને આ પ્રકારે વૃત્તાન્ત જાણવાને અધિક આગ્રહ જાણીને પતિએ તેના પ્રેમમાં પાગલ જેમ બનીને તેને આ વાતનું આશ્વાસન આપ્યું કે, થોડા સમયમાં પિતે તેનું વાસ્તવિક કારણ બતાવશે. આથી રૂષ્ટ બનેલી પત્નીને સંતોષ થયે. એક સમયની વાત છે કે, શેઠ પુત્રે પોતાના પિતાના પગ દાબતા દાબતાં એમને પૂછયું કે, હે તાત ! આપ એક દિવસ ભજન કરતાં કરતાં શા માટે હસ્યા હતા? પુત્રની આ વાતને સાંભળીને સરળ હૃદય
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૭૫